રશિયા-યુક્રેન યુદ્ધમાં કેરળના ત્રિશૂરના નાગરિક બિનિલ બાબુના મૃત્યુને વિદેશ મત્રાલયે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે. મંત્રાલયે તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ખાતરી આપી છે કે ભારતીય દૂતાવાસ મૃત ભારતીયોના નશ્વર દેહને શક્ય તેટલી વહેલી તકે ભારત પાછા લાવી શકાય તે માટે રશિયન સત્તાવાળાઓના સંપર્કમાં છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે રશિયા-યુક્રેન યુદ્ધમાં 12 ભારતીય નાગરિકો માર્યા ગયા છે અને 16 લાપતા છે.
12 Indians serving in Russian army against #Ukraine dead, 16 missing: MEA
— The Times Of India (@timesofindia) January 17, 2025
Read here 🔗 https://t.co/PjVNxYcmFb pic.twitter.com/DoDj8bs1PI
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, “બિનીલ બાબુનું મૃત્યુ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. અમે તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. અમારું દૂતાવાસ રશિયન અધિકારીઓના સંપર્કમાં છે જેથી તેમના પાર્થિવ દેહને શક્ય તેટલી વહેલી તકે ભારત પરત કરી શકાય. ઈજાગ્રસ્ત અન્ય એક વ્યક્તિની મોસ્કોમાં સારવાર ચાલી રહી છે. એવી આશા રાખવામાં આવી રહી છે કે તે તેની સારવાર પૂરી કરીને ટૂંક સમયમાં ભારત પરત ફરશે. આજની તારીખે (17 જાન્યુઆરી, 2025) રશિયન આર્મીમાં સેવા આપતા ભારતીય નાગરિકોના 126 કેસ નોંધાયા છે. આ 126 કેસમાંથી, 96 લોકો ભારત પરત ફર્યા છે અને રશિયન સશસ્ત્ર દળોમાંથી સેવા મુક્ત કરવામાં આવી છે.”
12 ભારતીયોએ જીવ ગુમાવ્યા
રણધીર જયસ્વાલે કહ્યું, “રશિયન સેનામાં 18 ભારતીય નાગરિકો છે અને તેમાંથી 16 કોઈ પત્તો મળ્યો નથી. રશિયન આર્મીએ તેમને લાપતા તરીકે વર્ગીકૃત કર્યા છે… આપણે જેઓ હજુ ત્યાં છે તેમની વહેલી મુક્તિ અને સ્વદેશ પરત મોકલવાની માંગ કરી રહ્યા છીએ. રશિયન સેનામાં ફરજ બજાવતા 12 ભારતીય નાગરિકો માર્યા ગયા છે.”
રશિયન આર્મીમાંના 18 ભારતીયોમાંથી 16 લાપતા
પ્રવક્તા રણધીર જયસ્વાલે વધુમાં જણાવ્યું હતું કે, “રશિયન આર્મીમાં ફરજ બજાવતા ભારતીય નાગરિકોના કુલ 126 કેસ આપણા ધ્યાનમાં આવ્યા છે અને તેમાંથી 96 લોકો ભારત પરત આવી ચૂક્યા છે. તેમને રશિયન સશસ્ત્ર દળો દ્વારા સેવા મુક્ત કરવામાં આવ્યા છે. 18 ભારતીય નાગરિકો હજુ પણ યુદ્ધમાં છે જેમાંથી 16 લોકોનો પત્તો લાગ્યો નથી. રશિયન અધિકારીઓએ જેમનો પત્તો લાગ્યો નથી તેમને ગુમ થયેલા લોકોની યાદીમાં સામેલ કર્યા છે.
રશિયન સરકાર સમક્ષ મુદ્દો ઉઠાવ્યો
આ અઠવાડિયાની શરૂઆતમાં, વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે તેણે રશિયન સરકાર સાથે આ મુદ્દો મજબૂત રીતે ઉઠાવ્યો છે. રશિયન મોરચા પર લડતી વખતે બિનિલ બાબુ માર્યા ગયા હોવાના અહેવાલના એક દિવસ બાદ વિદેશ મંત્રાલયે આ વાત જણાવી હતી.