– વન નેશન વન રેશન કાર્ડ કેન્દ્ર સરકારની મહાત્વાકાંક્ષી યોજના
– માનનીય સુપ્રીમ કોર્ટે 31 મી જુલાઈ ’21 સુધી યોજના લાગુ કરવાની સમયમર્યાદા નક્કી કરી.
– રેશનકાર્ડ ધારકોને દેશમાં ગમે તે સ્થાન પર રેશન મેળવી શકે તેવી વ્યવસ્થા
વન નેશન વન રેશન કાર્ડ યોજના માટે માનનીય સુપ્રીમ કોર્ટે આપ્યા નિર્દેશ
માનનીય સર્વોચ્ચ ન્યાયાલયે મંગળવારે વન નેશન વન રેશન કાર્ડ યોજના માટે મહત્વના દિશા નિર્દેશ આપ્યા છે. કોર્ટે આ યોજના માટે 31 મી જુલાઈ ’21 સુધીની સમય મર્યાદા નક્કી કરી છે. આ યોજના હેઠળ પ્રવાસી મજૂરોને મોટો લાભ થવાનો છે અને રેશનકાર્ડ ધારકોને દેશમાં ગમે ત્યાંથી રેશન મળવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
વન નેશન વન રેશન કાર્ડ યોજના 31 મી જુલાઈ ’21 સુધી લાગુ કરો
માનનીય સર્વોચ્ચ ન્યાયાલયે વન નેશન વન રેશન કાર્ડ યોજના માટે 31 મી જુલાઈ ’21 સુધી સમય મર્યાદા નક્કી કરી છે. માનનીય સર્વોચ્ચ ન્યાયાલયે કેન્દ્ર સરકારને પ્રવાસી તથા અસંગઠિત ક્ષેત્રના મજૂરોનું રજીસ્ટ્રેશન કરવા તથા પોર્ટલને પુરુ કરવાની તથા 31 જુલાઈ ’21 બાદ NIC સાથે પરામર્શ કરીને એક પોર્ટલ વિકસાવવા જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેર દરમિયાન લગાવવામાં આવેલા પ્રતિબંધોને કારણે ખરાબ રીતે પ્રભાવિત થયેલા પ્રવાસી તથા અસંગઠિત ક્ષેત્રના મજૂરોને ખાદ્ય સુરક્ષા, રોકડ રાહત ટ્રાન્સફર તથા અન્ય કલ્યાણકારી ઉપાયો સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર તથા રાજ્યોને નિર્દેશ આપવાની માંગ કરતી યાચિકા ઉપર માનનીય સર્વોચ્ચ ન્યાયાલયે આજે મંગળવારે પોતાનો ચુકાદો આપ્યો છે.