– ટાટા મોટર્સ રજૂ કરી નવી કોન્સેપ્ટ કાર
– ઇલેક્ટ્રિક કાર માત્ર 30 મિનિટમાં ચાર્જ થઈ જશે.
– લગભગ 500 કિલોમીટરની રેન્જ આપશે
ટાટા મોટર્સે રજૂ કરી નવી કોન્સેપ્ટ ઇલેક્ટ્રિક કાર અવિન્યા
ટાટા મોટર્સે ટાટાના નવા ઇલેક્ટ્રિક વ્હીકલ પ્લેટફોર્મ પર આધારિત
પોતાની એક નવી કોન્સેપ્ટ કાર ટાટા અવિન્યા વિશ્વ સામે રજૂ કરી હતી. ઉલ્લેખનિય છે કે ટાટા ગ્રુપે આ મહિનાની શરૂઆતમાં ટાટા કર્વ નામે કોન્સેપ્ટ કાર પણ લોન્ચ કરી હતી. આ કારની વિશેષતા એ છે કે આ કારમાં ડ્રાઇવર અને ફ્રન્ટ પેસેન્જર સીટ 360 ડીગ્રી સુધી ફરી શકે એવી હશે. ટાટા મોટર્સની આ ઇલેક્ટ્રિક કાર માત્ર 30 મિનિટના ચાર્જિંગમાં 500 કિમીની રેન્જ આપે છે એવો દાવો કરવામાં આવ્યો છે.
ટાટા અવિન્યાની વિશેષતાઓ
ટાટા મોટર્સ દ્વારા રજૂ કરવામાં આવેલી નવી ઇલેક્ટ્રિક કોન્સેપ્ટ કાર ‘અવિન્યા’ એક કરતાં વધુ વિશેષતાઓ ધરાવે છે. એક વિશેષ બાબત એ છે કે એનો દેખાવ પ્રીમિયમ હેચબેક જેવો લાગે છે, જ્યારે એની કાર્યક્ષમતા MPV જેવી છે અને એને SUV ક્રોસઓવર તરીકે ડિઝાઇન કરવામાં આવી છે. અવિન્યાના ફ્રન્ટ ગ્રિલને એકદમ બોલ્ડ લુક આપવામાં આવ્યો છે, જેનાથી બીએમડબ્લ્યુ અને ઓડી જેવી લક્ઝરી કાર જેવી લાગી રહી છે. ટાટા મોટર્સ દ્વારા આ કોન્સેપ્ટ કાર ‘અવિન્યા’ નું જે ટીઝર લોન્ચ કર્યું છે એમાં બતાવવામાં આવ્યું છે કે આ કારની ડ્રાઇવર અને ફ્રન્ટ પેસેન્જર સીટ 360 ડીગ્રી ફરતી હશે. આ ઉપરાંત આ કોન્સેપ્ટ કારમાં પગની જગ્યાનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ કોન્સેપ્ટ કારનું ઇન્ટીરિયર એવું બનાવવામાં આવ્યું છે કે એમાં મુસાફરી કરનારને આરામદાયક લાગે. કંપનીએ આ માટે મિડલ હૈદરાબાદ પાસે એરોમા ડિફ્યુઝર પણ આપવામાં આવ્યું છે. સૌથી મહત્વની બાબત એ છે કે આ કોન્સેપ્ટ કારના ઇન્ટીરિયરમાં કોઇપણ પ્રકારના ભડકીલા રંગનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.
ટાટા મોટર્સની અવિન્યાની ડિઝાઈન ફ્યુચરીસ્ટિક
ટાટા મોટર્સે વિશ્વ સમક્ષ રજૂ કરેલી તેની કોન્સેપ્ટ કાર અવિન્યાની ડિઝાઇનને કંપની દ્વારા એકદમ ફ્યુચરિસ્ટિક બનાવવામાં આવી છે. એને સરળ અને મિનિમલિસ્ટિક રાખવામાં આવ્યું છે. ટાટા મોટર્સની આ કોન્સેપ્ટ કારના સ્ટીયરિંગ વ્હીલ પર ટચ પેનલ આપવામાં આવી છે અને જેના પરથી કારની બધી જ સુવિધાઓને કંટ્રોલ કરવામાં આવી શકે છે. કારનું ડેશબોર્ડ અદભૂત છે જે એક સંપૂર્ણ સાઉન્ડ બાર છે, જે આ કોન્સેપ્ટ કારને એક લક્ઝુરિયસ કાર બનાવે છે. ટાટા મોટર્સની આ કોન્સેપ્ટ કાર ‘અવિન્યા’ માં દરેક મુસાફરના હેડરેસ્ટ પર સ્પીકર આપવામાં આવ્યા છે, જેથી દરેક મુસાફરને સંગીત સાંભળતી વખતે વ્યક્તિગત અનુભવ થાય. આ ઉપરાંત ટાટા મોટર્સની આ કોન્સેપ્ટ કાર ‘અવિન્યા’ ની વિન્ડસ્ક્રીન ખાસી મોટી છે અને એ વિન્ડસ્ક્રીન સનરૂફ સાથે એવી રીતે ભળી જાય છે કે એવું લાગે છે કે એ આખી એક સ્ક્રીન છે. ‘અવિન્યા’ ના એલોય વ્હીલ્સ ટાટા કર્વના વ્હીલના કેટલાક ટચ છે, પરંતુ એના ફ્લોવર ડિઝાઇનથી અલગ દેખાય છે.
‘અવિન્યા’ નામનો અર્થ શું થાય ?
ટાટા મોટર્સ દ્વારા વિશ્વ સમક્ષ રજૂ કરવામાં આવેલી કોન્સેપ્ટ ઇલેક્ટ્રિક કારના મોડેલનું નામ ‘અવિન્યા’ રાખવામાં આવ્યું છે ત્યારે પ્રશ્ન એ પણ થાય કે અવિન્યા શબ્દનો અર્થ શું થાય. આ બાબતે ટાટા મોટર્સના એમડી શૈલેષ ચંદ્રાએ જણાવ્યું હતું કે ‘અવિન્યા’ આ શબ્દ સંસ્કૃત ભાષા પરથી ઊતરી આવેલો છે. જેનો અર્થ ‘નવીનતા’ થાય છે. આ ઉપરાંત આ કારના નામમાં IN આવે છે જે ભારતની ઓળખાણ છે. ટાટા મોટર્સના એમડી શૈલેષ ચંદ્રાએ વધુમાં જણાવ્યું હતું કે અવિન્યાને ભવિષ્ય અને સુખાકારીના સંગમના કોન્સેપ્ટને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. આ કાર મુસાફરી દરમિયાન એમાં બેઠેલા મુસાફરોને રાહત આપવાનું કામ પણ કરશે.