મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવતીકાલ શનિવારે (23 નવેમ્બર) આવશે. પરંતુ તે પહેલા વંચિત બહુજન આઘાડીના વડા પ્રકાશ આંબેડકરે મોટો ખુલાસો કર્યો છે. પ્રકાશ આંબેડકરે કહ્યું છે કે, અમે મહાવિકાસ આઘાડી (MVA) હોય કે મહાયુતિ જેની પણ સરકાર બનશે તેમાંના રહેવાનું પસંદ કરીશુ.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયું છે અને આવતીકાલે પરિણામ પણ આવી જશે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન મહાયુતિ અને મહાવિકાસ આઘાડી (MVA) ચર્ચામાં હતી જ્યારે પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન આઘાડી (VBA) ની ખાસ નોંધ લેવામાં આવી નહોતી. આ દરમિયાન પરિણામ આવાવના ઠીક આગલા દિવસે વંચિત બહુજન આઘાડીના નેતા પ્રકાશ આંબેડકરે વંચિત બહુજન આઘાડી કોની સાથે રહેશે તે બાબતે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને મોટો ખુલાસો કર્યો છે.
વંચિત બહુજન આઘાડી (VBA) ના નેતા પ્રકાશ આંબેડકરે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, ” જો VBA ને આવતીકાલે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે કોઈ પક્ષ અથવા જોડાણને ટેકો આપવા જેટલી બેઠકો મળશે, તો અમે સરકાર રચી શકે તેની સાથે રહેવાનું પસંદ કરીશું. અમે સત્તા પસંદ કરીશું! અમે સત્તા સાથે રહેવાનું પસંદ કરીશુ.
If VBA gets the numbers, tomorrow, to support a party or an alliance to form the government in Maharashtra, we will choose to be with one who can form the government.
— Prakash Ambedkar (@Prksh_Ambedkar) November 22, 2024
We will choose power! हम सत्ता में रहना चुनेंगे!
ઉલ્લેખનીય છે કે વંચિત બહુજન અઘાડી દલિતો અને પછાત વર્ગોના હિતની આગળ રાખીને ચાલે છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન જેની સૌથી વધુ ચર્ચિત રહ્યા તે બંને ગઠબંધનના ઘટક પક્ષો વચ્ચે ગળાકાપ સ્પર્ધા જોવા મળી હતી, આ ઉપરાંત અનેક નાના પક્ષો અને અપક્ષ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં જોવા મળ્યા પરિણામે રાજ્યના રાજકારણમાં નવા સમીકરણો રચાતા જોવા મળી રહ્યા છે. વંચિત બહુજન આઘાડીની શક્તિ મુંબઈ, નાસિક અને મરાઠવાડા જેવા વિસ્તારમાં ખાસ જોવા મળી છે. વંચિત બહુજન આઘાડીના નેતા પ્રકાશ આંબેડકરનો દાવો છે કે તેમની પાર્ટી રાજ્યના સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગનો અવાજ બનશે.