Earthquake
Spread the love

Earthquake: શુક્રવારે સવારે દક્ષિણ અમેરિકાના (South America) ડ્રેક પેસેજમાં (Drake Passage) 7.5 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ (Earthquake) આવ્યો હતો, મીડિયા અહેવાલો મુજબ ભૂકંપના (Earthquake) કારણે સુનામીના (Tsunami) ખતરાની આશંકા સેવવામાં આવી રહી છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

દક્ષિણ અમેરિકાના (South America) ડ્રેક પેસેજમાં (Drake Passage) 7.5 ની તીવ્રતાનો ભૂકંપ (Earthquake) આવ્યો હતો, મીડિયા અહેવાલો અનુસાર જેના પગલે સુનામીના (Tsunami) ભયની આશંકા જોવામાં આવી રહી છે. અહેવાલો અનુસાર, ભૂકંપ દક્ષિણ અમેરિકા (South America) અને એન્ટાર્કટિકાના (Antarctica) દક્ષિણ છેડા વચ્ચે સ્થિત ડ્રેક પેસેજ (Drake Passage) પર આવ્યો હતો.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

સવારે ત્રાટ્ક્યો ભૂકંપ (Earthquake)

છેલ્લે મળતા અહેવાલો મુજબ કોઈ નુકસાન થયું હોવાની જાણ નથી. ભૂકંપની (Earthquake) દેખરેખ રાખતી એજન્સીઓ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના ડેટા અનુસાર, 22 ઓગસ્ટ, 2025 ના રોજ સવારે 7:46 વાગ્યે (UTC+05:30) ડ્રેક પેસેજ (Drake Passage) પર 7.5 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ (Earthquake) આવ્યો હતો.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

શરૂઆતમાં ભૂકંપની (Earthquake) તીવ્રતા 8 ની આસપાસ હોવાની ધારણા હતી, પરંતુ બાદમાં યુનાઈટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (United States Geological Survey, USGS) એ તેને 7.5 સુધી સુધારી હતી. ભારતના નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ ભૂકંપની તીવ્રતા 7.4 માપી હતી.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ભૂકંપનું કેન્દ્રબિંદુ 60.186° દક્ષિણ અક્ષાંશ અને 61.821° પશ્ચિમ રેખાંશ પર હતું, જોકે ભૂકંપની ઊંડાઈની હજુ સુધી સત્તાવાર રીતે પુષ્ટિ થઈ નથી. આ પ્રદેશ દક્ષિણ અમેરિકાના દક્ષિણ છેડા અને એન્ટાર્કટિકા વચ્ચે આવેલો છે – આ વિસ્તાર દક્ષિણ અમેરિકન અને એન્ટાર્કટિક પ્લેટો વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાને કારણે નોંધપાત્ર ટેક્ટોનિક પ્રવૃત્તિ (Significant Tectonic Activity) માટે જાણીતો છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

One thought on “ભૂકંપ (Earthquake) : દક્ષિણ અમેરિકાના ડ્રેક પેસેજમાં આવ્યો રિક્ટર સ્કેલ પર 7.5 ની તીવ્રતા ધરાવતો શક્તિશાળી ભૂકંપ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *