‘ઓપરેશન મહાદેવ’ (Operation Mahadev) આ નામ છે ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીરમાં (Jammu Kashmir) આરંભ કરેલા આતંક વિરોધી ઓપરેશનનું. સેનાએ જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં આતંકવાદીઓ સામે ઓપરેશન શરૂ કર્યું અને જેમાં ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે.

ભારતીય સેનાએ ફરી એકવાર આતંકવાદી કાવતરાને નિષ્ફળ બનાવ્યું છે. સેનાએ સોમવારે (28 જુલાઈ) જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. સેનાએ આતંકવાદીઓ સામે એક ઓપરેશન શરૂ કર્યું જેને ઓપરેશન મહાદેવ નામ આપવામાં આવ્યું હતું. ભારતીય સેનાની ચિનાર કોર્પ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X દ્વારા આ માહિતી શેર કરી હતી. પહલગામ આતંકી હુમલા (Pahalgam Terrorist Attack) બાદ ભારતીય સેનાએ અત્યાર સુધીમાં ઘણા આતંકવાદીઓને ઠાર માર્યા છે.

ઓપરેશન મહાદેવની (Operation Mahadev) સફળતા
સેનાએ કહ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું. અહીં આતંકવાદીઓ છુપાયેલા હોવાની શક્યતા હતી. આ સંદર્ભમાં સેનાને સફળતા મળી છે. માર્યા ગયેલા આતંકવાદીઓ પહલગામ આતંકી હુમલા સાથે જોડાયેલા છે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી નથી મળી. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર, એવું જાણવા મળ્યું છે કે આ આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા હોવાની સંભાવના છે.

આતંકવાદીઓ પાસેથી મળી આવ્યા ઘાતક હથિયારો
સેનાએ મહાદેવ ટેકરી પર એક કેમ્પ સ્થાપ્યો છે, જેના દ્વારા આ વિસ્તારમાં થતી ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે. સેનાની સાથે જમ્મુ અને કાશ્મીર પોલીસ પણ આ ઓપરેશન મહાદેવમાં (Operation Mahadev) સામેલ હતી. સેનાએ ઠાર મારેલા આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં ઘાતક હથિયારો મળી આવ્યા છે. બીજી એક મહત્વની વાત એ છે કે સેના અને આતંકવાદીઓ વચ્ચે જે જગ્યાએ એન્કાઉન્ટર થયું તે સ્થળ એક ટેકરી પર આવેલું છે. ત્યાં ફક્ત પગપાળા જ પહોંચી શકાય છે.
Jammu Kashmir के Srinagar में मारे गए 3 आतंकियों के तार Pahalgam Attack से जुड़े हो सकते हैं#JammuKashmir #SrinagarEncounter #OperationMahadev #PahalgamTerrorAttack #NIA #Terror #IndianArmy@RajLaveena @apandeyjourno pic.twitter.com/yoaU0GDKxH
— News18 India (@News18India) July 28, 2025