– ગુજરાતનું પ્રથમ બજેટ 22/09/1960 ના રોજ રજૂ થયું હતુ
– નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ પ્રથમ વખત બજેટ રજૂ કરશે
– સૌથી વધુ વખત બજેટ વજુભાઈ વાળાએ રજૂ કર્યા છે
આજે રજૂ થશે ગુજરાતનું બજેટ
ગુજરાત વિધાનસભાનું અંદાજપત્ર સત્ર ચાલી રહ્યુ છે. આજે રાજ્યના નાણામંત્રી કનુભાઇ દેસાઈ આગામી વર્ષ 2022-23નું આ રાજ્યનું બજેટ રજૂ કરશે. આ બજેટ તેમની રાજકીય કારકિર્દીનું પ્રથમ બજેટ હશે. ગુજરાત રાજ્યમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી નિર્ધારિત હોવાથી તેમના બજેટ પર ચૂંટણીલક્ષી બજેટ હશે એવી ધારણાઓ બંધાઈ રહી છે.
સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ કોના નામે છે ?
ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયા પછી રાજ્યનું તે પ્રથમ રાજ્યનું પહેલું બજેટ 22મી સપ્ટેમ્બર 1960ના રોજ રજૂ થયું હતું જેનું કદ માત્ર 114.92 કરોડ રૂપિયા હતું. રાજ્યમાં સૌથી વધુ એટલે કે 18 વખત બજેટ અને લેખાનુદાન રજૂ કરવાનો રેકોર્ડ વજુભાઇ વાળાના નામે છે. બીજા નંબર પર આવે છે નીતિન પટેલ તેમણે રાજ્યમાં 9 બજેટ રજૂ કર્યા છે.
20 વખત લેખાનુદાન લેવાયા
ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયા બાદ પ્રથમ બજેટ સપ્ટેમ્બર 1960 માં રજૂ કરવામાં આવ્યું હતુ. ગુજરાતના ઈતિહાસમાં અત્યાર સુધીમાં 20 વખત નાણામંત્રીએ લેખાનુદાન એટલે કે ચાર મહિના માટે વોટ ઓન એકાઉન્ટ લીધા છે અને ત્યારપછી પૂર્ણ બજેટ રજૂ કર્યાં છે. જે તે સમયે રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લાગુ કરવામાં આવ્યું હોવાથી રાજ્યના બજેટ ઇતિહાસમાં ત્રણ બજેટ એવાં હતા કે વિધાનસભામાં નહીં પરંતુ લોકસભામાં રજૂ થયા હતા.
ચુંટણી વર્ષનું બજેટ
મોટા ભાગે બનતું હોય છે તેમ દરવાજે ચુંટણી ટકોરા મારતી હોય ત્યારે વધુ રાહતો આપતુ બજેટ જોવા મળતુ હોય છે અને ગુજરાતમાં પણ આગામી સમયમાં વિધાનસભાની ચુંટણી ઢુંકડી છે ત્યારે ચુંટણી લક્ષી બજેટ હોવાની ધારણાઓ રાખવામાં આવી રહી છે. બજેટના કદમાં વર્તમાન નાણાકીય વર્ષની સરખામણીએ 10 થી 12 ટકાનો વધારો હશે એવો અંદાજ લગાવાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતનું છેલ્લા બજેટનું કદ 2.23 લાખ કરોડ હતું.

[…] જેના કારણે નવા રેકોર્ડ બની રહ્યા છે. નાણામંત્રી (Finance Minister) નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) ગુરુવારે (23 […]