ઓપરેશન સિંદૂર (Operation Sindoor) હેઠળ ભારતે 10 મેના રોજ પાકિસ્તાનના નૂર ખાન એરબેઝ સહિત અનેક સ્થાનો ભારતીય બેલિસ્ટિક મિસાઈલ હુમલાનો પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે સ્વીકાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને શરૂઆતમાં તેનો ઈનકાર કર્યો હતો, પરંતુ હવે તેણે તેનો સ્વીકાર કરી લીધો છે. આ હુમલાને કારણે પાકિસ્તાનને યુદ્ધવિરામની અપીલ કરવાની ફરજ પડી.
દેવલિપિ ન્યુઝના અપડેટ મેળવવા વોટ્સએપ ચેનલ ફોલો કરો
પહલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો હતો. 6 અને 7 મેના રોજ ભારત દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર (Operation Sindoor) પછી, પાકિસ્તાન ગભરાઈ ગયું હતું અને હુમલો કરવાના નિષ્ફળ પ્રયાસો કરી રહ્યું હતુ. પાકિસ્તાને ભારત પર હુમલો કરવા માટે ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કર્યો હતો પરંતુ ભારતીય સંરક્ષણ પ્રણાલી દ્વારા તેનો નાશ કરવામાં આવ્યો હતો.

ઓપરેશન સિંદૂર (Operation Sindoor) દ્વારા જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ 13 માંથી 11 પાકિસ્તાની એરબેઝને નિશાન બનાવ્યા જેમાં પાકિસ્તાનને મોટું નુકસાન થયું હતુ. જોકે શરૂઆતમાં પાકિસ્તાન હુમલાને નકારી રહ્યું હતું, પરંતુ હુમલાના લગભગ 8 દિવસ પછી, પાકિસ્તાની પીએમ શાહબાઝ શરીફે પણ સ્વીકાર્યું કે ભારતે પાકિસ્તાનને ઘરમાં ઘુસીને ખરાબ રીતે ફટકાર્યું છે.
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે સ્વીકાર્યું છે કે 10 મેના રોજ ભારતીય બેલિસ્ટિક મિસાઇલોએ નૂર ખાન એરબેઝ અને અન્ય સ્થળોને નિશાન બનાવ્યા હતા. શરીફે કહ્યું કે આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે તેમને હુમલા વિશે જાણ કરી હતી.
દેવલિપિ ન્યુઝના અપડેટ મેળવવા વોટ્સએપ ચેનલ ફોલો કરો
પાકિસ્તાનની કબૂલાત
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે કહ્યું કે 9-10 મેની રાત્રે લગભગ 2:30 વાગ્યે, જનરલ સૈયદ અસીમ મુનીરે મને સિક્યોર લાઈન પર ફોન કર્યો અને મને જાણ કરી હતી કે, ભારતની બેલિસ્ટિક મિસાઇલોથી નૂર ખાન એરબેઝ અને કેટલાક અન્ય વિસ્તારો ઉપર હુમલો કર્યો છે. ભારતીય વાયુસેનાએ પોતાના દેશની સુરક્ષા માટે સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો જ્યારે પાકિસ્તને ચીની ફાઇટર પ્લેનમાં આધુનિક ગેજેટ્સ અને ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો.

પાકિસ્તાન શરૂઆતમાં દાવો કરી રહ્યું હતું કે ભારતીય હુમલામાં પાકિસ્તાનને કોઈ નુકસાન થયું નથી. જોકે, આ નુકસાનની તસવીરો આખી દુનિયાએ જોઈ છે. આ પછી પણ, પાકિસ્તાન, સેના અને પીએમ શાહબાઝ પણ એ સ્વીકારવા તૈયાર નહોતા કે ભારતીય હુમલાથી તેમને નુકસાન થયું છે.
ભારતનો દાવો સાચો સાબિત થયો
ભારત-પાકિસ્તાન તણાવ પછી ભારતે ઓપરેશન સિંદૂર (Operation Sindoor) દ્વારા પાકિસ્તાનમાં તબાહી મચાવ્યા બાદ 10 તારીખે યુદ્ધવિરામ અંગે વાટાઘાટો શરૂ કરવામાં આવી હતી. આ પહેલા ભારતે એરબેઝને નિશાન બનાવ્યા હતા. આ હુમલામાં પાકિસ્તાનનું નૂર ખાન એરબેઝ ખરાબ રીતે નાશ પામ્યું હતું. ભારતે એ જ દિવસે કહ્યું હતું કે પાકિસ્તાન શાંતિની વાત કરી રહ્યું છે કારણ કે નૂર ખાન ગંભીર રીતે નુકશાન થયું હતું. હવે પાકિસ્તાનના વડા પ્રધાને પણ આ વાત સ્વીકારી લીધી છે.

ભારતના ઓપરેશન સિંદૂર (Operation Sindoor) બાદ પાકિસ્તાન આવ્યું ઘુંટણીયે
ઓપરેશન સિંદૂરની (Operation Sindoor) કાર્યવાહી દ્વારા ભારતે થોડા જ કલાકોમાં પાકિસ્તાનને ઘૂંટણિયે પાડી દીધું હતું અને પરિસ્થિતિ એવી બની ગઈ કે પાકિસ્તાને યુદ્ધ નહીં પણ શાંતિની અપીલ કરવાનું શરૂ કર્યું. પાકિસ્તાનની હાલત એવી થઈ ગઈ છે કે ગઈકાલ સુધી આંખથી આંખ મિલાવીને વાત કરવાનું રટણ કરતા પીએમ શાહબાઝ શરીફ આજે પોતાની હાર સ્વીકારી રહ્યા છે. પાકિસ્તાન ભારતના હવાઈ હુમલા અને પ્રત્યુત્તરને ક્યારેય ભૂલી નહીં શકે. આ જ કારણ છે કે પાકિસ્તાન હવે ભારત સાથે ગડબડ કરવા માંગતું નથી. ભારતે પાકિસ્તાન પર હુમલો કરવા માટે 15 બ્રહ્મોસ મિસાઇલોનો ઉપયોગ કર્યો હતો.
પાકિસ્તાન પોતાના મોટાભાગના હથિયારો નૂર ખાન એરબેઝમાં રાખે છે અને તેના વિનાશ પછી, પાકિસ્તાની સેનાના ઘણા મહત્વપૂર્ણ લડાકુ વિમાનો ઉડી શક્યા નહીં, આ જ કારણ છે કે પાકિસ્તાને યુદ્ધવિરામની અપીલ કરી હતી.
દેવલિપિ ન્યુઝના અપડેટ મેળવવા વોટ્સએપ ચેનલ ફોલો કરો
[…] માહિતી મોકલી હતી, જેમાં ભારતના લશ્કરી ઓપરેશન સિંદૂરનો (Operation Sindoor) પણ સમાવેશ થાય […]
[…] છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ઓપરેશન સિંદૂર (Operation Sindoor) અને પરિણામે દેશમાં સર્જાયેલી […]
[…] સંઘર્ષ ઓપરેશન સિંદૂર (Operation Sindoor) દરમિયાન પાકિસ્તાનના સમર્થનમાં […]
[…] ભારતે પ્રત્યુત્તર આપતા 6-7 મેની રાત્રે ઓપરેશન સિંદૂર (Operation Sindoor) લોંચ કર્યું હતું જેમાં પીઓકેમાં 9 […]
[…] રાહુલ આર. સિંહે સ્વીકાર્યું છે કે ઓપરેશન સિંદૂર (Operation Sindoor) દરમિયાન ભારતે ચાઈનીઝ મિસાઈલો સામે S-400 […]
[…] સંસદમાં ઓપરેશન સિંદૂર (Operation Sindoor) પર ચર્ચા થઈ રહી છે. વિપક્ષની (Opposition) […]