• ભારતી-હર્ષનાં ઘરે NCBની રેડ
• ભારતીનાં ઘરેથી ગાંજો મળી આવ્યો.
• NCB ની ટીમ ભારતી અને હર્ષ ને સાથે લઈ ગઈ
સુશાંતસિંહ નાં મૃત્યુ બાદ બોલિવુડમાં દબાયેલા દરેક પાસાઓ ખુલી રહ્યાં છે. રિયા, રકુલ અને અનેક નામો બાદ આજે NCB દ્વારા મુંબઈ અંધેરી સ્થિત ભારતીસિંહ અને હર્ષ લિંબાચિયાનાં ઘરે દરોડો પડવામાં આવ્યો હતો. 21 નવેંબર શનિવારનાં રોજ NCB દ્વાર મુંબઈમાં ત્રણ જગ્યાએ છાપા મારવામાં આવ્યાં છે.
ભારતી તથાં હર્ષનાં ઘરમાંથી પ્રતિબંધિત દવાઓ અને ગાંજો મળી આવ્યો. તેમનાં લેપટોપ તથાં મોબાઈલ ફોન જપ્ત કરી લેવામાં આવ્યાં છે. બંને પતિ-પત્નીને પૂછતાછ માટે મુંબઈ સ્થિત NCB ઓફિસ પહોંચવાનો આદેશ છે. અને આ સિવાય મુંબઈમાં હજી પણ NCBની છાપેમારી ચાલું છે.