મેટ્રો રેલ
Spread the love

ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું મેટ્રો રેલ નેટવર્ક ધરાવતો દેશ બની ગયો છે. ભારતમાં મેટ્રો રેલ નેટવર્ક 1000 કિમી સુધી વિસ્તર્યું છે. ચીન અને અમેરિકા પછી હવે ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટુ મેટ્રો રેલ નેટવર્ક ધરાવતો દેશ બની ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દિલ્હી મેટ્રોની મેજેન્ટા લાઇનના વિસ્તરણનું ઉદ્ઘાટન કર્યું છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં 2002માં મેટ્રોની સફર શરૂ થઈ હતી, જ્યારે અટલ બિહારી વાજપેયીજીએ દિલ્હીના લોકોને પહેલી મેટ્રો આપી હતી. આજે વડાપ્રધાન મોદી દિલ્હીના લોકોને નવા મેટ્રો પ્રોજેક્ટ અને નમો ભારતની ભેટ આપ્યો છે.

ભારતમાં મેટ્રો નેટવર્ક : ખાસ બાબતો

દિલ્હી મેટ્રોની શરૂઆત 2002માં થઈ હતી. વર્ષ 2014માં ભારતના 5 રાજ્યોના 5 શહેરોમાં જ મેટ્રો રેલ નેટવર્ક હતું જે આજે દસ વર્ષમાં 11 રાજ્યોના 23 શહેરોમાં મેટ્રો રેલ નેટવર્ક છે. 2014માં ભારતમાં મેટ્રો રેલ નેટવર્ક 248 કિલોમીટરનું હતું જે આજે વધીને 1000 કિલોમીટર થઈ ગયું છે. છેલ્લા 10 વર્ષમાં મેટ્રો નેટવર્ક 3 ગણુ વિસ્તર્યું છે. 2014માં 28 લાખ મુસાફરો દરરોજ પ્રવાસ કરતા હતા જ્યારે આજે 1 કરોડથી વધુ મુસાફરો દરરોજ મેટ્રોમાં મુસાફરી કરે છે, જે 2014ની સરખામણીમાં 2.5 ગણા વધુ છે. મેટ્રો ટ્રેનો એક દાયકા પહેલા દૈનિક 86 હજાર કિલોમીટર દોડતી હતી જ્યારે આજે 3 ગણી વધારે લગભગ કુલ 2.75 લાખ કિલોમીટર પ્રતિ દિવસ મુસાફરી કરે છે.

દિલ્હીથી મેરઠ સુધી નમો ભારત ટ્રેન

માત્ર મેટ્રો જ નહી પરંતુ ભારત રેલ્વેના વિકાસમાં પણ ઘણું આગળ નીકળી ચુક્યું છે. PM મોદીએ આજે દિલ્હીમાં મેટ્રોના ચોથા તબક્કાના પ્રથમ વિભાગનું ઉદ્ઘાટન કર્યું છે, આ ઉપરાંત સાહિબાબાદ અને ન્યૂ અશોક નગર વચ્ચે દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ નમો ભારત કોરિડોરના 13 કિલોમીટર લાંબા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું છે. આ રૂટ પર પેસેન્જર અવરજવર રવિવારે સાંજે 5 વાગ્યાથી શરૂ થશે અને દર 15 મિનિટના અંતરે ટ્રેનો ઉપલબ્ધ રહેશે. ન્યૂ અશોક નગર સ્ટેશનથી મેરઠ દક્ષિણનું ભાડું સ્ટાન્ડર્ડ કોચ માટે રૂ. 150 અને પ્રીમિયમ કોચ માટે રૂ. 225 છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

One thought on “10 વર્ષમાં ભારત બન્યો સૌથી મોટુ મેટ્રો રેલ નેટવર્ક ધરાવતો વિશ્વનો ત્રીજો દેશ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *