Robot
Spread the love

રોબોટ (Robot) અને ફાઈટ (Fight)? આશ્ચર્ય પમાડે તેવી વાત છે. WWE ફાઈટમાં લડતા ફાઈટર્સ તો બધાએ જોયા છે પરંતુ બોક્સિંગ રિંગમાં (Boxing Ring) લડતા બે રોબોટ્સનો (robot) એક વીડિયો (Video) સોશ્યલ મીડિયા (Social Media) પર વાયરલ (Viral) થઈ રહ્યો છે. જેમાં બંને રોબોટ (Robot) એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે. એકઠી થયેલી ભીડ પણ આ લડાઈનો આનંદ માણી રહી છે.

માનવ ફાઈટરની જેમ લડતા રોબોટ (Robot)

ચીનના (China) શાંઘાઈમાં (Shanghai) આયોજિત સૌથી મોટા વાર્ષિક વર્લ્ડ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કોન્ફરન્સનો (World Artificial Intelligence Conference) એક અનોખો વીડિયો સોશ્યલ મીડિયામાં (Social Media) વાયરલ (Viral) થઈ રહ્યો છે. વાયરલ વિડીયોમાં, (Viral Video) બે માનવ જેવા દેખાતા રોબોટ (Robot) બોક્સિંગ રિંગમાં (Boxing Ring) ઉભા જોવા મળે છે અને ફાઈટનો બેલ વાગતાની સાથે જ લડવાનું શરૂ કરી દે છે. બન્ને રોબોટ (Robot) પોતપોતાના પ્રોગ્રામિંગ મુજબ એકબીજા પર પ્રહાર કરતા દેખાય છે, સોશ્યલ મીડિયા (Social Media) યુઝર્સ વાયરલ વિડીયોનો (Viral Video) આનંદ માણી રહ્યા છે.

ચીનમાં (China) આયોજિત AI કોન્ફરન્સ ટેક પ્રેમીઓ માટે આનંદદાયક રહી કારણ કે તેમાં માનવજાતની રચનાઓથી લઈને બેકફ્લિપિંગ કૂતરાઓ સુધીના રોબોટ્સની વિશાળ શ્રેણીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ બધા ઉપરાંત, બોક્સિંગ રિંગમાં બે રોબોટ્સ (Robot) એકબીજા સામે બોક્સિંગ (Boxing) કરતા હોવાની ક્લિપ વાયરલ (Video Video)થઈ રહી છે. જેને લોકો તરફથી ઘણો પ્રતિસાદ મળ્યો છે.

વાયરલ વીડિયોમાં (Viral Video) બે રોબોટ્સ (Robot) બોક્સિંગ રિંગમાં લડતા જોવા મળે છે. તે બંને સરળતાથી વિવિધ બોક્સિંગ સ્ટંટ (Boxing) કરતા જોવા મળે છે. લગભગ 3 મિનિટની લડાઈ દરમિયાન, બંને પોતાના મુવ્સ પણ દર્શાવે છે. વાયરલ વીડિયોમાં (Viral Video), બે રોબોટમાંથી (Robot) એક રોબોટ (robot) લાત મારવામાં તાલીમ પામેલો દેખાય છે.

ફાઈટ કરતા રોબોટમાંનો (Robot) બીજો રોબોટ (Robot) બચાવ કરતો જોઈ શકાય છે. રોબોટ્સ જમીન પર પડતા અને એકબીજાને ઉથલાવી દેતા પણ જોવા મળે છે. રોબોટ્સના આ અદ્ભુત સ્ટંટને જોઈને સોશ્યલ મીડિયા યુઝર્સ મજા લઈ રહ્યા છે અને પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ વીડિયો (Video) જોયા પછી સોશ્યલ મીડિયા (Social Media) યુઝર્સ અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે કહ્યું કે આ બે લોકો છે જેમના પાસે રિમોટ કંટ્રોલ (Remote Control) છે. વાસ્તવિક રોબોટ્સ નથી, અમે ચીની (Chinese) લોકો તેમને મોટા રમકડાં સમજીને હસીએ છીએ. કોઈ કારણ વગર અબજો ડોલરનું મૂર્ખાઈપૂર્વક રોકાણ કરવામાં આવ્યું છે. બીજા એક યુઝરે લખ્યું કે આ અત્યાર સુધીની શ્રેષ્ઠ વસ્તુ છે, તેને રોબોટ ફાઇટીંગ ચેમ્પિયનશિપ કહી શકાય.

અસલી બોક્સિંગ જોનારા સોશ્યલ મીડિયા યુઝર્સ રોબોટને બોક્સિંગ કરતા જોઈ મજા લઈ રહ્યા છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *