– ભારતીય મહિલા ક્રિકેટર હરલીન દેઓલે બાઉન્ડ્રી ઉપર ઝડપ્યો ફ્લાઈંગ કેચ
– હરલીન દેઓલના અદભૂત ફ્લાઈંગ કેચ ઉપર ક્રિકેટ જગત આફરિન
– સચિન તેંડુલકરે ગણાવ્યો ‘કેચ ઓફ ધ યર’
ઈંગ્લેન્ડ સામેની ટી-20 મેચમાં હરલીન દેઓલે ઝડપ્યો ફ્લાઈંગ કેચ
ભારતની મહિલા ક્રિકેટ ટીમ હમણાં ઈંગ્લેન્ડના પ્રવાસે છે. ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન ભારતીય મહિલા ક્રિકેટ ખેલાડીઓ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહી છે. ઈંગ્લેન્ડ સામેની પ્રથમ T-20 મેચમાં ભારતીય મહિલા ક્રિકેટર હરલીન દેઓલે બાઉન્ડરી ઉપર અદભૂત ફ્લાઈંગ કેચ ઝડપ્યો હતો. આ કેચ ઉપર ક્રિકેટ જગત આફરિન પોકારી ઊઠ્યું છે. આ પહેલા વરિષ્ઠ ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાએ એક અશક્ય કહી શકાય એવો કેચ છલાંગ લગાવીને પકડ્યો હતો.
હરલીન દેઓલના અદભૂત ફ્લાઈંગ કેચ ઉપર ક્રિકેટ જગત આફરિન
ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન ભારતીય મહિલા ક્રિકેટર પ્રસંશનીય પ્રદર્શન કરી રહી છે. ઈંગ્લેન્ડ સામેની પ્રથમ T-20 મેચમાં ઇંગ્લેન્ડની ઇનિંગની 19 મી ઓવરમાં એમી જોન્સે જબરદસ્ત ફટકો માર્યો હતો પ્રથમ નજરે છગ્ગો જ જશે એવું સૌ માનતા હતા ત્યારે જ ભારતીય ખેલાડી હરલીન દેઓલે બાઉન્ડરી લાઈન ઉપર જ બાજની જેમ છલાંગ લગાવીને કેચ ઝડપી લીધો હતો. જોકે આ મેચ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ 18 રનથી પરાજિત થઈ હતી પરંતુ હરલીન દેઓલ ભારતની ‘સુપર વુમન’ બની ગઈ હતી અને ઉપસ્થિત સૌના હ્રદય જીતી લીધા હતા. હરલીન દેઓલનો ફ્લાઈંગ કેચ ઈંગ્લેન્ડ ક્રિકેટ ના ઓફિસિયલ ટ્વીટર હેન્ડલ પર ટ્વીટ કરવામાં આવ્યો છે.
A fantastic piece of fielding 👏
— England Cricket (@englandcricket) July 9, 2021
We finish our innings on 177/7
Scorecard & Videos: https://t.co/oG3JwmemFp#ENGvIND pic.twitter.com/62hFjTsULJ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું ‘Phenomenal. Well Done’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા ક્રિકેટ ખેલાડી હરલીન દેઓલે બાઉન્ડરી ઉપર ઝડપેલા અદ્વિતીય કેચના વખાણ કર્યા હતા અને ઈન્ટાગ્રામના mygov પર લખ્યું હતું ‘Phenomenal. Well Done’


અનેક ક્રિકેટરોએ હરલીન દેઓલના અદભૂત ફ્લાઈંગ કેચના વખાણ કર્યા
હરલીન દેઓલના અદભૂત ફ્લાઈંગ કેચના વખાણ અનેક ક્રીકેટરોએ કર્યા છે. ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરે હરલીનના કેચને ‘કેચ ઓફ ધ યર’ ગણાવ્યો છે.
That was a brilliant catch @imharleenDeol. Definitely the catch of the year for me!pic.twitter.com/pDUcVeOVN8
— Sachin Tendulkar (@sachin_rt) July 10, 2021
વીવીએસ લક્ષ્મણે ‘ટોપ ક્લાસ’ ગણાવ્યો હરલીન દેઓલનો ફ્લાઈંગ કેચ
As good a catch one will ever see on a cricket field, from Harleen Deol. Absolutely top class. https://t.co/CKmB3uZ7OH
— VVS Laxman (@VVSLaxman281) July 10, 2021
હરભજનસિંહે ‘Simply outstanding’ ગણાવ્યો
Take a bow 🙇♂️ @imharleenDeol that’s simply outstanding 👏👏 keep it up https://t.co/JdFE0PAHOI
— Harbhajan Turbanator (@harbhajan_singh) July 9, 2021