વિદેશી આક્રમણકારોના અત્યાચારના ડરથી જે લોકો સનાતન ધર્મથી અલગ થઈ ગયા હતા અને કટ્ટર વિચારોથી પરેશાન હતા. તેઓ હવે કહે છે કે રામ અમારું જીવન છે.
વિવિધ કારણો અને સંજોગોવશ સનાતન ધર્મથી દૂર થઈ ધર્મ પરિવર્તન કરનારા સેંકડો લોકો હવે મહાકુંભ માં ઘર વાપસી કરશે. અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત રવિન્દ્ર ગિરી મહારાજે શનિવારે આ માહિતી આપી હતી.
સનાતન ધર્મમાં પરત આવવા દો
તેમણે કહ્યું કે જે લોકો વિદેશી આક્રમણકારોના અત્યાચારથી ડરીને, પોતાના પરિવાર અને જીવન બચાવવા માટે અલગ-અલગ સમયે સનાતન ધર્મથી અલગ થઈ ગયા હતા, તેમણે ઈસ્લામ ધર્મ અપનાવ્યો હતો. આવા લોકો કટ્ટર વાદી વિચારોથી પરેશાન થઈ ગયા છે અને હવે કહી રહ્યા છે કે અમને પાછા લઈ લો, રામ અમારું જીવન છે અને અમે સનાતન ધર્મમાં પરત આવવા દો. આવા લોકો ખ્રિસ્તી, મુસ્લિમ અને અન્ય વિચારો છોડીને સ્વધર્મમાં પાછા ફરશે.
Ghar Wapsi: महाकुंभ में सैकड़ों करेंगे घर वापसी, ईसाइयत और इस्लाम त्याग अपनाएंगे सनातन
— Biharpulse (@Ritambiharpulse) January 4, 2025
Read At:https://t.co/hViWZFtel3 #Gharwapsi #Sanatani #SanatanaDharma #coversion #Mahakumbh
અમે તમામ સનાતનીઓને આવકારીએ છીએ અને આદર આપીએ છીએ, આવો અને આદર સાથે અમે એક સાથે તેમને સમરસતાના નાદ સાથે પતિત પાવન માતા ગંગામાં સ્નાન કરીને તેમને સનાતનમાં પાછા લાવીશું. જે લોકો તેને ધર્મ પરિવર્તન કહી રહ્યા છે તેઓ કટ્ટરવાદી, સનાતન વિરોધી તેમજ માનવતા વિરોધી છે. તે લોકો નથી ઈચ્છતા કે દુનિયામાં શાંતિ સ્થપાય.
[…] તેવા પ્રશ્નો ઉઠાવી રહ્યા છે ત્યારે મહાકુંભના સમયગાળા દરમિયાન અધધ જેવો 2 લાખ કરોડ […]