બોલિવુડનાં જાણીતાં ઍક્ટર પરેશ રાવલ નેશનલ સ્કુલ ઓફ ડ્રામાનાં અધ્યક્ષ તરીકે નિમણુક પામ્યાં છે. પરેશ રાવલ 2014 થી 2019 સુધી અમદાવાદ પુર્વના લોકસભાના સાંસદ હતાં. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને NSDનાં અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ 4 વર્ષ સુધી આ પદ પર રહેશે.
કેન્દ્ર સંસ્કૃતિ રાજ્ય મંત્રી પ્રહલાદસિંહ પટેલે ટ્વિટર દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવી છે.
તેમણે ટ્વિટ કરી હતી કે “લોકપ્રિય માનનીય પરેશ રાવલજીને રાષ્ટ્રપતિ દ્વારા નેશનલ સ્કુલ ઓફ ડ્રામાના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે.તેમની પ્રતિભાનો લાભ દેશનાં કલાકારો તથાં છાત્રોને મળશે.
प्रख्यात कलाकार मा @SirPareshRawal जी को महामहिम @rashtrapatibhvn द्वारा @nsd_india का अध्यक्ष नियुक्त किया है।उनकी प्रतिभा का लाभ देश के कलाकारों एवं छात्रों को मिलेगा ।हार्दिक शुभकामनाएँ @PMOIndia @JPNadda @incredibleindia @tourismgoi @MinOfCultureGoI @BJP4India @BJP4MP pic.twitter.com/ONdM2sB3g0
— Prahlad Singh Patel (@prahladspatel) September 10, 2020