- રાજકોટ વોર્ડ નં. 15 ના આંબેડકર નગરની કફોડી હાલત
- વિપક્ષના નેતાનો મત વિસ્તાર છે
- અનેક ફરિયાદો છતાંય RMC અને વિપક્ષ નેતા સાંભળવા તૈયાર નથી
હમણાં જ આવેલ સ્વચ્છતા સર્વેક્ષણના ડેટા પ્રમાણે ગુજરાતનું રાજકોટ એ ભારતના સૌથી સ્વચ્છ શહેરના લિસ્ટમાં છઠ્ઠા નંબરે આવ્યું છે, જે અભિનંદનને પાત્ર છે. પરંતુ જ્યારે આપણે જમીન પર સ્થિતિ જોઈએ ત્યારે એ ખૂબ જ અલગ અને ભયાવહ નજરે પડે છે.
આંબેડકર નગર, આજીવસાહત રોડના હાલબેહાલ
તસ્વીરોમાં આપ જોઈ શકો છો એ છે રાજકોટનો વોર્ડ નં. 15 નો આંબેડકર નગર વિસ્તાર. જ્યાં નજર જાય ત્યાં ગંદકી જ ગંદકી. અને ચિંતાની વાત એ છે કે આ સ્થિતિ 1 મહિનાથી વધુ સમયથી આમ જ છે. એટલે કે 1 મહિનાથી અહીંયા સ્વચ્છતાના નામે મીંડુ વાગેલું છે.
આશ્ચર્યની વાત એ છે કે આ વિસ્તાર એ વિપક્ષના નેતાનો મત વિસ્તાર પણ છે. પરંતુ એમણે પણ આ તરફ કોઈ ધ્યાન નથી આપી રહ્યા.
આવી સ્થિતિમાં જો કોઈ રોગચાળો ફેલાય તો જવાબદારી કોની? સ્થાનિક નાગરિકોના જીવ પર તો રોગચાળાની તલવાર લટકી જ રહી છે.
સ્થાનિક જાગૃત નાગરિકોની અનેક ફરીયાદો RMC ને સંભળાતી નથી
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) ના ઓનલાઇન કમ્પ્લેન્ટ પોર્ટલ પર સ્થાનિક જાગૃત નાગરિકોએ અનેક ફરિયાદો કરી છે પરંતુ અધિકારીઓ અને નેતાઓના કાનમાં જૂ પણ નથી સળવળતી. અનેક ફરિયાદોમાંની 5 ફરિયાદોની ડિટેલ અમે મેળવી જે અહીંયા મૂકી રહ્યા છીએ.
અરવિંદ વાણિયા નામના જાગૃત નાગરિકે તો ન માત્ર ઓનલાઇન ફરિયાદો કરી પરંતુ વારંવાર ટ્વિટર દ્વારા પણ તંત્ર સુંધી આ ફરિયાદ પહોંચાડી પરંતુ પરિણામ હજુ પણ શૂન્ય જ છે.
રાજકોટ સ્વચ્છ શહેર માં 6 ક્રમે આવ્યું ખૂબ ખૂબ અભિનંદન..
— arvind vaniya (@arvindvn8) August 21, 2020
આ છે રાજકોટ વોડ નંબર 15 આંબેડકર નગર ની સ્થિતિ જ્યાં 1 મહિના થી પણ વધુ સમય થી ગંદકી માં સળી રહ્યું છે પણ તંત્ર ની નજર માં થોડું આવવા નું😡 @CollectorRjt @CMOGuj @smartcityrajkot @TOIRajkot @DDNewsGujarati pic.twitter.com/XKVaW5ymSS
તો આ કઈ રીતનું સ્વચ્છ શહેર છે? અને આ કઈ રીતનો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનો વહીવટ છે? શું સત્તાધીશો અને અધિકારીઓ પાસે ટેક્ષપેયર નાગરિકોની ફરિયાદ સાંભળવાનો સમય નથી? શુ કરદાતાઓ અને એમના પરિવારના સભ્યોને જીવનું મૂલ્ય આ સત્તાધીશો માટે શૂન્ય છે?
ઓનલાઈન આટલી કમ્પ્લેન કરવા છતાં તંત્ર ઘોર નિંદ્રા માંજ છે.. ગંદકી કચરો જ્યાં ત્યાં ઉકરડા એક તરફ કોરોના બીજી તરફ રોગચાળો સામાન્ય વ્યક્તિ ફરીયાદ કરે પણ તંત્ર ને ક્યાં પડીજ છે..@CollectorRjt @smartcityrajkot @TOIRajkot @VtvGujarati @vijayrupanibjp pic.twitter.com/q9uiihW9Xy
— arvind vaniya (@arvindvn8) August 28, 2020
જોવાનું રહેશે કે RMC ક્યારે નાગરિકોની ફરિયાદ સાંભળશે અને આ નર્ક જેવી પરિસ્થિતિમાંથી એમને મુક્ત કરશે!