– એર ટ્રાફિક સંદેશાવ્યવહારને અસર
– મોટાભાગના એરપોર્ટ પર સાયબર એટેક
– અનેક એરલાઈન્સની વેબસાઈટ્સ ઠપ
અમેરિકા પર ગંભીર સાયબર એટેક
અમેરિકા ઉપર ગંભીર સાયબર એટેક થયો છે. આ સાયબર એટેકને કારણે ઘણા બધા એરપોર્ટ જેમકે એટલાન્ટા, લોસ એન્જલસ ઉપર અસર પડી છે અને એર લાઈન્સોનો સંદેશા વ્યવહાર મોટા પ્રમાણમાં પ્રભાવિત થયો છે. જેને કારણે અમેરિકન એર ટ્રાન્સપોર્ટ ઉપર ગંભીર પડી છે. સાયબર એટેક રશિયન હેકર્સ દ્વારા કરવામાં આવ્યો હોવાની શંકા સેવાઈ રહી છે.
સદીનો સૌથી મોટો સાયબર એટેક
અમેરિકાની સિસ્ટમ, ખાસ કરીને એર ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ઉપર સદીનો સૌથી મોટો સાયબર હુમલો કરવામાં આવ્યો છે. સાયબર એટેકને કારણે અમેરિકાની મોટા ભાગની એરલાઇન્સના લાખો મુસાફરોમાં હાહાકાર મચી જવા પામ્યો છે. અમેરિકામાં આ સાયબર હુમલામાં -લોસ એંજલન્સ, એટલાન્ટા સહિતના એરપોર્ટ પર માઠી અસર પહોંચી છે, એરલાઈન્સની વેબસાઇટો ઠપ્પ થઇ છે, એરલાઇન્સના સંદેશા વ્યવહાર એર – ટ્રાન્સપોર્ટની સિસ્ટમ પર પણ અતિ ભારે અસર પહોંચી છે. આ સાયબર હુમલાની અસરથી અસરગ્રસ્ત સિસ્ટમને પૂર્વવત કરવા અધિકારીઓ- એન્જીનીયરો, સિસ્ટમ એનાલિસ્ટો લાગી ગયા છે. સાયબર વિશેષજ્ઞો અને વિશ્લેષકો આ હુમલો રશિયન હેકર્સ દ્વારા થયો હોવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છ.
[…] એ ફરી એકવાર સાયબર ક્રાઈમ પર મોટો પ્રહાર કર્યો છે અને […]