વિશ્વ ઘણું વિશાળ છે જોકે જ્યારે નિખાલસ અને નિસ્વાર્થ લાગણીઓથી જીવતા લોકો મળે ત્યારે સાવ નાનક્ડુ બની જાય છે. 3 ઓગષ્ટ, 2025, રવિવારના રોજ, જ્યારે સમગ્ર વિશ્વ મિત્રતા દિવસ ઉજવતું હતુ, ત્યારે અમદાવાદથી થોડેક દૂર શાંત, વિશાળ અને નૈસર્ગિક વાતાવરણમાં આવેલા સાકેત-4 રિસોર્ટ ખાતે એક અનોખા સ્નેહમિલનનું આયોજન થયું હતું.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આ સ્નેહમિલન આ એવા મિત્રોનું હતું જેઓ ફેસબુક જે વર્ચ્યુઅલ વિશ્વ દ્વારા એકબીજાના સંપર્કમાં આવ્યા છે. તેમને વચ્ચે લોહીનો કોઈ સંબંધ નથી કે પહેલેથી કોઈ ઓળખાણથી જોડાયેલા નહોતા, છતાં તેમની મિત્રતા એટલી ગાઢ છે કે તેઓ વ્યક્તિગત મળવા માટે એકઠા થયા જેનું સંચાલન વડનગરથી આવેલા શ્રી શરદ મોદીએ કર્યું હતું.

મિત્રતાના દિવસ ન હોય ઉત્સવ હોય જાણે મિત્રોત્સવ
આ ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ મિત્રતા, યાદગાર પળો અને જીવંત સંસ્મૃતિઓની રચના કરવાનો હતો. કાર્યક્રમની શરૂઆત સવારની ચા અને નાસ્તાથી થઈ, જ્યાં મિત્રોએ એકબીજા સાથે વાતો કરીને પોતાની વર્ચ્યુઅલ મિત્રતાને વાસ્તવિકતામાં બદલી.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

બપોરે સૌએ સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણ્યો અને ત્યારબાદ બોક્સ ક્રિકેટની રમત રમીને મજા માણી. રમત પછી થોડો આરામ કરીને બધા ડિસ્કોના તાલે ઝૂમ્યા અને દિવસને વધુ સ્મરણીય બનાવ્યો. આ દિવસનો અંત બધાએ એકબીજાને મળીને અને આવતા વર્ષે ફરીથી મળવાનું વચન આપીને છુટા પડ્યા.

આ ભવ્ય કાર્યક્રમનું આયોજન હિતેન્દ્રભાઈ વાઢેર, સંકેતભાઈ સોની, જયપાલસિંહ ઝાલા અને રાકેશભાઈ પટેલની ટીમે કર્યું હતું. તેમની મહેનત અને લગનથી ગુજરાતના ખૂણે-ખૂણેથી આવેલા મિત્રો એકસાથે મળી શક્યા. આ મિત્રોની ઉપસ્થિતિથી આ પ્રસંગ આનંદનો ઉત્સવ બની ગયો. સૌ મિત્રોએ ખુશી અને ઉત્સાહ સાથે આ દિવસની ઉજવણી કરી.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આ મિત્રોત્સવ માત્ર એક કાર્યક્રમ નહોતો, પરંતુ એ વાતનો પુરાવો હતો કે સાચી લાગણીઓ અને મિત્રતા કોઈ સીમાઓ કે માધ્યમથી બંધાયેલી નથી. આવતા વર્ષે આનાથી પણ વધુ ભવ્ય રીતે મિત્રોત્સવ ઉજવવાની ઈચ્છા સાથે બધા મિત્રો અનેક યાદો અને સ્મરણો લઈને છૂટા પડ્યા.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ઉલ્લેખનીય છે કે આ મિત્રો પ્રથમ વખત નહોતા મળ્યા આ મિત્રોનો આ પાંચમો મિત્રોત્સવ હતો. દર વર્ષે આ સમૂહમાં નિસ્વાર્થ અને લાગણીના સંબંધથી જોડાનારા મિત્રોની સંખ્યા વધતી રહે છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો