– સૂર્યના વાતાવરણમાં ઉદ્ભવ્યું પ્રચંડ વાવાઝોડું
– 1.6 મિલિયન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી તરફ આગળ વધી રહ્યું છે
– અવકાશમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રથી પ્રભાવિત વિસ્તારમાં અસર કરી શકે છે.
સૂર્યના વાતાવરણમાં ઉદ્ભવ્યું પ્રચંડ વાવાઝોડું
સૂર્યના વાતાવરણમાં ઉદ્ભવેલુ પ્રચંડ વાવાઝોડું પૃથ્વી તરફ વેગપૂર્વક આગળ વધી રહ્યું છે. પ્રતિ કલાકના 1.6 કિલોમીટરની ઝડપે પૃથ્વી તરફ આગળ વધી રહેલું સોલાર વાવાઝોડું 11 મી જુલાઈ કે 12 મી જુલાઈએ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રથી પ્રભાવિત અવકાશી પ્રદેશ પર ત્રાટકી શકે છે. spaceweather.com વેબસાઈટના જણાવ્યા મુજબ આ પ્રચંડ વાવાઝોડું સૂર્યના વાતાવરણમાં ઉદ્ભવ્યું છે.

નયનરમ્ય અવકાશી પ્રકાશનો નજારો જોવા મળી શકે છે
સૂર્યના વાતાવરણમાં ઉદ્ભવેલુ વાવાઝોડાની શક્તિ જોતાં ઉત્તર કે દક્ષિણ ધ્રુવમાં રહેતા લોકોને અવકાશમાં અદભૂત અવકાશી પ્રકાશનો નજારો જોવા મળી શકે છે. જે લોકો આ પ્રદેશની નજીક રહેતા હશે તેઓને પણ રાત્રીના સમયે નયનરમ્ય પ્રકાશનો નજારો જોવા મળી શકે છે.
સોલાર વાવાઝોડાની પૃથ્વી પર અસરો
spaceweather.com ના જણાવ્યા મુજબ સોલાર વાવાઝોડાને કારણે પૃથ્વીના બાહ્ય વાતાવરણમાં જબરદસ્ત ગરમી વ્યાપી શકે છે જેની સીધી અસર ઉપગ્રહો ઉપર પડી શકે છે. ઉપગ્રહો ઉપર થનારી અસરોથી GPS નેવિગેશન, મોબાઈલ ફોનના સિગ્નલ તથા સેટેલાઈટ ટીવીના સિગ્નલો પ્રભાવિત થઈ શકે છે.
અમેરિકાની અવકાશી સંસ્થા NASA નો અભિપ્રાય
અમેરિકાની અવકાશી સંશોધન સંસ્થા NASA ના જણાવ્યા મુજબ સોલાર વાવાઝોડાની ગતિ હાલમાં 1.6 મિલિયન કિલોમીટર પ્રતિ કલાકની છે જે વધી શકે છે. નાસાએ જણાવ્યું છે કે આ સોલાર વાવાઝોડાને કારણે ઉપગ્રહોના સિગ્નલમાં અવરોધ ઊભો થવાની સંભાવના છે.
