APMC
Spread the love

સુરત APMCમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ લસણનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. લગભગ 2150 કિલો પ્રતિબંધિત ચાઈનીઝ લસણ પકડાયું છે. સુરત APMCમાંથી જપ્ત કરવામાં આવેલા લસણની કિંમત આશરે 10 લાખ રુપિયા થવા જાય છે.

ચાઈનીઝ લસણનો જથ્થો ઝડપાયો

મોટા ભાગના ઘરોમાં રસોઈમાં લસણનો ઉપયોગ કરવામાં આવતો હોય છે ત્યારે હવે ચેતી જવાના દિવસો આવી ગયા છે. હવે બજારમાંથી લાવવામાં આવેલું લસણ ચાઈનીઝ લસણ હોય શકે છે. જેની વિપરીત અસર સ્વાસ્થ્ય પર પડી શકે છે. ચાઈનીઝ લસણ દેખાવમાં સામાન્ય કરતાં સારુ દેખાય છે આવા સારા દેખાતું લસણ સુરત APMC પહોંચી ગયું હોવાનું સામે આવ્યું છે. એપીએમસી દ્વારા ચાઈનીઝ લસણનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. પકડાયેલા ચાઈનીઝ લસણનો નાશ પણ કરવામાં આવ્યો છે.

ભારતમાં પ્રતિબંધ છે ચાઇનીઝ લસણ

ખેડૂતોની આજીવિકાના રક્ષણ તેમજ લોકોના સ્વાસ્થ્યના રક્ષણ માટે ભારતમાં ચાઈનીઝ લસણના વેચાણ ઉપર વર્ષ 2014થી પ્રતિબંધ છે. ચાઈનીઝ લસણમાં અનેક પ્રકારના હાનિકારક રસાયણોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. સુરત APMCમાંથી 2,150 કિલો ચાઈનીઝ લસણ ઝડપાયુ છે. જેની કિંમત દસ લાખ રુપિયા જેટલી માનવામાં આવી રહી છે. ચાઈનીઝ લસણ ઉપર ભારતમાં પ્રતિબંધ છે ત્યારે ચાઈનીઝ લસણનો મોટો જથ્થો પકડાતા ચકચાર મચી ગઈ છે.

આ પહેલા સપ્ટેમ્બર મહિનામાં ગોંડલના માર્કેટ યાર્ડમાંથી 30 કટ્ટા એટલે કે અંદાજીત 600 કિલો ચાઈનીઝ લસણ ઝડપાયું હતું.

ચાઈનીઝ લસણનો રંગ આછો સફેદ અથવા આછો ગુલાબી અને કદ નાનું હોય છે. ચાઈનીઝ લસણમાં જંતુનાશકોનું પ્રમાણ પણ વધુ હોય છે. ભારતીય લસણ કરતા ચાઈનીઝ લસણ સસ્તુ હોય છે. ભારતમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે નેપાળના રસ્તે ચાઇનીઝ લસણનો સપ્લાય કરવામાં આવી રહ્યું હોવાનું જાણકારોનું માનવું છે.


Spread the love

By Devendra Kumar

Devendrakumar Solanki is graduate from Gujarat University with special Economics. He has long experience in working with several multinational companies. He like to learn new things, ways and ideas. He is very good political analyst. His Colman published in two different news web portal. He is poet also he wrote with pen name "Smit". He is very good writer his series named "Dr. Babasaheb Ambedkar : Advitiya Senapati, Ananam Yodhdha" "ડૉ. બાબાસાહેબ આંબેડકર : અદ્વિતીય સેનાપતિ, અણનમ યોદ્ધા" is widely liked by people. His belief in facts is very deep. He is known for his truth and fact based, frank and fearless opinion.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *