- 1983ની વિશ્વકપ વિજેતા ટીમના હીરો રહ્યા
- ભારતીય ક્રિકેટ ટીમ વતી 1978 થી 1985 સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા
- યશપાલ શર્માના નિધનના સમાચાર સાંભળી કપિલદેવ આંસુ ન રોકી રોકી શક્યા
પૂર્વ ભારતીય ક્રિકેટર શર્માનું મંગળવારે સાવરે હાર્ટ અટેકના કારણે નિધન થયું. યશપાલ શર્મા તે સમયે ભારતીય ટીમનો ભાગ હતા જ્યારે 1983માં ભારતે પ્રથમ વખત વિશ્વકપ જીત્યો હતો. યશપાલ શર્માના નિધનના કારણે સમગ્ર રમત જગતમાં શોકનો માહોલ છવાયો છે.
1983 માં પ્રથમ વખત વિશ્વકપ વિજેતા બનેલી ભારતીય ટીમના હીરો સમાન ખેલાડી યશપાલ શર્માનું 66 વર્ષની વયે મંગળવારે સવારે હાર્ટ અટેકના કારણે અવસાન થયું. તેમનો જન્મ 11 ઓગસ્ટ 1954 માં પંજાબમાં થયો હતો. પંજાબની શાળા તરફથી રમતી વખતે જમ્મુ કશ્મીરની ટીમ સામે તેઓએ 260 રનનો સ્કોર કર્યો તે પછી તેઓ ચર્ચામાં રહેવા લાગ્યા.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ
યશપાલ શર્માએ 1979 માં ઈંગ્લેડ વિરુદ્ધની મેચમાં લોર્ડ્સમાં ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. 1983 માં છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. યશપાલ શર્માએ 1978 માં પાકિસ્તાન સામે પ્રથમ વનડે મેચ રમીને આંતરરાષ્ટ્રીય વન-ડે ક્રિકેટમાં પગલું ભર્યું હતું અને 1985 માં છેલ્લી વનડે મેચ રમી હતી.
1983ના વિશ્વકપની પ્રથમ જીતના હીરો
1983માં વેસ્ટ ઈન્ડિઝ સામે વિશ્વકપની સૌથી પહેલી મેચમાં યશપાલ શર્માએ 89 રનની બનાવ્યા હતા આ મેચ ભારત જીતી ગયું હતું આ મેચમાં ભારતને જીત અપાવનાર હીરો યશપાલ શર્મા હતા. આ સિવાય સેમી ફાઇનલમાં ઈંગ્લેડ સામેની મેચમાં પણ તેમણે 61 રન બનાવ્યા હતા. દિલ્લીમાં બેટ્સમેન ટુર્નામેંટ દરમિયાન કપિલદેવ સિવાય ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બીજા નંબરના બેટ્સમેન હતા. ચેન્નાઈમાં ઈંગ્લેડ વિરુદ્ધ રમાયેલી ટેસ્ટ મેચમાં તેમણે 140 રન સાથે તેમનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો
ક્રિકેટ કારકિર્દી
યશપાલ શર્માએ ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા કુલ 37 ટેસ્ટ મેચમાં 33.5 ની એવરેજ સાથે 1606 રન બનાવ્યા છે. 42 વન ડે મેચમાં 28.5 ની એવરેજથી 883 રન બનાવ્યા છે જેમાં તેમનો સ્ટ્રાઇક રેટ 63.0 છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 160 મેચ રમીને 8933 રન 44.9 ની એવરેજથી બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં 16, વન ડેમાં 10 અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 92 કેચ કર્યા છે. યશપાલ શર્મા એક સારા ચેંજ બોલર પણ હતા તેમણે ટેસ્ટ ક્રિકેટમાં તથા વનડે ક્રિકેટમાં 1-1 વિકેટ ઝડપી છે. જ્યારે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 47 વિકેટ ઝડપી છે. 1983 ના વિશ્વકપ બાદ તેમની કારકિર્દીનો સુર્ય આથમતો ગયો. પહેલા તેમણે ટેસ્ટ મેચની ટીમમાંથી બહાર કરવામાં આવ્યા અને તે પછી તેઓ વાપસી ન કરી શક્યા.
1983ની વિશ્વ કપ વિજેતા ટીમે યાદ કર્યા
1983ની વિશ્વકપ વિજેતા ટીમમાં યશપાલ સાથે સામેલ ભારતીય ક્રિકેટર મદનલાલ ઘણા શોકગ્રસ્ત છે તેઓ આ સમાચાર પર વિશ્વાસ નથી કરી શક્યા. તેમણે કહ્યું કે ટીમના અન્ય સદસ્યો પણ આ સમાચાર પર વિશ્વાસ નથી કરી શકતા. પૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદે કહ્યું કે આજે અમારો પરિવાર વિખેરાઈ ગયો, 1983 માં યશપાલ શર્માએ જ વિશ્વકપ જીતવાનો એજન્ડા તૈયાર કર્યો હતો. 25 જૂન તેમણે યક્ષપાલ સાથે મુલાકાત કરી હતી ત્યારે તેઓ ઘણા ખુશ હતા. તેમણે જણાવ્યું કે યશપાલ તેમની ટીમના સૌથી તંદુરસ્ત ખેલાડીઓમાંના એક હતા. કીર્તિ આઝાદ એ જણાવ્યું કે સવારે મોર્નિંગ વોક કરીને પરત ફર્યા ત્યારે યશપાલને છાતીમાં દુખાવો થયો હતો તેથી તેમણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને હાર્ટ અટેકના કારણે તેમનું અવસાન થયું. 1983ની વિશ્વકપ વિજેતા ટીમના કેપ્ટન કપિલદેવ યશપાલ શર્માના નિધનના સમાચાર સાંભળીને આંસુ રોકી શક્યા નહતા. સચિન તેંડુલકરે ટ્વીટર ઉપર આપી શ્ર્દ્ધાંજલિ.
વિરેન્દ્ર સહેવાગે ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યું
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ યશપાલ શર્માના નિધન પર તેમના પરિવારને ઈશ્વર દુખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી શ્ર્દ્ધાંજલિ પાઠવી