– ચુંટણી પંચે આપ્યો ઉદ્ધવ ઠાકરે જૂથને ઝટકો
– શિવસેનાનું ચુંટણી ચિહ્ન એકનાથ શિંદેને ફાળવ્યું
– શિવસેનાનું નામ ન મળ્યું ઉદ્ધવ ઠાકરે જૂથને
ચુંટણી પંચનો શિવસેનાના નામ અને ચિહ્ન પર નિર્ણય
ચુંટણી પંચે આજે શિવસેનાના નામ અને ચુંટણી ચિહ્ન અંગે પોતાનો નિર્ણય જાહેર કર્યો છે. ચુંટણી પંચે શિવસેનાના બે જૂથ એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે ચાલી રહેલા શિવસેનાના નામ અને ચુંટણી ચિહ્ન અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે આજે પોતાનો નિર્ણય જાહેર કરતા ઉદ્ધવ ઠાકરે જૂથને ઝટકો લાગ્યો છે. ચુંટણી પંચે શિવસેનાનું નામ અને ચુંટણી ચિહ્ન તીર કમાન એકનાથ શિંદે જૂથને ઉપયોગ કરવાની પરવાનગી આપવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ પ્રકરણમાં એવું કહી શકાય કે ચુંટણી પંચે એકનાથ શિંદે જૂથને અસલિ શિવસેના માની છે.
એકનાથ શિંદેની વ્હારે આવ્યો રેબિયા મામલો
એકનાથ શિંદે જૂથની વ્હારે રેબિયા મામલે સુપ્રીમ કોર્ટે આપેલો ચુકાદો આવ્યો હતો. એકનાથ શિંદે જૂથ દ્વારા શિવસેનાથી જુદા થવાની ઘટના બાદ ઉદ્ધવ ઠાકરે જૂથે મહારાષ્ટ્રમાં જૂન 2022 માં એકનાથ શિંદે તથા તેમના સમર્થક જૂથના ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવાની માંગ કરી હતી પરંતુ ઉદ્ધવ ઠાકરેની માંગ પહેલા એકનાથ શિંદે જૂથ દ્વારા ડેપ્યુટી સ્પીકર સીતારામ જીરવાલને હટાવવાની નોટિસ લંબિત હતી.
શું હતો રેબિયા મામલો ?
સુપ્રીમ કોર્ટે 2016 ના વર્ષમાં અરુણાચલ પ્રદેશમાં નબામ રેબિયા મામલે આપેલો ચુકાદો ઉદ્ધવ ઠાકરે જૂથને ઝટકો આપવામાં કારણભૂત ગણાવાઈ રહ્યો છે. 2016 માં અરુણાચલ પ્રદેશ માં નબામ રેબિયા પ્રકરણમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એવો ચુકાદો આપવામાં આવ્યો હતો કે જો સ્પીકરને હટાવવાની યાચિકા લંબિત હોત તો સ્પીકર ધારાસભ્યોને અયોગ્ય ઠરાવવાની પ્રક્રિયા આગળ વધારી શકે નહીં.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું ચુંટણી પંચ પોતાનું કામ કરે
ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા ગયા વર્ષે જ્યાં સુધી ધારાસભ્યોની યોગ્યતા પર નિર્ણય ન આવે ત્યાં સુધી ચુંટણી પંચની કાર્યવાહી પર રોક લગાવવાની માંગ કરી હતી. ઉદ્ધવ ઠાકરેની માંગ પર ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચુડની બંધારણીય બેંચે શિવસેના પર એકનાથ શિંદે જૂથના દાવા પર ચુંટણી પંચની કાર્યવાહી પરની રોકને હટાવી દીધી હતી. કોર્ટે કહ્યુ હતું કે ચુંટણી પંચ પોતાની કાર્યવાહી કરક શકે છે.
રાજ ઠાકરેએ બાળાસાહેબ ઠાકરેનો વિડિઓ ટ્વીટ કરી કર્યો કટાક્ષ