લોકસભા ચૂંટણી 2024ની તારીખો આજે જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સમાં તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ છે. ગુજરાતમાં 7 મેના રોજ થશે લોકસભા ચૂંટણી માટે મતદાન અને 4 જુને પરિણામ આવશે.
લોકસભા ચૂંટણી 2024 માં 543 સીટો માટે સાત તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલ થશે જ્યારે છેલ્લા અને સાતમા તબક્કાનું મતદાન 1 જૂન ના દિવસે થશે. લોક્સભા ચુંટણીનું પરિણામ 4 જૂને આવશે. મતદાનના પ્રથમ તબક્કા થી લઈને પરિણામ આવવામાં 46 દિવસનો સમય લાગશે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે, જ્યારે ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ, ચોથા તબક્કાનું મતદાન 13 મેના રોજ, પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ થશે. છઠ્ઠા તબક્કાનું મતદાન 25 મેના રોજ થશે અને સાતમા તબક્કાનું મતદાન 1 જૂને થશે. જ્યારે મતગણતરી 4 જૂને થશે.
વિધાનસભાની ચુંટણી
ચુંટણી પંચે લોકસભાની સાથે સાથે આંધ્ર પ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવી છે. આંધ્ર પ્રદેશમાં 13 મેના રોજ મતદાન થશે. ઓડિશામાં 7 મે, 13 મે, 25 મે અને 1 જૂને મતદાન થશે. અરુણાચલમાં 19મી એપ્રિલે મતદાન થશે. સિક્કિમમાં 26 એપ્રિલે મતદાન થશે.
લોક્સભા ચુંટણીની મહત્વની બાબતો
કુલ 96.8 કરોડ મતદારો
49.7 કરોડ પુરુષ મતદારો
47.1 કરોડ મહિલા મતદારો
1.8 કરોડ મતદારો પ્રથમ વખત મતદાન કરશે
20-29 વર્ષના વયજુથમાં કુલ 19.47 કરોડ મતદારો
2.18 લાખ મતદારોની ઉંમર 100 વર્ષથી વધુ છે
82 લાખ મતદારો 85 વર્ષથી વધુ ઉંમરના છે.
48000 ટ્રાન્સજેન્ડર મતદારો છે
97 કરોડ મતદારો દેશની નવી સરકાર બનાવશે
10.5 લાખ પોલિંગ સ્ટેશન બનશે
1.5 કરોડ કર્મચારીઓ ચુંટણી પ્રક્રિયામા જોડાશે
55 લાખ ઈવીએમ મશીન ઉપયોગ થશે
વર્તમાન લોક્સભાનો કાર્યકાળ ક્યારે પુરો થાય છે?
17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન 2014ના રોજ પૂરો થઈ રહ્યો છે તે પહેલા નવી સરકારની રચના થશે. દેશમાં લોકસભાની કુલ 543 સીટ છે અને કોઈપણ પક્ષ અથવા ગઠબંધનને સરકાર બનાવવા માટે 272 સીટની બહુમતીની જરૂરિયાત છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીની વાત કરીએ તો 11 એપ્રિલથી 19 મે વચ્ચે 7 તબક્કામાં મતદાન થયું હતું અને 23 મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા.