Sambhal
Spread the love

સંભલના (Sambhal) નરૌલી શહેરમાં દિવાલો પર ‘ફ્રી ગાઝા, ફ્રી પેલેસ્ટાઇન’ પોસ્ટરો લગાવવામાં આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે. પોલીસે કેસની તપાસ શરૂ કરી દીધી છે અને સીસીટીવી ફૂટેજના આધારે છથી સાત લોકોની ઓળખ કરવામાં આવી છે.

સંભલ (Sambhal) જિલ્લાના બનિયાથેર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના નરૌલી કસ્બામાં સ્થાનિક દુકાનોની આસપાસ દિવાલો પર ‘ફ્રી ગાઝા, ફ્રી પેલેસ્ટાઇન’ લખેલા પોસ્ટરો લગાવવામાં આવ્યા બાદ પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે. પોલીસે રવિવારે જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજના આધારે આ કેસમાં છથી સાત લોકોની ઓળખ કરવામાં આવી ચુકી છે.

સમાચાર એજન્સી પીટીઆઈ (PTI) અનુસાર, સંભલમાં (Sambhal) લાગેલા પોસ્ટરોમાં કથિત રીતે એક ચોક્કસ સમુદાયને ઈઝરાયલી વસ્તુઓનો બહિષ્કાર કરવા અને ખરીદવાનું ટાળવાની અપીલ પણ શામેલ હતી. બનિયાથેર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર (SHO) રામવીર સિંહે રવિવારે જણાવ્યું હતું કે પોસ્ટરોનો મામલો થોડા દિવસો પહેલા પ્રકાશમાં આવ્યો હતો અને હાલમાં આ મામલો તપાસ હેઠળ છે. એસએચઓએ (SHO) જણાવ્યું કે સીસીટીવી ફૂટેજ વિશ્લેષણ દ્વારા છ થી સાત લોકોની ઓળખ કરવામાં આવી છે. આ ઉપરાંત જ્યાં પોસ્ટરો લગાવવામાં આવ્યા છે તે સ્થળોની નજીકના દુકાનદારો પાસેથી પણ પોલીસે માહિતી એકત્રિત કરી છે.

સંભલમાં (Sambhal) લાગેલા પોસ્ટરમાં શું લખ્યું છે?

સંભલ (Sambhal) જિલ્લામાં દુકાનો, પોલીસ ચોકીઓ, મદરેસા અને વીજળીના થાંભલા જેવા ઘણા સ્થળોએ ‘ફ્રી ગાઝા, ફ્રી પેલેસ્ટાઇન’ ના નારાવાળા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરોમાં લખ્યું છે કે “હવે માત્ર ઈઝરાયલી વસ્તુઓનો જ નહીં પરંતુ તે બધી વસ્તુઓનો બહિષ્કાર કરવો જરૂરી છે જે કોઈપણ રીતે ઈઝરાયલ સાથે સંબંધિત છે.” પોસ્ટરમાં લોકોને ઈઝરાયલ સંબંધિત ઉત્પાદનો ન ખરીદવા અપીલ કરવામાં આવી છે. એટલું જ નહી પોસ્ટરમાં જેનાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે તે વસ્તુઓની યાદી પણ આપવામાં આવી છે.

હમાસના આતંકીઓ દ્વારા ઈઝરાયેલ ઉપર કરાયેલા કાયરતાપૂર્ણ બર્બર આતંકી હુમલા બાદ 7 ઓક્ટોબર 2023 થી પેલેસ્ટાઇનમાં ચાલી રહેલા હમાસ અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધીમાં હજારો લોકોનો ભોગ લેવાયો છે. ઈઝરાયલ દ્વારા હમાસના આતંકીઓએ બંધક બનાવાયેલાઓને છોડવા હમાસ ઉપર દબાણ ઉભુ કરવા સતત હવાઈ અને જમીની હુમલાઓને કારણે વિસ્તાર ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યો છે. હમાસના આતંકીઓ દ્વારા ઈઝરાયેલમાં આતંકી હુમલામાં 1200 જેટલા લોકોની હત્યા કરવામાં આવી હતી ત્યાર બાદ ઈઝરાયેલ-હમાસના યુદ્ધમાં એપીના અહેવાલ મુજબ અત્યાર સુધીમાં 51,000 થી વધુ પેલેસ્ટિનિયન નાગરિકોના મોત થયા છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

One thought on “સંભલમાં (Sambhal) લાગ્યા ‘ફ્રી ગાઝા, ફ્રી પેલેસ્ટાઇન’ લખેલા અને ઈઝરાયલી ઉત્પાદનોનો બહિષ્કાર કરતા લખાણવાળા પોસ્ટર, પોલીસે શરુ કરી તપાસ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *