– રાંધણગેસના ભાવમાં 25.50 રૂપિયાનો વધારો
– ગૃહિણીને ઘરનું બજેટ ફરી ખોરવાયું
– પેટ્રોલ, ડિઝલ, દૂધ બાદ ગેસ સિલિન્ડરના ભાવ વધતા મધ્યમ વર્ગ પર પડતાં ઉપર પાટુ
રાંધણગેસના સિલિન્ડરના ભાવમાં 25.50 રૂપિયાનો વધારો
સરકારી ઓઈલ કંપનીઓ દર મહિનાની 1 લી તારીખે ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરતી હોય છે. આ મહિને સરકારી ઓઈલ કંપનીઓએ રાંધણગેસના સિલિન્ડરના ભાવમાં 25.50 રૂપિયાનો વધારો કર્યો છે. ચોતરફથી મોંઘવારીનો સામનો કરી રહેલી જનતા ઉપર ગેસના ભાવ વધતા વધુ એક થપાટ પડી છે.
દેશના જુદા જુદા શહેરોમાં ગેસ સિલિન્ડરના ભાવ
આજથી રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં થયેલા 25.50 રૂપિયાના વધારા બાદ દેશના જુદા જુદા શહેરોમાં 14.2 કિલોના ગેસ સિલિન્ડરના ભાવ બદલાયા છે. રાજધાની દિલ્હી તથા આર્થિક રાજધાની મુંબઈમાં ઘરેલુ ગેસ સિલિન્ડરનો નવો ભાવ 834.50 રૂપિયા, કોલકાતામાં 861 રૂપિયા, લખનૌમાં 872.50 રૂપિયા તથા અમદાવાદમાં 841.50 રૂપિયા ગ્રાહકોને ચુકવવા પડશે.
ગુજરાતના શહેરોમાં રાંધણગેસના સિલિન્ડરના નવા ભાવ આશરે નીચે મુજબ હોઈ શકે છે
શહેર જુલાઈ 2021 જૂન 2021 અમદાવાદ ₹ 841.50 ₹ 816 અમરેલી ₹ 854 ₹ 828.50 આણંદ ₹ 840.50 ₹ 815 અરવલ્લી ₹ 849 ₹ 823.50 ભરુચ ₹ 840.50 ₹ 815 ભાવનગર ₹ 842.50 ₹ 817 બોટાદ. ₹ 848 ₹ 822.50 છોટાઉદેપુર ₹ 849 ₹ 823.50 દાહોદ ₹ 861.50 ₹ 836.50 દેવભૂમિ દ્વારકા ₹ 853.50 ₹ 828 ગાંધીનગર ₹ 842.50 ₹ 817 ગીર સોમનાથ ₹ 855.50 ₹ 830 જામનગર ₹ 847 ₹ 821.50 જૂનાગઢ ₹ 853.50 ₹ 828 ખેડા ₹ 841.50 ₹ 816 મહેસાણા ₹ 843 ₹ 817.50 મોરબી ₹ 845.50 ₹ 820 નવસારી ₹ 849 ₹ 823.50 પાટણ ₹ 858.50 ₹ 833 પોરબંદર ₹ 855.50 ₹ 830 રાજકોટ ₹ 840 ₹ 814.50 સુરત ₹ 840 ₹ 814.50 સુરેન્દ્રનગર ₹ 847 ₹ 821.50 વડોદરા ₹ 840.50 ₹ 815 વલસાડ ₹ 854 ₹ 828.50
ઓઈલ કંપનીઓએ ક્યારે ક્યારે ભાવમાં ફેરફાર કર્યા
સરકારી ઓઈલ કંપનીઓ દર મહિનાની 1 લી તારીખે ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરતી હોય છે. મે મહિનામાં ઓઈલ કંપનીઓએ રાંધણગેસના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નહોતો જ્યારે એપ્રિલ મહિનામાં 10 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. જોકે જાન્યુઆરી તથા ફેબ્રુઆરી મહિનામાં ભાવ વધ્યા હતા. ઉલ્લેખનીય છે કે વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી મહિનામાં દિલ્હીમાં ગેસના સિલિન્ડરની કિંમત 694 રૂપિયા હતી.