Spread the love

કોલકાતા ઇસ્કોનના ઉપાધ્યક્ષ અને પ્રવક્તા રાધારમણ દાસે બાંગ્લાદેશમાં ઇસ્કોન બંધ થવા અંગે X પર એક પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં તેણે કહ્યું કે બાંગ્લાદેશમાં ઈસ્કોનનું એક કેન્દ્ર બંધ થઈ ગયું છે.

બાંગ્લાદેશમાં સરકાર બદલાયા બાદ હિન્દુ સમુદાયને સતત નિશાન બનાવવામાં આવી રહ્યો છે. શેખ હસીનાએ દેશ છોડ્યો ત્યારથી હિન્દુ સમુદાય અને તેના ધાર્મિક સ્થળોને સમયાંતરે નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તાજેતરમાં હિન્દુ સમુદાયની આસ્થા પર હુમલો કરતા બાંગ્લાદેશના કટ્ટરવાદીઓએ ઇસ્કોનનું શિબચર કેન્દ્ર બંધ કરાવી દીધું છે. સુત્રો જણાવે છે કે જ્યારે કટ્ટરવાદીઓ મંદિરને બંધ કરવા માટે ત્યાં પહોંચ્યા હતા ત્યારે ત્યાં ઘણા ભક્તો હાજર હતા જેમને બાદમાં બાંગ્લાદેશી સેનાએ વાહનમાં ભરીને ત્યાંથી બહાર કાઢ્યા હતા.

ઇસ્કોન કોલકાતાના ઉપાધ્યક્ષ અને પ્રવક્તા રાધારમણ દાસે બાંગ્લાદેશમાં ઇસ્કોન બંધ થવા અંગે સોશિયલ મીડિયા સાઇટ X પર એક પોસ્ટ લખી છે. આ પોસ્ટમાં તેણે લખ્યું છે કે બાંગ્લાદેશના શિબચરમાં ઇસ્કોન નમહટ્ટા સેન્ટરને મુસ્લિમોએ બળજબરીથી બંધ કરાવી દીધું છે. સેના આવીને ઈસ્કોનમાં હાજર શ્રદ્ધાળુઓને વાહનમાં લઈ ગઈ હતી.

મોહમ્મદ યુનુસ હિન્દુ સમુદાયને વિશ્વાસ અપાવવા મંદિરમાં ગયા હતા

જ્યારે બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયના લોકોને નિશાન બનાવવાની ઘટનાઓ સતત ચાલી રહી હતી. હિંદુ સમુદાય વિરુદ્ધ સતત હુમલાઓ વચ્ચે બાંગ્લાદેશના નવા વડા મોહમ્મદ યુનુસે કેટલાક મંદિરોની મુલાકાત લીધી હતી. મોહમ્મદ યુનુસે એક હિન્દુ મંદિરની મુલાકાત વખતે કહ્યું હતું કે બાંગ્લાદેશમાં દરેક માટે સમાન અધિકાર હોવા જોઈએ, પછી ભલે તે વ્યક્તિ કોઈપણ ધર્મનો હોય. બાંગ્લાદેશી અખબાર ડેઈલી સ્ટારે વચગાળાની સરકારના વડાને ટાંકીને કહ્યું કે આપણે આપણી લોકતાંત્રિક આકાંક્ષાઓમાં આપણને મુસલમાન, હિંદુ કે બૌદ્ધ તરીકે નહીં, પરંતુ માનવ તરીકે જોવું જોઈએ. આપણા અધિકારો સુનિશ્ચિત કરવા જોઈએ. તમામ સમસ્યાઓનું મૂળ સંસ્થાકીય પ્રણાલીનું પતન છે. તેથી જ આવા મુદ્દાઓ સામે આવે છે. સંસ્થાકીય વ્યવસ્થામાં સુધારો કરવાની જરૂર છે. અમે અમારા હિંદુ ભાઈઓની રક્ષા માટે પ્રતિબદ્ધ છીએ અને અહીં કોઈનાથી ડરવાની જરૂર નથી. પરંતુ બાંગ્લાદેશના નવા વડા મોહમ્મદ યુનુસની અપીલ બાદ પણ હિન્દુ સમુદાયને નિશાન બનાવવાના અનેક અહેવાલો છે એટલું જ નહી પરંતુ મોહમ્મદ યુનુસે પણ મોઢુ બંધ કરી દીધુ છે હજુ સુધી તેમના તરફથી હિંદુ સમુદાયની સુરક્ષાને લઈને કોઇ નિવેદન આવ્યું નથે કે ન તો બાંગ્લાદેશની સરકાર દ્વારા કોઇ કડક પગલા લેવામાં આવી રહ્યા હોય કે લેવાની તૈયારી હોય તેવું જણાઈ રહ્યું છે. હિંદુ સમુદાય બાંગ્લાદેશમાં સાવ અસુરક્ષિત દશામાં છે.

પીએમ મોદીએ પણ અપીલ કરી હતી

મોહમ્મદ યુનુસે વચગાળાની સરકારના વડા તરીકે શપથ લીધા પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સાઇટ X પર એક પોસ્ટ કરીને તેમને અભિનંદન આપ્યા અને ત્યાં રહેલા હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની વાત પણ કરી હતી. તે દરમિયાન પીએમ મોદીની આ અપીલને બાંગ્લાદેશ સરકારે ગંભીરતાથી લીધી હતી. આ જ કારણ હતું કે મંગળવારે બાંગ્લાદેશ સરકારના વડા મોહમ્મદ યુનુસે હિંદુઓ પરના હુમલાઓ પર ચિંતા વ્યક્ત કરી એટલું જ નહીં વર્તમાન સરકાર તેમની સાથે છે. આ દેખાડવા માટે તેઓ મંદિરમાં ગયા અને કેટલાક હિન્દુઓ સાથે બેસીને તેમની સ્થિતિ વિશે પણ જાણકારી મેળવી હતી જોકે બાંગ્લાદેશમાં જે રીતે હિંદુ સમુદાય ઉપર હુમલાઓ થઈ રહ્યા છે તેને સરકારી સંરક્ષણ પ્રાપ્ત હોવાની પણ વાત કેટલાક રાજકીય નિષ્ણાતો કહી રહ્યા છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

One thought on “World: હિંદુ નથી સુરક્ષિત, બાંગ્લાદેશમાં હિંદુ સમુદાય પર હુમલા ચાલુ, ઈસ્કોનના કેન્દ્ર જબરદસ્તી બંધ કરાવાયા”
  1. […] જતી રહી. એ સમય હતો અત્યાયારી વિદેશી મુસ્લિમ શાસક સિકંદર લોધીનો તેણે ભારતીય […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *