– ધોરણ 10 અને 12 બોર્ડના પરિણામની તારીખ જાહેર
– શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ ટ્વિટ કરી આપી જાણકારી
– વિદ્યાર્થીઓ વાલીઓની પ્રતિક્ષાનો અંત
ધોરણ 10 અને 12 ના પરિણામની તારીખ જાહેર
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવ્યા બાદ ધોરણ 12 બોર્ડ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ. પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાના પરિણામની કાગડોળે રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓની આતુરતાનો અંત આવ્યો છે. આખરે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાનું માર્ચ-એપ્રિલ 2022ની પરીક્ષાનું પરિણામ તારીખ આવતીકાલ 04/06/2022 ના રોજ સવારે 08:00 વાગ્યે જાહેર કરવામાં આવશે. આ માહિતી રાજ્ય શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ ટ્વિટ કરીને જાણકારી આપી છે.
ધોરણ 10 બોર્ડના પરિણામની તારીખ જાહેર કરી શિક્ષણમંત્રીએ
ધોરણ 12 બોર્ડ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ. પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાની પરિક્ષાના પરિણામની તારીખ જાહેર કરી તેની સાથે સાથે શિક્ષણમંત્રીએ ટ્વિટ કરીને ધોરણ 10 બોર્ડ તથા સંસ્કૃત પ્રથમા માર્ચ-એપ્રિલ 2022ની પરિક્ષાના પરિણામની પણ તારીખ જાહેર કરી છે. શિક્ષણમંત્રીએ કરેલા ટ્વિટ મુજબ ધોરણ 10નું પરિણામ તારીખ 06/06/2022 ના રોજ સવારે 08:00 વાગ્યે જાહેર કરવામાં આવશે.