Spread the love

– 2022 માં આવી રહી છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી

– ચૂંટણી પહેલા ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનો ઇતિહાસ

– આજે બનાસકાંઠા જિલ્લાની કાંકરેજ સીટોનું વિશ્લેષણ

2022 નું  વર્ષ એટલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું વર્ષ. 2022 માં ચૂંટણી ક્યારે થશે તેની જાહેરાત ચૂંટણી પંચ કરશે ત્યારે જ ખબર પડશે પરંતુ ચૂંટણી પહેલાં ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનો અત્યાર સુધીનું વિશ્લેષણ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે પર શ્રી રિતેશભાઈ મારફતિયાની કલમે devlipinews.con ઉપર વાંચો. વિધાનસભાની સીટોના વિશ્લેષણની આ સિરિઝમાં આજે કાંકરેજ સીટનું વિશ્લેષણ વાંચો

કાંકરેજ વિધાનસભા મતવિસ્તાર (Kankrej Assembly Constituency)

ઉત્તર ગુજરાતની બનાસકાંઠા જિલ્લાની કાંકરેજ બેઠક ચૂંટણી પંચ દ્વારા ક્રમાંકની દ્રષ્ટિએ પંદરમાં નંબરની બેઠક છે. કાંકરેજ બેઠક વહીવટી રીતે બનાસકાંઠા જિલ્લામાં આવે છે પણ સંસદીય રીતે તેનો સમાવેશ પાટણ લોકસભા બેઠકમાં કરવામાં આવ્યો છે. કાંકરેજ સામાન્ય બેઠક છે. કાંકરેજ બેઠકમાં સમસ્ત કાંકરેજ તાલુકો તેમજ ડીસા તાલુકાના દક્ષિણ વિભાગના 18 ગામોનો સમાવેશ થાય છે. કાંકરેજ બેઠકમાં કુલ 2,75,828 મતદારો છે.

કાંકરેજ બેઠકની ઉત્તરે દિયોદર અને ડીસા બેઠક, પૂર્વમાં પાટણ જિલ્લાની પાટણ બેઠક, દક્ષિણમાં પાટણ અને પાટણ જિલ્લાની ચાણસ્મા બેઠકમાં સમાવિષ્ટ હારીજ તાલુકો જ્યારે પશ્ચિમમાં પાટણ જિલ્લાની રાધનપુર બેઠક અને બનાસકાંઠા જિલ્લાની વાવ બેઠકમાં સમાવિષ્ટ ભાભર તાલુકો આવેલા છે.

કાંકરેજ બેઠકનો ઈતિહાસ જોઈએ

વર્ષ વિજેતા પક્ષ સરસાઈ

1967 જે.વી. શાહ. કોંગ્રેસ. 755
1972 શાંતિલાલ ધાણધારા કોંગ્રેસ 12776
1975 મફતલાલ પાંચાણી સંસ્થા કોંગ્રેસ 1914
1980 શાંતિલાલ ધાણધારા કોંગ્રેસ 9158
1985 જે.વી. શાહ જનતા પાર્ટી 4507
1990 ધારશી ખાનપુરા જનતા દળ 8008
1995 ધારશી ખાનપુરા કોંગ્રેસ 5075
1998 મગનસિંહ વાઘેલા ભાજપ 19318
2002 ધારશી ખાનપુરા કોંગ્રેસ 2008
2007 બાબુભાઈ દેસાઈ ભાજપ 840
2012 ધારશી ખાનપુરા કોંગ્રેસ 600
2017 કિર્તીસિંહ વાઘેલા ભાજપ 8588

આમ, કાંકરેજમાં થયેલી કુલ 12 ચૂંટણીઓમાંથી કોંગ્રેસ 6 વાર, ભાજપ 3 વાર જ્યારે સંસ્થા કોંગ્રેસ, જનતા પાર્ટી અને જનતા દળ એક-એક વાર વિજયી થયા છે. આ બેઠક ઉપર સૌથી વધુ 4 વાર ધારશી ખાનપુરા જીત્યા છે. જેઓ 1990માં પહેલીવાર જનતા દળમાંથી અને ત્યારબાદ, 3 વાર કોંગ્રેસમાંથી ઉભા રહી જીત્યા હતાં. કાંકરેજ બેઠકમાં આવેલ થરા નગરપાલિકાની હાલજ ચૂંટણી યોજાઈ હતી. જેમાં કુલ 24 બેઠકમાંથી ભાજપ 20 અને કોંગ્રેસ 04 બેઠક ઉપર વિજયી નિવડ્યું હતું. આ વિસ્તારના ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલાનો હાલમાં જ ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં રાજયકક્ષાના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી તરીકે સમાવેશ કરાયો છે. આ બધાં પરિબળો જોતાં કાંકરેજમાં કોંગ્રેસ કરતાં ભાજપનું પલડું વધારે ભારી છે.

સોમવારે રાધનપુર બેઠકનું વિશ્લેષણ વાંચો


Spread the love