પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) ની રાજકીય પાંખ કહેવાતા SDPIના રાષ્ટ્રીય અધ્યક્ષ એમ.કે. ફૈઝીની EDએ PMLA હેઠળ દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની લોન્ડરિંગ વિરોધી કાયદા હેઠળ મોટી કાર્યવાહી કરી છે. કેન્દ્રીય એજન્સીએ પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) ની રાજકીય પાંખ કહેવાતા સોશ્યલિસ્ટ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા (SDPI)ના રાષ્ટ્રીય અધ્યક્ષ એમ.કે. ફૈઝીની ધરપકડ કરી છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે સોમવારે રાત્રે દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફૈઝીની પીએમએલએ હેઠળ અટકાયત કરવામાં આવી હતી.
BIG | ED arrests SDPI National President M K Faizy in money laundering case linked to banned terror outfit PFI.
— Organiser Weekly (@eOrganiser) March 4, 2025
Faizy was reportedly nabbed at IGI Airport while attempting to flee India. SDPI, often in controversy for its anti-India processions, has been under growing scrutiny. pic.twitter.com/LIOIXIouDe
PFIની રાજકીય પાંખ SDPI?
સોશ્યલિસ્ટ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા (એસડીપીઆઈ)ની સ્થાપના 2009માં થઈ હતી. તેનું મુખ્યાલય દિલ્હીમાં છે. તે અગાઉ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સાથે જોડાયેલું હતું, જેના પર કેન્દ્ર સરકારે થોડા વર્ષો પહેલા પ્રતિબંધ મૂક્યો હતો. અહેવાલ મુજબ હવે સોશ્યલિસ્ટ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા (એસડીપીઆઈ) પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) ની રાજકીય પાંખ ગણાય છે.

2022 માં PFI ઉપર પ્રતિબંધ મુકાયો
EDએ અગાઉ SDPIને PFIને ‘રાજકીય પાંખ’ ગણાવી હતી. કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2022માં પીએફઆઈને ‘ગેરકાયદેસર સંસ્થા’ ગણાવીને તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. પ્રતિબંધ લગાવાયો તે પહેલાં ED, NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) સહિત ઘણી તપાસ એજન્સીઓ અને ઘણા જુદા જુદા રાજ્યોના પોલીસ દળોએ એક સાથે દરોડા પાડ્યા હતા અને પીએફઆઈ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.
ફૈઝી 2018માં રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યો હતો
ઉલ્લેખનીય છે કે એસડીપીઆઈએ પીએફઆઈ સાથે આવા કોઈ સંબંધ હોવાનો ઈનકાર કર્યો છે અને પોતાને એક સ્વતંત્ર સંગઠન ગણાવ્યું છે. SDPI અનુસાર, ફૈઝી સંસ્થાના સ્થાપક નેતાઓમાંનો એક છે અને 2018માં તેના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયો હતો. SDPIએ તેના પોર્ટલ પર જણાવ્યું છે કે તે એક ઈસ્લામિક વિદ્વાન અને રાજકીય નિરીક્ષક છે જેણે 1980ના દાયકામાં મસ્જિદના ઈમામ તરીકે કાર્યરત હતો.

કયા-કયા રાજ્યોમાં SDPIનો પ્રભાવ?
તપાસ એજન્સીઓના અધિકારીઓના જણાવ્યા અનુસાર કેરળ અને કર્ણાટકના વિવિધ વિસ્તારોમાં અને દક્ષિણ ભારતના કેટલાક અન્ય રાજ્યોમાં સંગઠનનો ‘મજબૂત’ પ્રભાવ છે. 2022 માં પીએફઆઈ વિરુદ્ધ તપાસના ભાગ રૂપે, EDએ ફૈઝીને કેરળ સ્થિત PFI નેતા અબ્દુલ રઝાક બીપી સાથે જોડ્યો હતો. અબ્દુલ રઝાક બીપી પર તેમના (રઝાકના) સંગઠન માટે ભંડોળ એકત્ર કરવાની પ્રવૃત્તિઓના ભાગરૂપે એસડીપીઆઈના રાષ્ટ્રીય અધ્યક્ષને રૂ. 2 લાખ ટ્રાન્સફર કરવાનો આરોપ છે.

[…] એક મોટો ખુલાસો થયો છે. આ કેસની તપાસ બાદ NIAએ ચાર્જશીટમાં મોટા ખુલાસા કર્યા છે. […]