રશિયા (Russia) ઉપર જાણે કુદરત રુઠી હોય એવું લાગે છે પહેલા 8.8 ની તીવ્રતાના ભૂકંપ (Earthquake) આવ્યો હવે જ્વાળામુખી (Volcano) ફાટી નીકળ્યો છે. રશિયાના (Russia) દૂર પૂર્વમાં સ્થિત ક્લ્યુચેવસ્કાયા જ્વાળામુખી (Klyuchevskaya Sopka Volvano) બુધવારે ફાટ્યો હતો. ભૂકંપના (Earthquake) થોડા કલાકો પછી આ વિસ્ફોટ થયો હતો.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
રશિયન ભૂ-ભૌતિક સર્વેક્ષણના અહેવાલ મુજબ, રશિયાના (Russia) દૂર પૂર્વમાં ક્લ્યુચેવસ્કાયા જ્વાળામુખી (Klyuchevskaya Sopka Volcano) બુધવારે ફાટી નીકળ્યો હતો. પ્રશાંત દરિયાકાંઠાના (Pacific Ocean) કેટલાક ભાગોમાં આવેલા પ્રચંડ ભૂકંપના (Massive Earthquake) થોડા કલાકો પછી જ આ વિસ્ફોટ થયો હતો. જ્વાળામુખીના (Volcano) વિસ્ફોટ બાદ પેસિફિક કિનારાના કેટલાક ભાગોમાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા.

ટેલિગ્રામ પર સર્વેમાં જણાવાયું હતું કે, “ક્લ્યુચેવસ્કાયા (Klyuchevskaya Sopka volcano) હમણાં જ ફાટી રહ્યો છે.” સર્વેમાં જ્વાળામુખીની (Volcano) ઉપર નારંગી જ્વાળાઓના ફોટા પોસ્ટ કરવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે “પશ્ચિમ ઢોળાવ પરથી લાલ ગરમ લાવા વહેતો જોવા મળી રહ્યો છે. જ્વાળામુખીની (Volcano) ઉપર એક તેજસ્વી ફ્લેશ અને વિસ્ફોટો દેખાઈ રહ્યા છે.”

રશિયામાં ભૂકંપ (Massive Earthquake in Russia)
બુધવારે સવારે રશિયાના (Russia) દૂર પૂર્વમાં 8.8 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ (Earthquake) આવ્યો હતો, જેના કારણે જાપાન (Japan), અમેરિકાના (America) હવાઈ (Hawai) અને પેસિફિક મહાસાગરમાં (Pacific Ocean) સુનામીના (Tsunami) મોજા ઉછળ્યા હતા. આ ભૂકંપ માર્ચ 2011 પછીનો વિશ્વનો સૌથી શક્તિશાળી ભૂકંપ (Massive Earthquake) માનવામાં આવે છે. ભૂકંપ (Earthquake) અને સુનામીના (Tsunami) કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર છે, જોકે કોઈ મોટું નુકસાન થયું નથી. અધિકારીઓએ લોકોને દરિયાકાંઠાથી દૂર રહેવાની ચેતવણી આપી છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

અમેરિકા (America), જાપાન (Japan) અને રશિયા (Russia) સહિત ઘણા પ્રદેશોમાં સુનામી (Tsunami) ચેતવણીનું સ્તર ઘટાડી દેવામાં આવ્યું હોવાથી ખતરો ટળી ગયો હોય તેવું લાગે છે, પરંતુ દક્ષિણ અમેરિકાના (South America) પેસિફિક કિનારે ચિલી (Chilie) અને કોલંબિયામાં (Columbia) નવી ચેતવણીઓને કારણે લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. યુએસ વેસ્ટ કોસ્ટના મોટાભાગના વિસ્તારોમાં સુનામીની (Tsunami) ચેતવણીઓ યથાવત રહી હોવા છતાં, યુએસ હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમે જણાવ્યું હતું કે સૌથી ખરાબ સમય પસાર થઈ ગયો છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

દરમિયાન, દૂર પૂર્વના રશિયન અધિકારીઓએ કામચાટકા (Kamchatka) દ્વીપકલ્પ અને કુરિલ ટાપુઓ (Kuril Island) પર એક શક્તિશાળી ભૂકંપ (Massive Earthquake) આવ્યા બાદ સુનામીની (Tsunami) ચેતવણી રદ કરી દીધી હતી. જોકે, તેમણે કહ્યું કે હજુ પણ થોડો ભય રહેલો છે.
रूस में भूकंप के बाद फटा ज्वालामुखी #Russia #earthquake #volcano #newsupdate pic.twitter.com/xMbfdpIChN
— News Nation (@NewsNationTV) July 31, 2025
રશિયાના (Russia) કટોકટી મંત્રાલયની પ્રાદેશિક શાખાએ કામચાટકાને (Kamchatka) લઈને ચેતવણી આપી હતી કે 7.5 ની તીવ્રતા સાથે આફ્ટરશોક્સ આવી શકે છે. તેમણે કહ્યું કે જ્યાં પ્રાદેશિક રાજધાની પેટ્રોપાવલોવસ્ક-કામચાટસ્કી સ્થિત છે તે અવાચા ખાડીમાં વધુ સુનામી (Tsunami) આવી શકે છે. આજે વહેલી સવારે, રશિયાના (Russia) કામચાટકા (Kamchatka) દ્વીપકલ્પ પર 8.8 ની તીવ્રતાના ભૂકંપના (Earthquake) કેન્દ્ર નજીકના બંદરો પાણીમાં ડૂબી ગયા હતા, જેના કારણે રહેવાસીઓને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.

રશિયન સમાચાર એજન્સી તાસ (TASS) એ ભૂકંપના કેન્દ્ર નજીકના સૌથી મોટા શહેર પેટ્રોપાવલોવસ્ક-કામચાત્સ્કીથી અહેવાલ આપ્યો છે કે ઘણા લોકો ડરના માર્યા પહેરેલે કપડે, જૂતા વગર રસ્તાઓ પર દોડી આવ્યા હતા. ઘરોમાં છાજલીઓ પડી ગઈ, કાચ તૂટી ગયા, ઈમારતો અને કાર જોરદાર રીતે ધ્રુજી ઉઠી. જુલાઈની શરૂઆતમાં, કામચટકા (Kamchatka) નજીક સમુદ્રમાં પાંચ શક્તિશાળી ભૂકંપ (Earthquake) આવ્યા હતા, જેમાંથી સૌથી શક્તિશાળી ભૂકંપની તીવ્રતા 7.4 હતી. 4 નવેમ્બર, 1952ના રોજ કામચાટકામાં (Kamchatka) આવેલા 9.0 ની તીવ્રતાના ભૂકંપમાં (Earthquake) વ્યાપક નુકસાન થયું હતું.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો