Spread the love

– ત્રણ કૃષિ કાયદા પરત લેવાના બિલ પસાર

– લોકસભા અને રાજ્યસભામાં બિલ પાસ

– પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણે બીલો પરત લેવાની જાહેરાત કરી હતી

કૃષિ કાયદા પરત લેવાનું બીલ લોકસભા અને રાજ્યસભામાં પાસ

આજથી સંસદનું શીતકાલીન સત્ર શરૂ થઈ ગયું છે. આજે શિતકાલિન સત્રના પ્રથમ દિવસે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે લોકસભામાં કૃષિ કાયદા અંગેનું બિલ રજૂ કર્યું હતું જે પાસ થઈ ગયું હતું અને ત્યારબાદ રાજ્યસભામાં પણ આ બિલ પાસ થઈ ગયું છે. કૃષિમંત્રી તોમરે જ્યારે લોકસભામાં આ બિલ રજૂ કર્યું ત્યારે વિપક્ષ દ્વારા ચર્ચાની માગણીને લઈ હંગામો મચાવાયો હતો. ત્યાર બાદ સ્પીકર ઓમ બિરલાએ 2:00 વાગ્યા સુધી સદનની કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી. હંગામાના પગલે રાજ્યસભાની કાર્યવાહીને પણ 2:00 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રકાશ પર્વના દિવસે ત્રણ કૃષિકાયદા પાછા ખેંચવાની જાહેરાત કરી હતી.

શિયાળુ સત્રમાં 25 બિલ રજૂ કરવામાં આવી શકે છે

કૃષિ કાયદા પરત લેવાનું બિલ પાસ થઈ ગયું આ ઉપરાંત, 23 ડિસેમ્બર સુધી ચાલનારા શિયાળુ સંસદીય સત્ર દરમિયાન કેન્દ્ર સરકાર અન્ય 25 બિલ રજૂ કરવાની તૈયારી કરી રહી છે, જેમાં સૌથી મહત્વપૂર્ણ બિલ પ્રાઈવેટ ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લગાવવા સંબંધિત છે. જો કે, સરકાર પોતે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ને ડિજિટલ કરન્સી દાખલ કરવાની મંજૂરી આપવા વિચાર કરી રહી છે. પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ, 2019 પર સંસદની સંયુક્ત સમિતિનો અહેવાલ પણ શિયાળુ સત્ર દરમિયાન ગૃહમાં રજૂ કરવામાં આવશે.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *