IML T20: ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગની પ્રથમ મેચમાં ઈન્ડિયા માસ્ટર્સે શ્રીલંકાને 4 રને હરાવ્યું હતું. આ દિલધડક મેચમાં યુવરાજ સિંહે એક શાનદાર કેચ ઝડપ્યો હતો જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગ (ML T20) માં યુવરાજનો ગજબ કેચ
ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગ (ML T20) ક્રિકેટ (Cricket) ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં ઈન્ડિયા માસ્ટર્સે શ્રીલંકા માસ્ટર્સ સામે જીતવા માટે 223 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગ (ML T20) ની છેલ્લા બોલ સુધી ચાલેલી આ રોમાંચક મેચમાં ઈન્ડિયા માસ્ટર્સનો 4 રને વિજય થયો હતો. મેચમાં યુવરાજ સિંહે શાનદાર કેચ ઝડપ્યો હતો, જેને જોઈને સૌને યુવા યુવરાજની યાદ આવી ગઈ. યુવરાજ સિંહ તેના સમયમાં વિશ્વનો શ્રેષ્ઠ ફિલ્ડર હતો. શનિવારે રમાયેલી મેચમાં તેની ફિલ્ડિંગે એ જ જુના યુવરાજની ફિલ્ડિંગ જોવા મળી હતી.

ઈરફાન પઠાણની 8મી ઓવરના ત્રીજા બોલ પર લાહિરુ થિરિમાનેએ જોરદાર ફટકો માર્યો હતો. બોલ જ્યાં યુવરાજ સિંહ ફિલ્ડિગ કરતો હતો ત્યાં બાઉન્ડ્રી તરફ ગયો, યુવરાજ લાઇનથી થોડો આગળ ઉભો હતો. બોલ આવતા જ યુવરાજે હવામાં ડાઇવ મારીને શાનદાર કેચ ઝડપી લીધો હતો.
43 વર્ષના યુવરાજ સિંહનો વીડિયો થયો વાયરલ
યુવરાજ સિંહના આ કેચનો વીડિયો સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થયો હતો. દરેક વ્યક્તિ યુવરાજની પ્રશંસા કરી રહી છે. આ કેચ બાદ ઈન્ડિયા માસ્ટર્સના ખેલાડીઓની સાથે મેદાન પર બેઠેલા બધાએ યુવરાજના કેચને વધાવી લીધો હતો. સ્ટેન્ડ પર બેઠેલી ઈરફાન પઠાણની પત્ની અને સચિનની પુત્રી સારા તેંડુલકરે પણ યુવરાજ સિંહના અદ્ભુત કેચથી ખુશ થઈને તાળીઓ પાડી વધાવ્યો હતો.
𝗛𝗶𝗴𝗵-𝗳𝗹𝘆𝗶𝗻𝗴 ✈️ action ft. 𝗬𝘂𝘃𝗿𝗮𝗷 𝗦𝗶𝗻𝗴𝗵! 🔥
— INTERNATIONAL MASTERS LEAGUE (@imlt20official) February 22, 2025
Catch all the action LIVE, only on @JioHotstar, @Colors_Cineplex & @CCSuperhits 📲 📺#IMLT20 #TheBaapsOfCricket #IMLonJioHotstar #IMLonCineplex pic.twitter.com/mN2xBvotF2
ઈન્ડિયા માસ્ટર્સે શ્રીલંકા માસ્ટર્સને 4 વિકેટે હરાવ્યું
ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગ (ML T20) ની મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઈન્ડિયા માસ્ટર્સે 222 રન બનાવ્યા હતા. ગુરકીરત સિંહે 44, સ્ટુઅર્ટ બિન્નીએ 31 બોલમાં 68 રન બનાવ્યા હતા. યુવરાજ સિંહે 31 રન અને યુસુફ પઠાણે 22 બોલમાં 56 રનની ઇનિંગ રમી હતી.

ઈન્ડિયા માસ્ટર્સે આપેલા ટાર્ગેટનો પીછો કરતા બેટિંગમાં ઉતરેલા શ્રીલંકા માસ્ટર્સે પણ શાનદાર બેટિંગ કરી હતી. અંતિમ ક્ષણોમાં એવું લાગી રહ્યું હતું કે શ્રીલંકા જ જીતી જશે. છેલ્લી ઓવરમાં શ્રીલંકાને 9 રનની જરૂર હતી. અભિમન્યુ મિથુને 20મી ઓવરમાં માત્ર 4 રન આપીને ઈન્ડિયા માસ્ટર્સને શાનદાર જીત અપાવી હતી.