- ભારત રજૂ કરશે પોતાનું બ્રાઉઝર
- વિદેશી બ્રાઉઝરના માર્કેટ ઉપર નજર
- ભારતમાં સૌથી વધુ લોકપ્રિય ક્રોમ બ્રાઉઝર
ભારત પોતાનું બ્રાઉઝર લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે
આત્મનિર્ભર ભારત યોજના અંતર્ગત ભારત ટેકનોલોજી ક્ષેત્રે આધુનિકરણ તરફ પ્રગતિ કરી રહ્યું છે જેમાં મેક ઇન ઇન્ડિયા યોજનાનો મોટો ફાળો છે. આવનારા સમયમાં ભારત સરકાર દેશનું પોતાનું બ્રાઉઝર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. ભારતના પોતિકા બ્રાઉઝરનું નામ ‘આત્મનિર્ભર બ્રાઉઝર’ હશે. ભારતનું પોતાનું બ્રાઉઝર વર્તમાનમાં ઉપલબ્ધ ગુગલ ક્રોમ, મોઝિલા ફાયરફોક્સ, માઇક્રોસોફ્ટ એજ, ઓપેરા અને અન્ય બ્રાઉઝરોને ટક્કર આપશે એવું માનવામાં આવી રહ્યું છે. આ વેબ બ્રાઉઝર તૈયૈર કરવા માટે 3 કરોડ રૂપિયાના ફંડની વ્યવસ્થા કરવામાં આવી છે. બ્રાઉઝર ડેવેલપ કરવાની પ્રક્રિયાની તકેદારી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ આઇટી મિનિસ્ટ્રી અને તેના સંબંધિત વિભાગો દ્વારા કરવામાં આવશે.
ભારતમાં કયા બ્રાઉઝર્સનો હિસ્સો કેટલો છે ?
ભારતનું ઇન્ટરનેટ બજાર ખૂબ વિશાળ છે જે લગભગ 850 મિલિયન વપરાશકર્તાઓધરાવે છે જેમાં, ગુગલનું ક્રોમ બ્રાઉઝર 88.47 ટકા બજાર હિસ્સો ધરાવે છે અને અગ્રેસર છે. સફારી બ્રાઉઝર 5.22 ટકા સાથે બીજા નંબરે, ત્યારબાદ અનુક્રમે માઇક્રોસોફ્ટ એજ 2 ટકા, સેમસંગ ઇન્ટરનેટ 1.5 ટકા, મોઝિલા ફાયરફોક્સ 1.28 ટકા અને અન્ય બ્રાઉઝર્સ 1.53 ટકા હિસ્સો ધરાવે છે છે. સરકાર એવી અપેક્ષા રાખી રહી છે કે 2024ના અંત સુધીમાં સ્વદેશી વેબ બ્રાઉઝરનો વિકસિત કરીને લોન્ચ કરી શકાય. સરકારે આ માટે સ્થાનિક સ્ટાર્ટઅપ્સ, શૈક્ષણિક સંસ્થાઓ અને કોર્પોરેશનોને કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રિત કર્યા છે અને વિકાસ પ્રક્રિયા દરમિયાન પસંદ કરેલી પિચોને સમર્થન આપશે. અન્ય એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, “સરકાર સ્થાનિક વેબ બ્રાઉઝર્સને અપનાવવામાં પણ મદદ કરશે. તેઓએ માત્ર વેબ 3 સુસંગત હોવું જરૂરી નથી અને ક્રિપ્ટો ટોકન્સ દ્વારા ડિજિટલ હસ્તાક્ષર સક્ષમ કરવા પડશે, પરંતુ ભારતીય ભાષાઓ માટે સપોર્ટ જેવી સ્વદેશી સુવિધાઓ પણ હશે.”