વિદેશમંત્રી એસ જયશંકરને (S Jaishankar) લોકસભામાં (Loksabha) ઓપરેશન સિંદૂર (Operation Sindoor) પર ચર્ચા દરમિયાન વિપક્ષે (Opposition) અટકાવતા ગૃહમંત્રી (Home Minister) અમિત શાહ (Amit Shah) ભડક્યા હતા. તેમણે વિપક્ષને પૂછ્યું કે શું તેમને શપથ લીધેલા વિદેશ મંત્રીના નિવેદન પર વિશ્વાસ નથી. અમિત શાહે (Amit Shah) વિપક્ષને ચેતવણી આપી હતી કે વિદેશ મંત્રી એક જવાબદાર વ્યક્તિ છે અને તેમના શબ્દોને ગંભીરતાથી લેવા જોઈએ.

લોકસભામાં (Loksabha) ‘ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor) પર ચર્ચા ચાલી રહી છે. ચર્ચાની શરૂઆત સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના (Rajnath Singh) ભાષણથી થઈ હતી. ત્યારબાદ કોંગ્રેસના (Congress) સાંસદ ગૌરવ ગોગોઈએ (Gaurav Gogoi) પોતાના ભાષણમાં સરકારને તીખા પ્રશ્નો પૂછ્યા હતા. ત્યારબાદ ઘણા અન્ય નેતાઓએ પણ પોતાના વિચારો રજૂ કર્યા. જ્યારે વિદેશ મંત્રી એસ. જયશંકર (S Jaishankar) ‘ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor) પર જવાબ આપી રહ્યા હતા, ત્યારે વિપક્ષે તેમને અટકાવવાનું, ટોકવાનું શરૂ કર્યું હતું. જેનાથી અમિત શાહ (Amit Shah) ગુસ્સે થયા હતા.

વિપક્ષે એસ જયશંકરને (S Jaishankar) અટકાવતા અમિત શાહ થયા ગુસ્સે
વિદેશ મંત્રી એસ. જયશંકર (S Jaishnkar) સદનમાં બોલી રહ્યા હતા ત્યારે વિપક્ષે (Opposition) તેમને સતત અટકાવ્યા હતા, ત્યારે ગૃહમંત્રી (Home Minister) અમિત શાહ (Amit Shah) ભડકી ઉઠ્યા હતા અને કહ્યું, “મને એક વાત પર વાંધો છે. ભારતના શપથ લીધેલા વિદેશ મંત્રી નિવેદન આપી રહ્યા છે, શું તમને તેમના પર વિશ્વાસ નથી? શું તેઓ બીજા કોઈ દેશ પર વિશ્વાસ કરે છે? હું તેમની પાર્ટીમાં વિદેશી દેશોનું મહત્વ સમજી શકું છું, પરંતુ તેનો અર્થ એ નથી કે પાર્ટીની બધી બાબતો ગૃહમાં લાદવી જોઈએ.”

અમિત શાહે (Amit Shah) કહ્યું, “તમને વિદેશ મંત્રી પર વિશ્વાસ નથી? શપથ ગ્રહણ કરનાર વ્યક્તિ અહીં બોલી રહ્યા છે. તે એક જવાબદાર વ્યક્તિ છે. તેથી જ તે વિપક્ષમાં બેઠો છે અને 20 વર્ષ સુધી ત્યાં જ બેસવાના છે.”
"इसीलिए ये विपक्ष में बैठे हैं, अगले कई साल तक भी विपक्ष में ही बैठेंगे"
— News24 (@news24tvchannel) July 28, 2025
◆ सदन में बोले गृहमंत्री अमित शाह @AmitShah #SJaishankar | S JaiShankar pic.twitter.com/omcI6bxjNE