Spread the love

– જીપીએસસી દ્વારા વર્ગ 1 અને વર્ગ 2 ની ભરતી માટે જાહેરાત

– કુલ 183 જગ્યાઓ પર ભરતી જાહેરાત

– અરજી કરવાની છેલ્લી તારીખ 13/10/2021 બપોરે 1 વાગ્યા સુધી

જીપીએસસી દ્વારા વર્ગ 1 અને વર્ગ 2 ની ભરતી માટે જાહેરાત કરવામાં આવી

જીપીએસસી દ્વારા જાહેરાત ક્રમાંક 30 અંતર્ગત વર્ગ 1 અને વર્ગ 2ની કુલ 183 જગ્યાઓ માટે યોગ્યતા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. 183 પૈકી વર્ગ-1 માં નાયબ કલેકટર/નાયબ ડીડીઓની 15 જગ્યાઓ, પોલીસ વિભાગમાં ડીવાયએસપીની 8 જગ્યાઓ, જીલ્લા રજીસ્ટ્રાર 1 જગ્યા, સહાયક રાજ્ય વેરા કમિશ્નર 48, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ)ની 1 જગ્યા એમ કુલ 73 જગ્યાઓ છે. વર્ગ-૨માં મામલતદારની 12 જગ્યા , ટીડીઓ ૧10, મદદનીશ જીલ્લા રજિસ્ટ્રાર 10, સમાજ કલ્યાણ અધિકારી (અનુ. જાતિ કલ્યાણ) 1 સરકારી શ્રમ અધિકારી 02, રાજ્ય વેરા અધિકારીની 75 જગ્યા એમ કૂલ 110 જગ્યાઓ છે. કુલ 183 જગ્યાઓમાંથી સૌથી વધુ 123 જગ્યાઓ રાજ્ય વેરા વિભાગમાં છે. 

શૈક્ષણિક લાયકાત : કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક અરજી કરી શકે છે. આ ઉપરાંત ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષમાં અભ્યાસ ચાલુ હોય તેવા ઉમેદવાર પણ અરજી કરી શકે છે.

વયમર્યાદા : 20-35 વર્ષ સુધી ઉંમરના ઉમેદવાર અરજી કરી શકે છે. વય મર્યાદામાં આરક્ષણ નીતિ અનુસાર છુટ આપવામાં આવશે.

પગાર ધોરણ

વર્ગ 1 અધિકારી તરીકે પસંદ થનારા ઉમેદવારોને પે મેટ્રીક્સ લેવલ નંબર 10 -રૂ. 56,100/-થી 1,77,500/- તથા અન્ય મળવા પાત્ર ભથ્થાં તથા વર્ગ 2 અધિકારી તરીકે પસંદ થનારા ઉમેદવારોને પે મેટ્રીક્સ લેવલ નંબર 8 રૂ. 44,900/-થી 1,42,400/- તથા અન્યમળવા પાત્ર ભથ્થા.

અરજી કેવી રીતે કરશો ?

ઓનલાઈન અરજી https://gpsc-ojas.gujarat.gov.in/ વેબસાઈટ ઉપર કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 13/10/2021 બપોરે 1 વાગ્યા સુધી છે. ઓનલાઈન અરજી એક વખત સબમિટ કર્યા બાદ સુધારો કરી શકાય તેમ હોઈ અર્થાત એડિટેબલ હોઈ છેલ્લા દિવસ સુધી સુધી અરજીમાં સુધારો કરી શકાશે.

પસંદગી પ્રક્રિયા

સરકારી નોકરીમાં જોડાવાની ઈચ્છા રાખનારા અનેક યોગ્યતા પ્રાપ્ત ઉમેદવારો અરજી કરશે. ત્યારે તેમાંથી યોગ્ય ઉમેદવારો પસંદ કરવા માટે ત્રણ તબક્કામાં કસોટી યોજાય છે. પ્રથમ તબક્કો એટલે પ્રિલિમીનરી પરિક્ષા જે 12/12/2021 ના દિવસે લેવામાં આવશે.જે 400 ગુણની હશે. પ્રિલિમીનરી પરિક્ષાનું પરિણામ જાન્યુઆરી 2022 માં જાહેર કરવામાં આવશે. જેમાંથી લગભગ કુલ જગ્યાઓ કરતાં 15 ગણા ઉમેદવારો મુખ્ય કસોટી માટે પસંદ કરવામાં આવશે જેમની. મુખ્ય કસોટી 900 ગુણની હશે. જેમાંથી કુલ જાહેરાત કરવામાં આવેલી બેઠકો કરતાં આશરે 3 ગણા ઉમેદવારોને વ્યક્તિત્વ કસોટી માટે બોલાવવામાં આવશે. ઈન્ટરવ્યુ 100 ગુણનો રહેશે.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *