Viral Video
Spread the love

સોશ્યલ મીડિયા આવ્યા બાદ ચિત્ર-વિચિત્ર પ્રકારના વિડીયો વાયરલ (Viral Video) થતા હોય છે. ક્યારેક ડાન્સ ક્યારેક સ્ટંટના તો વળી ક્યારેક કોઈ દુઘટનાના વિડીયો વાયરલ (Viral Video) થતા જોવા મળે છે. ઘણી વખત એવા વિડીયો વાયરલ થતા જોવા મળી જાય છે જેમાં ઝગડો થયો હોય, ક્યારેક ઝગડામાં કોમેડી તો ક્યારેક કરુણતા જોવા મળી જાય છે. જેમાં બે યુવતીઓ એકબીજા સાથે લડતી હોય એવો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

વિચિત્ર લાગતા આ વિડીયોમાં દેખાતી ઘટના ક્યાં ઘટી તેની કોઇ જાણકારી નથી મળી રહી પરંતુ વિડીયોમાં દેખાતી ઘટના સત્ય હોવાની સંભાવના વધારે છે. વાયરલ વિડીયોમાં (Viral Video) બે યુવતીઓ જોરદાર ઝગડતી લડતી જોવા મળી રહી છે. લડાઈ દરમિયાન કંઈક એવું બને છે જેની કોઈને કલ્પના પણ ન કરી હોય. આ વિડીયો વાયરલ થતાની સાથે જ ચર્ચામાં આવી ગયો છે.

મુકા-લાત કરતી યુવતીઓની લડાઈનો વિડીયો વાયરલ (Viral Video)

વાયરલ વીડિયોમાં (Viral Video) દેખાઈ રહ્યું છે કે કોઈ બાબતને કારણે બે યુવતીઓ એકબીજા સાથે ઝગડી રહી છે. વાયરલ વિડીયોમાં (Viral Video) જોવા મળે છે કે બંને યુવતીઓ એકબીજાને માર મારી રહી છે, બાથંબાથ કરી રહી છે, એકબીજા પર મુક્કા-લાતો વરસાવી રહી છે. આસપાસમાં કેટલીક યુવતીઓ તેમને જોઈ રહી છે પરંતુ કોઈ વચ્ચે પડતી જોવા મળતી નથી. લડાઈમાં એક યુવતી અન્ય યુવતીને એવો જબરદસ્ત ધક્કો મારે છે જેને પરિણામે તે બાજુમાં ખુલ્લા નાળામાં પટકાય છે. જોકે નાળામાં પડી ગયેલી યુવતીને ઉપસ્થિત અન્યો એક્બીજાની સહાયથી બહાર કાઢતા પણ જોવા મળી રહ્યા છે. અહિં જુઓ વિડીયો

માત્ર 39 સેકન્ડનો આ વિડીયો સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ X ઉપર @gharkekalesh હેન્ડલ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વિડીયોને અત્યાર સુધી દોઢ લાખ કરતા વધારે લોકોએ જોયો છે અને અનેક લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે પ્રતિક્રીયા આપી કે આ સમગ્ર બાબતમાં ભૂલ ત્યાં મુકદર્શક બનીને જોઈ રહેલા ઉપસ્થિત લોકોની છે. અન્ય એક યુઝરે લખ્યું કે આવી રીતેની લડાઈ તો અમે છોકરાઓ પણ નથી કરી શકતા.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

4 thoughts on “Viral Video: 2 યુવતીઓની રસ્તા વચ્ચે મુક્કા-લાતવાળી જબરદસ્ત લડાઈ, એક યુવતીએ ગુસ્સામાં કરી એવી હરકત… વાયરલ વિડીયો”
  1. […] ખડકો બિલ્કુલ સાપના આકારના દેખાય છે. આ વાયરલ વીડિયો (Viral Video) જોયા પછી, લોકો ડરી ગયા અને કહેવા […]

  2. […] વાયરલ વીડિયોમાં (Viral Video) સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ફેક્ટરીમાં કામ કરતો રોબોટ (Robot) અચાનક બેકાબૂ થઈ જઈ રહ્યો છે અને નજીકમાં ઉભેલા કર્મચારીઓ ઉપર હુમલો કરવા લાગ્યો. રોબોટ હિંસક બનતાની સાથે જ ઘટનાસ્થળે ઉપસ્થિત લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને ઘણા લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-તહીં દોડતા જોવા મળ્યા હતા. […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *