Trump
Spread the love

ડોનાલ્ડ ટ્રમ્પના (Donald Trump) વારંવારના નિવેદનો બાદ વિપક્ષ જેની લાંબા સમયથી માંગ કરી રહ્યો હતો તે ઓપરેશન સિંદૂર (Operation Sindoor) પર 16 કલાક લાંબી ચર્ચા સંસદ ભવનમાં (Parliament Of India) આજથી શરૂ થઈ. આ દરમિયાન, કોંગ્રેસના (Congress) સાંસદ ઈમરાન મસૂદે (Imran Masood) યુએસ રાષ્ટ્રપતિ (President of USA) ડોનાલ્ડ ટ્રમ્પના (Donald Trump) નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “શું ટ્રમ્પ (Trump) આપણા બાપ બની બેઠા છે અને આપણે તેમના ગુલામ છીએ?”

સોમવારે સંસદમાં ઓપરેશન સિંદૂર (Operation Sindoor) પર ચર્ચા થઈ રહી છે. વિપક્ષની (Opposition) મુખ્ય માંગ હતી કે આ મુદ્દા પર સંસદમાં (Parliament) ચર્ચા થવી જોઈએ અને આ દરમિયાન વડા પ્રધાન (Prime Minister) હાજર રહે. 28 જુલાઈએ આ મુદ્દા પર 16 કલાક લાંબી ચર્ચા શરૂ થઈ ગઈ. આ દરમિયાન, કોંગ્રેસના સાંસદ (Congress MP) ઈમરાન મસૂદે (Imran Masood) કહ્યું છે કે, “શું ટ્રમ્પ (Trump) આપણા બાપ બની ગયા છે અને આપણે તેમના ગુલામ બની ગયા છીએ કે તેઓ બટન દબાવશે અને આપણે કામ કરીશું?”

કોંગ્રેસ સાંસદ ઈમરાન મસૂદે ટ્રમ્પ (Trump) અંગે શું કહ્યું?

કોંગ્રેસના સાંસદ (Congress MP) ઈમરાન મસૂદે (Imran Masood) ઓપરેશન સિંદૂર (Operation Sindoor) પર કહ્યું કે અમે લાંબા સમયથી આ અંગે ચર્ચાની માંગ કરી રહ્યા છીએ. સૌથી મોટી ચિંતા એ છે કે પહલગામ આતંકી હુમલાના (Pahalgam Terror Attack) હત્યારાઓ હજુ પણ જીવિત છે અને તેમને સજા આપવામાં આવી નથી. અમને હજુ સુધી ઓપરેશનના પરિણામો ખબર નથી. આપણી વિદેશ નીતિ નિષ્ફળ ગઈ છે, પાકિસ્તાનને (Pakistan) આતંકવાદની (Terrorist) યાદીમાંથી દૂર કરવામાં આવ્યું છે અને હવે તે વૈશ્વિક સ્તરે આતંકવાદ વિરોધી કામગીરીમાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે.

તેમણે કહ્યું કે સરકારે સંસદને (Parliament) આપણી સિદ્ધિઓ વિશે માહિતી આપવી જોઈએ. વડા પ્રધાન મોદીએ (PM Modi) આ બાબતની જવાબદારી લેવી જોઈતી હતી કારણ કે જ્યારે દરેક વસ્તુનો શ્રેય તેમને આપવામાં આવે છે ત્યારે અમને તેનો કોઈ વાંધો નથી. ટ્રમ્પે (Trump) ફરી એકવાર કહ્યું કે તેમણે યુદ્ધ બંધ કરાવ્યું હતું, પરંતુ સરકાર કંઈ કહી રહી નથી. આપણે શું સમજવું જોઈએ?

કોંગ્રેસના સાંસદે (Congress MP) કહ્યું કે આ આપણી સાર્વભૌમત્વ માટે ખતરો છે. શું ટ્રમ્પ (Trump) આપણા બાપ બની ગયા છે અને શું આપણે તેમના ગુલામ બની ગયા છીએ? ટ્રમ્પ (Trump) બટન દબાવશે અને આપણે કામ કરીશું? સંરક્ષણ પ્રધાને (Defense Minister) ચર્ચા શરૂ કરવી જોઈએ, અમે પણ તથ્યાત્મક વાતો કરીશું. આપણી વિદેશ નીતિને શું થયું છે? પાકિસ્તાનને (Pakistan) આતંકવાદ વિરોધી ટીમનું ઉપપ્રમુખ બનાવવામાં આવ્યું, તો આપણી વિદેશ નીતિ ક્યાં છે? કોઈ દેશ આપણી સાથે કેમ ઊભો નથી?

તેમણે એમ પણ કહ્યું કે તમે જે 50 વર્ષ જૂની ઘટના છે તે કટોકટી પર એક ખાસ સત્ર બોલાવ્યું, પરંતુ આપણી બહેનોનું સિંદૂરનો ભૂંસી નાખવામાં આવ્યું, ત્યારે કોઈ ખાસ સત્ર બોલાવ્યું નહીં. તમે આખી દુનિયામાં ટીમો મોકલી, આમાંથી તમે શું મેળવ્યું? આપણી મજાક જ ઉડાવવામાં આવી છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *