ગંગા (The Ganga) નદીના કિનારે વસેલા પૌરાણિક મહાત્મ્ય ધરાવતા પ્રયાગરાજમાં હમણા મહાકુંભ (Mahakumbh) ચાલી રહ્યો છે તે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કરોડો શ્રદ્ધાળુઓએ ગંગાના પવિત્ર જળમાં ડૂબકી લગાવી છે. હિમાલય પર્વતમાંથી નીકળી બંગાળના ઉપસાગરમાં મળતી ગંગા (The Ganga) નદી ભારતના લોકો માટે ન માત્ર જીવનદાયી છે સાથે સાથે ધાર્મિક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ અને પવિત્ર છે. ગંગા નદી માટે કહેવાય છે કે રાજા ભગીરથ કઠોર તપ કરીને સ્વર્ગમાંથી ધરતી ઉપર લાવ્યા હતા. ગંગા (The Ganga) નદીનો ઉલ્લેખ અનેક ધાર્મિક ગ્રંથોમાં જોવા મળે છે. ગંગાજળ હિન્દુઓ માટે અત્યંત પવિત્ર ગણાય છે. ગંગાનું પાણી ક્યારેય પ્રદૂષિત થતું નથી, પરંતુ પ્રશ્ન એ છે કે દર વર્ષે કરોડો ભક્તો ગંગામાં સ્નાન કરે છે છતાં તેનું પાણી સ્વચ્છ કેવી રીતે રહે છે?
હિમાલયમાંથી નીકળતી ગંગા (The Ganga) નદીને કિનારે હિન્દુઓના અનેક તીર્થક્ષેત્રો અને પૂજા સ્થાનો આવ્યા છે. પવિત્ર ગંગા નદીનું પાણી ખરાબ થતું નથી અને તેને અનેક મહિનાઓ સુધી સંગ્રહિત કરી શકાય છે. એટલું જ નહીં, દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ધાર્મિક તહેવારો દરમિયાન સ્નાન કરે છે, છતાં તેના કારણે કોઈ રોગચાળો કે બીમારી ફેલાતી નથી. ગંગામાં રહેલા ત્રણ તત્વોને કારણે તે સ્વચ્છ રહે છે.

સ્વયં સ્વચ્છ થવાની દૈવી ક્ષમતા
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચના વૈજ્ઞાનિકોએ પવિત્ર ગંગા (The Ganga) નદી પર સંશોધન કરતા એક અદ્ભૂત સત્ય બહાર આવ્યું છે કે ગંગાના પાણીમાં પોતાને સ્વચ્છ રાખવાનો ગુણ છે. પવિત્ર ગંગા નદીના પાણીમાં મોટી માત્રામાં ‘બેક્ટેરિયોફેજ’ મળી આવ્યા છે આ ‘બેક્ટેરિયોફેજ’ ગંગાના પાણીને પ્રદૂષિત થતું અટકાવે છે.
કેન્દ્ર સરકારના ‘સ્વચ્છ ગંગા મિશન’ હેઠળ આ સંશોધન NIRI સંશોધક ડૉ. કૃષ્ણા ખૈરનારના નેતૃત્વ હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. આ સંશોધન માટે ગંગા નદીને તેના વિશિષ્ટ લક્ષણો મુજબ ત્રણ ઝોનમાં વહેંચવામાં આવી હતી. આ ઝોન મુજબ પહેલું ગૌમુખથી હરિદ્વાર, બીજું હરિદ્વારથી પટણા અને ત્રીજું પટણાથી ગંગાસાગર સુધીનું છે.

જુદા જુદા સ્થાનો પરથી નમૂના એકત્ર કર્યા
NIRI સંશોધક ડૉ. કૃષ્ણા ખૈરનાર એ જવાબ આપ્યો છે. સંશોધકોએ 50 અલગ અલગ સ્થળોએથી ગંગા (The Ganga) ના પાણી અને નદીના પટમાંથી રેતી અને માટીના નમૂના એકત્રિત કર્યા હતા. તેમણે કહ્યું કે, અમને જાણવા મળ્યું છે કે, ગંગા નદીમાં સ્વ-શુદ્ધિકરણના ગુણધર્મો છે. સંશોધકોએ ગત કુંભ મેળા દરમિયાન પણ નમૂનાઓ એકત્રિત કર્યા હતા. અમને ગંગાના પાણીમાં બેક્ટેરિયોફેજ મળ્યા, જે પાણીમાં રહેલા સુક્ષ્મ જંતુઓનો નાશ કરે છે.
गंगा नदी में मिले 3 खास तत्व, कुछ दूर में ही जल को बना देते हैं निर्मल; 12 साल के शोध के बाद खुलासा – दैनिक जागरण (Dainik Jagran) https://t.co/8po0xqCheM via @GoogleNews
— Hindu Samvaad (@HinduSamvaad) February 4, 2025
અઢળક ઓક્સિજન
કૃષ્ણા ખૈરનારે વધુમાં જણાવ્યું હતું કે, આ સાથે, સંશોધનમાં જાણવા મળ્યું છે કે ગંગા (The Ganga) ના પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ખૂબ વધારે છે. ગંગાના પાણીમાં ઓક્સિજનનું સ્તર પ્રતિ લિટર 20 મિલિગ્રામ સુધી જોવા મળ્યું. આ સાથે, ટેરપિન નામનું ફાયટોકેમિકલ પણ મળી આવ્યું. આ ત્રણ સિદ્ધાંતો ગંગાના પાણીને શુદ્ધ રાખે છે. ખૈરનાર કહે છે કે ગંગાનું પાણી ક્યારેય બગડતું નથી.

માત્ર ગંગાના પાણીમાં જ ક્ષમતા
જે સ્વ-શુદ્ધિકરણના સિદ્ધંતો ગંગા નદીના પાણીમાં છે તે સિદ્ધાંતો ફક્ત ગંગા નદીમાં જ હાજર છે, જેમાં પાણીને શુદ્ધ કરવાની ક્ષમતા છે, અથવા અન્ય નદીઓમાં પણ હાજર છે સંશોધકોએ એ પણ શોધી કાઢ્યું છે. આ માટે યમુના અને નર્મદા નદીઓના પાણી પર પણ સંશોધન કરવામાં આવ્યું હતું. જોકે, એ વાત સામે આવી કે ગંગાના પાણીમાં રહેલા તત્વો આ નદીઓના પાણીમાં ખૂબ જ ઓછી માત્રામાં હાજર છે.
12 વર્ષ ચાલ્યું સંશોધન
હાલમાં, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ 2025નું આયોજન કરવામાં આવી રહ્યું છે. મહાકુંભ પહોંચ્યા પછી, લાખો શ્રદ્ધાળુઓ દરરોજ ગંગા સ્નાન કરી રહ્યા છે, પરંતુ ગંગાનું પાણી સ્નાનથી પાંચ કિલોમીટર દૂર ગયા પછી જ શુદ્ધ બને છે. ગંગા નદીમાં પોતાને શુદ્ધ કરવાનો ગુણ છે. એટલા માટે ગંગાનું પાણી બગડતું નથી. નાગપુરના સંશોધકોએ 12 વર્ષની મહેનત અને સંશોધન દ્વારા આ શોધ કરી છે.
