ઘણી વખતે વાયરલ વિડીયો (Viral Video) માનવ સ્વભાવની ઓળખ કરાવતા હોય છે. ઓનલાઈન ડિલિવરી સુવિધા શરૂ થઈ છે, ત્યારથી લોકો એટલા આળસુ થઈ ગયા છે કે ઘણી વખતે આવશ્યક ન હોય અથવા પોતે કરી શકતા હોય છતા ઓનલાઈન ઓર્ડર આપવાનું શરૂ કરી દે છે. જેમ જેમ સુવિધાઓ વધતી ગઈ છે તેમ તેમ આળસ ઘર કરતી ગઈ હોય એવું જણાય છે. આજ લોકો સુવિધાનો ઉપયોગ કરીને રૂમમાંથી બહાર પણ નીકળતા નથી અને ઘરમાં બેસીને જ પોતાનો સામાન મંગાવતા રહે છે. આવા જ એક આળસુ કહી શકાય એવા વ્યક્તિએ પોતાના આળસપણાનું એવું ઉદાહરણ રજૂ કર્યું કે લોકો તેની આળસ જોઈને આશ્ચર્ય પામી ગયા છે.

આ કિસ્સો ડિલીવરી કરી આપતી એક કંપનીના એક ડિલિવરી બોયે વિડિયો (Viral Video) શેર કરીને દર્શાવ્યો છે. જે વાયરલ થયો છે. ડિલિવરીનો ઓર્ડર કરનાર વ્યક્તિની ઘટના વર્ણવતા જણાવ્યું કે અહીં તમે જોઈ શકો છો કે પૃથ્વી પર કોઈ વ્યક્તિ કેટલો આળસુ હોઈ શકે છે.
ડિલિવરીમેનનો વાયરલ વિડીયો (Viral Video)
ઘટના એવી છે કે લખનૌની એક સોસાયટીમાં રહેતા એક વ્યક્તિને તેના એક પરિચિત પાસેથી વિડિયો ગેમ પ્લેયર મંગાવવાની હતી. જેના માટે તેણે પોર્ટર એપ પર ડિલિવરી સેવા બુક કરાવી હતી. જે પછી પોર્ટર એપનો ડિલિવરી બોય તે ગેમ પ્લેયર સુધી પહોંચાડવા માટે આવે છે. જ્યારે પોર્ટર એપનો ડિલિવરી બોય ડ્રોપ લોકેશન જુએ છે, ત્યારે તે સ્તબ્ધ થઈ જાય છે અને આ ઘટનાનો વિડિયો બનાવવાનું નક્કી કરે છે. વાયરલ વિડિયોમાં Viral Video તે કહે છે કે એક વ્યક્તિએ પોર્ટર એપ પરથી ડિલિવરી સેવા બુક કરાવી હતી. જેને તેની પોતાની સોસાયટીમાં એક ટાવરથી બીજા ટાવરમાં સામાન પહોંચાડવા માટે બુક કરાવ્યું છે.
In a hilarious viral video a porter delivery person shared a quirky experience where he was asked to deliver a parcel from tower 17 to tower 19 of the same society barely a 2 minute walk.
— Neetu Khandelwal (@T_Investor_) April 14, 2025
pic.twitter.com/7bJva2Q0sH
વિડિયોમાં તે માણસે ટાવર તરફ ઈશારો કર્યો અને કહ્યું કે આ સામાનને સોસાયટીની અંદર જ બનેલા ટાવર નંબર 17માંથી પિક કરવાનો હતો અને તેની બાજુમાં આવેલા ટાવર નંબર 19માં પહોંચાડવાનો હતો. માંડ 2 મિનિટના અંતરેથી સામાન ઉપાડવાનો અને લેવાનો હતો. આ માટે પણ આ આળસુ વ્યક્તિએ ડિલિવરી સર્વિસ બુક કરાવી. વિડિયોમાં ડિલિવરી બોયે કહ્યું કે આ ઘટના લખનઉની છે. આ વિડિયો ડિલિવરી બોય દ્વારા પોતે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ @badka_chetan પરથી શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોયો છે અને હજારો લોકોએ તેને લાઈક કર્યો છે. ઘણા લોકોએ આ વિડિયો પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી છે.


[…] ઘાટ પર થયેલા એક દુઃખદ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 14 […]