– ભારતીય બંધારણની કલમ 311 અંતર્ગત બરતરફ કરાયા
– 2 જમ્મુ કાશ્મીર પોલીસના કર્મચારીઓ પણ સામેલ
– આતંકવાદી સંગઠન માટે ભૂગર્ભમાં કાર્ય કરતા હોવાનો આરોપ
આતંકવાદ વિરુદ્ધ જમ્મુ કાશ્મીર સરકારની સખ્તાઈ
સરકાર દ્વારા આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટોલરન્સ પોલીસી હેઠળ સખત પગલાં લેવામાં આવી રહ્યા છે. આજે સરકારે આતંકવાદી સંગઠન માટે ભૂગર્ભમાં કાર્ય કરતા હોવાના આરોપસર જમ્મુ કાશ્મીર સરકારના 11 કર્મચારીઓને ભારતીય બંધારણની કલમ 311 અંતર્ગત બરતરફ કરવામાં આવ્યા છે. બરતરફ કરવામાં આવેલા સરકારી કર્મચારીઓમાં હીઝબુલ મુઝાહિદ્દીનના ચીફ સૈયદ સલાહુદ્દીનના પુત્રનો પણ સમાવેશ થાય છે.
કોણ અને ક્યાંના છે આતંકવાદી સંગઠન માટે ભૂગર્ભમાં કાર્ય કરતા લોકો
આતંકવાદ વિરુદ્ધ સખત હાથે કાર્યવાહી કરવાની નેમ સાથે કાર્યરત સરકાર દ્વારા આજે જે 11 સરકારી કર્મચારીઓને આતંકવાદી સંગઠન માટે ભૂગર્ભમાં કાર્ય કરવાના આરોપસર બરતરફ કરવામાં આવ્યા છે તેમાં 4 અનંતનાગ, 3 બડગામ તથા બારામુલ્લા, શ્રીનગર, પુલવામા અને કુપવારાના એક એક કર્મચારીઓ છે. બરતરફ કર્મચારીઓમાંથી 4 શિક્ષણ વિભાગમાં, 2 જમ્મુ કાશ્મીર પોલીસમાં તથા એક એક કર્મચારી સ્કીલ ડેવલપમેન્ટ, કૃષિ, પાવર, આરોગ્ય અને SKIMS વિભાગના છે.