ભારતે સતત બીજી વખત U19 T20 વર્લ્ડ કપ 2025નો તાજ પોતાના હસ્ત્તક કરી લીધો છે. ટીમ ઈન્ડિયાએ ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 9 વિકેટે હરાવ્યું હતું. ભારતે ગયા વર્ષે પણ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી મહિલા U19 T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત મેળવી હતી. આ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટે હરાવ્યું હતું. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે તેમના માટે કારગર સાબિત નહોતો થયો. દક્ષિણ આફ્રિકાએ આપેલા 83 રનના ટાર્ગેટને ભારતે માત્ર 11.2 ઓવરમાં સરળતાથી હાંસલ કરી લીધો હતો.
𝗖. 𝗛. 𝗔. 𝗠. 𝗣. 𝗜. 𝗢. 𝗡. 𝗦! 🏆#TeamIndia 🇮🇳 are the ICC U19 Women’s T20 World Cup 2025 Champions 👏 👏
— BCCI Women (@BCCIWomen) February 2, 2025
Scorecard ▶️ https://t.co/hkhiLzuLwj #SAvIND | #U19WorldCup pic.twitter.com/MuOEENNjx8
ભારતની બોલિંગ સામે દક્ષિણ આફ્રિકાની બેટિંગ ઘુંટણીયે
U19 T20 વર્લ્ડ કપ 2025ની ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકા તરફથી કોઈ બેટ્સમેન સારું પ્રદર્શન કરી શક્યા ન હતા. પ્રથમ બેટિંગ કરવા આવેલી જેમ્મા બોથ 16 રન બનાવીને શબનમ શકીલના શાનદાર બોલમાં આઉટ થઈ ગઈ હતી. તેની સાથે આવેલી સિમોન લોરેન્સ 0 રને પારુનિકાના બોલમાં પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. આયુષી શુક્લાએ ત્રીજા નંબરે આવેલી દૈરા રામલકનને તંબુનો રસ્તો બતાવી દીધો હતો. કેપ્ટન રેનેકી પણ પિચ ઉપર કંઈ ખાસ ઉકાળી શકી નહોતી અને માત્ર 7 રન બનાવીને તંબુની દિશામાં ચાલતી પકડી હતી. દક્ષિણ આફ્રિકા માટે સૌથી વધુ રન બનાવ્યા. આ રીતે દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં 10 વિકેટના નુકસાન પર 84 રન બનાવ્યા અને ભારતને રનનો ટાર્ગેટ આપ્યો.

તૃષાએ કેપ્ટન રેઈનકે, માઈક વેન વુર્સ્ટ અને શિસી નાયડુને પેવેલિયન ભેગા કરીને મેચમાં કુલ 3 વિકેટ લીધી હતી. વૈષ્ણવી શર્માએ 2 વિકેટ, આયુષી શુક્લાએ 2 વિકેટ, પારુણિકા સિસોદિયાએ 2 વિકેટ અને શબનમ શકીલે 1 વિકેટ પોતાના નામે કરી હતી.

ભારતે ટાર્ગેટ સરળતાથી હાંસલ કરી લીધું
ભારતે 83 રનનો આસાન ટાર્ગેટ માત્ર 11.2 ઓવરમાં મેળવી U19 T20 વર્લ્ડ કપ 2025 પોતાના નામે કરી લીધો હતો. ટીમ ઈન્ડિયાના ઓપનર ત્રિશા અને કમલિનીએ શાનદાર શરૂઆત કરી હતી. પરંતુ ટીમ ઈન્ડિયાને પહેલો ફટકો જી કમલિનીના રૂપમાં લાગ્યો હતો,કમ્લિની 8 રન બનાવીને આઉટ થઈ. બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ ત્રિશાએ બેટિંગમાં પણ કમાલ કરતા 33 બોલમાં 44 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. સાનિકા ચાલકેએ તૃષાને મજબૂત ટેકો આપતા 22 બોલમાં ઝમકદાર 26 રન બનાવ્યા હતા.

તૃષાએ મેચમાં કરેલા ઑલરાઉન્ડ પ્રદર્શનને જોતા પ્લેયર ઑફ ધ મેચ અને સમગ્ર U19 T20 વર્લ્ડ કપ 2025 ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર પ્રદર્શનના પ્રતાપે પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તૃષાએ ટુર્નામેન્ટમાં સૌથી વધુ 309 રન બનાવ્યા હતા. ભારતીય બોલર વૈષ્ણવી શર્માએ ટુર્નામેન્ટમાં સૌથી વધુ 17 વિકેટો ઝડપી હતી
