Putin
Spread the love

પુતિન (Putin) સાથે મુલાકાત પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ (American President) ટ્રમ્પે (Trump) સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine War) બંધ ન થાય ત્યાં સુધી કોઈ વેપાર નહીં થાય. ટ્રમ્પે (Trump) કહ્યું કે જો બેઠકમાં બધુ સમુસુતરૂ પાર નહી પડે તો તેઓ ઘરે ચાલ્યા જશે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ટ્રમ્પ (Trump) અને પુતિન (Putin) અલાસ્કામાં (Alaska) યુક્રેનમાં યુદ્ધ (Ukraine War) સમાપ્ત કરવાની શક્યતાઓ પર ચર્ચા કરવા જઈ રહ્યા છે. આ બેઠક પર આખી દુનિયાની નજર છે. આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ (Russian President) વ્લાદિમીર પુતિન (Vladimir Putin) સાથેની મુલાકાત પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ (American President) ડોનાલ્ડ ટ્રમ્પે (Donald) Trump) એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તેઓ પુતિન (Putin) સાથેની મુલાકાતમાં યુદ્ધવિરામ ઇચ્છે છે અને જો આજે આ નહીં થાય તો તેઓ ખુશ નહીં થાય.

પુતિન (Putin) સાથેની મંત્રણા કેવી રીતે સફળ થશે તે નથી ખબર: ટ્રમ્પે જણાવ્યુ

ટ્રમ્પે (Trump) કહ્યું કે તેમને હજુ સુધી ખબર નથી કે રશિયન રાષ્ટ્રપતિ (Russian President) વ્લાદિમીર પુતિન (Vladimir Putin) સાથેની તેમની શિખર મંત્રણા કેવી રીતે સફળ થશે. તેમણે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે હત્યાઓ બંધ થાય અને તેથી યુદ્ધવિરામ (Ceasefire) ખૂબ જ મહત્વપૂર્ણ છે. રોઈટર્સના અહેવાલ મુજબ, ટ્રમ્પને (Trump) પૂછવામાં આવ્યું હતું કે બેઠકને સફળ બનાવવા માટે શું જરૂરી રહેશે. આના ઉત્તરમાં ટ્રમ્પે (Trump) કહ્યું, “હું તમને તે કહી શકતો નથી. મને ખબર નથી. કંઈ ચોક્કસ નથી. હું યુદ્ધવિરામ (Ceasefire) સહિત કેટલીક બાબતો ઈચ્છું છું.”

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

જો બેઠકમાં બધુ સમુસુતરૂ પાર નહી પડે તો હું ઘરે ચાલ્યો જઈશ: ટ્રમ્પ

ટ્રમ્પે (Trump) સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી રશિયા-યુક્રેન યુદ્ધ (Russia Ukraine War) બંધ ન થાય ત્યાં સુધી કોઈ વેપાર થશે નહીં. રશિયા-યુક્રેન યુદ્ધવિરામ (Russia Ukraine Ceasefire) અંગે તેમણે કહ્યું, “હું આ મારા માટે નથી કરી રહ્યો. મને તેની જરૂર નથી. હું મારા દેશ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું. હું લોકોના જીવ બચાવવા માટે આ કરી રહ્યો છું. જો મીટિંગ સારી નહીં થાય, તો હું કોઈને ફોન નહીં કરું અને સીધો ઘરે જઈશ. જોકે, જો મીટિંગ સારી રહેશે, તો હું યુક્રેનના રાષ્ટ્રપતિ (President of Ukraine) ઝેલેન્સકી (Zelensky) અને યુરોપિયન નેતાઓને ફોન કરીશ.”

ઝેલેન્સ્કી (Zelensky) ઇચ્છે છે કે શક્ય તેટલી વહેલી તકે યુદ્ધવિરામ (Ceasefire) થાય અને યુક્રેનને (Ukraine) સુરક્ષાની ખાતરી આપવામાં આવે. અમેરિકન ચેનલ ફોક્સ ન્યૂઝના અહેવાલ મુજબ, ટ્રમ્પે કહ્યું કે એવી શક્યતા છે કે અમેરિકા (America) યુરોપિયન દેશો (European Countries) સાથે યુક્રેનને (Ukraine) સુરક્ષા ગેરંટી આપી શકે છે, પરંતુ નાટોના (NATO) રૂપમાં આ કરી શકાશે નહી. તેમણે કહ્યું કે શાંતિ કરાર મુજબ, યુક્રેનને (Ukraine) નક્કી કરવું પડશે કે રશિયાને (Russia) જમીન આપવી કે નહીં. ટ્રમ્પે (Trump) સ્પષ્ટ કર્યું કે તેઓ યુક્રેન (Ukraine) માટે વાટાઘાટો કરવા આવ્યા નથી, પરંતુ પુતિનને (Putin) વાટાઘાટોના ટેબલ પર લાવવા માટે અલાસ્કા આવ્યા છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ટ્રમ્પે જણાવ્યું કે યુદ્ધવિરામ કેવી રીતે થશે?

ટ્રમ્પે (Trump) રશિયાને (Russia) પહેલેથી જ ચેતવણી આપી દીધી છે કે જો પુતિન (Putin) યુદ્ધ સમાપ્ત કરવા માટે સંમત નહીં થાય, તો તેને ખૂબ જ કઠોર પરિણામો ભોગવવા પડશે. ટ્રમ્પે (Trump) સ્પષ્ટપણે કહ્યું છે કે યુદ્ધવિરામ (Ceasefire) પર ત્યારે જ વાટાઘાટો કરવામાં આવશે જ્યારે બંને દેશો કોઈ પ્રકારની જમીનની અદલાબદલી પર સંમત થશે. જોકે, ઝેલેન્સકી (Zelensky) વારંવાર કહી ચૂક્યા છે કે તેઓ પૂર્વી યુક્રેનનો (Ukraine) પ્રદેશ રશિયાને (Russia) નહીં આપે. ઝેલેન્સકીના (Zelensky) મતે, જો તેઓ ડોનબાસ (Donbas) રશિયાને (Russia) આપે તો પુતિન (Putin) ત્રીજું યુદ્ધ શરૂ કરશે.

આ લખાય છે ત્યાં સુધી રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન અલાસ્કા પહોંચી ચુક્યા છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

One thought on “પુતિન (Putin) સાથે મુલાકાત પહેલા ટ્રમ્પનું મોટું નિવેદન: ‘જો આજે યુદ્ધવિરામ નહીં થાય તો…’”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *