– સંત શિરોમણી સંત શ્રી રોહીદાસજી જયંતીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું.
– રાજ્ય કેબિનેટ મંત્રી શ્રી પ્રદિપભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા
– શહેર અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિ રહી
કર્ણાવતી મહાનગર ભારતીય જનતા પાર્ટી અનુસુચિત જાતિ મોરચાના અધ્યક્ષશ્રી ભદ્રેશભાઈ મકવાણા એક અખબારી યાદીમાં જણાવે છે કે આજ રોજ તારીખ:- 07/02/2022ના રોજ ભારતીય જનતા પાર્ટીના ખાનપુર સ્થિત શહેર કાર્યાલય ખાતે આવનારા સમયમાં યોજવાના કાર્યક્રમોના આયોજન અર્થે એક સઘન મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકની શરૂઆતમાં સ્વર સામ્રાજ્ઞી ભારતરત્ન લત્તા મંગેશકર તથા ભારતીય જનતા પાર્ટીના દલિત આગેવાનશ્રી ઝવેરભાઈ ચાવડાના નિધન પર 2 મિનીટનું મૌન પાળીને કરવામાં આવી. આ ઉપરાંત ડૉ. બાબાસાહેબ આંબેડકરના ધર્મપત્ની માતા રમાબાઈની જન્મ જયંતિ નથા વીરમેઘમાયાના બલિદાન દિવસ નિમિતે તેમને પુષ્પાંજલિ આપવામાં આવી હતી.
બેઠકની ઉદ્દેશ આવનારી 16મી ફેબ્રુઆરીએ સંત શિરોમણી શ્રી સંત રોહિતદારાજીની જયંતિ નિમિતે શહેરના દરેક વોર્ડમાં અનુસુચિત જાતિ મોરચાના કાર્યકર્તાશ્રીઓ દ્વારા ભવ્ય રીતે આયોજન કરવામાં આવે તેનું સંઘન તથા વિસ્તૃત આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટી અમદાવાદ શહેર અધ્યક્ષશ્રી અમિતભાઈ શાહ, કેબીનેટ મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમાર તથા અન્ય હોદ્દેદારો, અનુસુચિત જાતિ મોરચાના શહેર હોદ્દેદારશ્રીઓ, તથા પ્રત્યેક વોર્ડના પ્રમુખશ્રીઓ-મહામંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાના શહેર પ્રભારીશ્રી ગંગારામભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.