ભારતના ભાગલાની ભીતરમાં : પ્રકરણ 94
કિશોર મકવાણા
ભારતના ભાગલા કેવી રીતે થયા ?
ભાગલા માટે કોણ જવાબદાર ?કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.con પર વાંચો…
ડો. બાબાસાહેબ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઈને શ્રી કિશોરભાઈ મકવાણાની કસાયેલી કલમે રસાળ શૈલીમાં શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…
વાંચો લેખમાળાનું પ્રકરણ – 94
કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.con પર વાંચો…
ડૉ. બાબાસાહેબ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઈને શ્રી કિશોરભાઈ મકવાણાની કસાયેલી કલમે રસાળ શૈલીમાં શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…
વાંચો લેખમાળાનું પ્રકરણ – 95
જેહાદીઓના હાથે લાખો શીઓની કતલ
શેખપુરામાં આક્રમણકારીઓ વિરુદ્ધ વીરતાપૂર્વક લડતા લડતા માર્યા ગયેલા 22 હજાર (પંડિત નહેરુના અનુમાન મુજબ) હિન્દુઓ અને શીખોના બલિદાનની ગાથા પૃષ્ઠ: 168-170 સુધી આપેલી છે, તો સાથે-સાથે ‘સ્ટેટ્સમેન’ દૈનિકે 15 એપ્રિલ 1947 અંકમાં રાવલપિંડી ડિવિઝનના ઠોહા ખાલસા નામના ગામના 90 હિન્દુ-શીખ મહિલાઓના આત્મ બલિદાનની ગાથા પણ પ્રગટ કરેલી છે.
11 ઑગસ્ટ 1947ના દિવસે લાહોર અને અમૃતસરમાં હિન્દુઓ અને શીખો પર ભયાનક મુસ્લિમ આક્રમણ થયું. 24 ઑગસ્ટના રોજ શેખપુરા જિલ્લામાં સ્વયં પંડિત નહેરુના કહેવા મુજબ 22 હજાર હિન્દુ-શીખોનો ભયંકર નરસંહાર થયો. ઠેર-ઠેર ગુરુદ્વારાઓને બાળવામાં આવ્યા તેમજ ગુરુ ગ્રંથ સાહિબના અપમાનનું અપમાન કરવામાં આવ્યું. આ બધી ઘટનાઓએ શીખોને વિચારવા મજબૂર કરી દીધું કે પાકિસ્તાનના મુસલમાનો એમને સુખેથી જીવવા નહીં દે.
‘મુસ્લિમ લીગ અટેક ઓન શીખસ એન્ડ હિન્દુસ (1947)’ પુસ્તકમાં ઑગસ્ટ 1947 માં શેખપુરામાં આક્રમણકારીઓ વિરુદ્ધ વીરતાપૂર્વક લડતા લડતા માર્યા ગયેલા 22 હજાર (પંડિત નહેરુના અનુમાન મુજબ) હિન્દુઓ અને શીખોના બલિદાનની ગાથા પૃષ્ઠ: 168-170 સુધી આપેલી છે, તો સાથે-સાથે ‘સ્ટેટ્સમેન’ દૈનિકે 15 એપ્રિલ 1947 અંકમાં રાવલપિંડી ડિવિઝનના ઠોહા ખાલસા નામના ગામના 90 હિન્દુ-શીખ મહિલાઓના આત્મ બલિદાનની ગાથા પણ પ્રગટ કરેલી છે. આ ગાથા રૂંવાડાં ઊભાં કરી દે તેવી છે. સ્વધર્મ, શીલ અને આત્મસન્માનના રક્ષણ માટે પ્રેરણા આપનારી છે. આ નાનકડા ગામને ત્રણ હજાર સશસ્ત્ર મુસ્લિમોના ટોળાએ ઘેરી લીધું હતું. હિન્દુઓ અને શીખો સામે બચવાનો કોઇ માર્ગ બચ્યો નહીં ત્યારે એ ગામની 90 બહેન-દીકરીઓએ મુસ્લિમ વરુઓના હાથે પોતાનું શરીર અભડાતું બચાવવા માટે કૂવામાં કુદી પડી. કૂવાનું પાણી ઓછું પડ્યું. તેના લીધે માત્ર જ અભાગણી બહેનો ડૂબતાં બચી ગઈ. બાકીની બધી જ વિરક્તિને પામી.

મુસ્લિમ આક્રમણ અને અત્યાચારોની આવી અસંખ્ય ઘટનાઓ અચાનક બની નહોતી. તે વિચારપૂર્વક બનેલી દૂરગામી યોજનાનું અંગ હતી. આક્રમણની યોજના પણ જે જિલ્લામાં મુસલમાનોની સંખ્યા વધારે હતી તેવા જિલ્લાની જ પસંદગી કરવામાં આવી હતી. રાવલપિંડી જિલ્લામાં 80 ટકા, કૅમ્પ બેલપુરમાં 90.42, મિયાંવાલીમાં 86.16 ટકા, ઝેલમમાં 89.42 ટકા,સરગોધામાં 83.68 ટકા, ગુજરાત 85.58 ટકા, મુલતાનમાં 78.1 ટકા, ગુજરાંવાલામાં 70.45 ટકા, સિયાલકોટમાં 62.09 ટકા, લાહોરમાં 60.62 ટકા મુસલમાનો હતા. આ જિલ્લાઓમાં હિન્દુઓ અને શીખો પર મુસ્લિમ હુમલાઓ અને અત્યાચારોનું વિસ્તૃત વિવરણ આ પુસ્તકના ‘માર્ચ 1947: હિન્દુ-શીખ પર અત્યાચાર’શીર્ષક હેઠળ પૃષ્ઠ 72 થી 107 સુધી આપવામાં આવ્યું છે.
આ પ્રકરણમાં જણાવ્યું છે કે આ હુમલાઓમાં સશસ્ત્ર મુસ્લિમ ભીડને પંજાબ પોલીસ અને બ્રિટિશ સરકારનો સક્રિય સહયોગ મળતો હતો. પુસ્તક જણાવે છે કે સમગ્ર પંજાબ રાજ્યમાં મુસ્લિમ અને બિન મુસ્લિમ વસ્તીની ટકાવારી 56 અને 44 ટકા હોવા છતાં પણ પંજાબના પોલીસ દળની 24,095 સંખ્યામાં 17,848 મુસલમાનો હતા અને હિન્દુ-શીખ માત્ર 6167 હતા. તમામ જગ્યાએ હુમલાનું સ્વરૂપ એકસરખું હતું. કર્ફ્યુ, ઉન્માદી ટોળાના હુમલા,આગ, હત્યાઓ, અપહરણ, સામૂહિક બળાત્કાર, ગોમાંસને પરાણે મોંમાં ઠોંસવું, શીખોના માથાના વાળ કાપી નાખવા, હિન્દુઓ અને શીખોનું પરાણે ધર્માંતર, બહેન-દીકરીઓ પર પાશવી બળાત્કાર-અપહરણ વગેરે.
લેખકના જણાવ્યા મુજબ આ આક્રમણોનો ઉદ્દેશ્ય હિન્દુઓ અને શીખોના મનમાં ભય ફેલાવવો અને દેશ-વિભાજનની માંગણી સ્વીકારવા મજબૂર કરવાનો હતો. મુસ્લિમ યોજના સફળ થઇ અને 3 જૂન 1947 રોજ કૉંગ્રેસ તથા મુસ્લિમ લીગના નેતાઓએ ભારતના ભાગલાની સમજૂતી સ્વીકારી લીધી. પંજાબ અને બંગાળના હિન્દુ-મુસ્લિમ બહુમતી ધરાવતા જિલ્લાના આધાર પર ભાગલા સ્વીકારવામાં આવ્યા. સરહદ આંકવા માટે એક સરહદ કમિશનની રચના કરવામાં આવી હતી, છતાં હુમલાઓ અટક્યા નહીં. 15 ઑગસ્ટ 1947 સુધીમાં 10 લાખ હિન્દુ-શીખ પોતાનું બધું જ ગુમાવી માત્ર પ્રાણ બચાવી ગમે તેમ શરણાર્થી શિબિરમાં પહોંચ્યા હતા. લાખો હિન્દુ-શીખ શરણાર્થીઓની સામે મુસ્લિમ શરણાર્થીઓની સંખ્યા માંડ થોડાક હજાર હતી. સરકારે તેમને તમામ પ્રકારની સુરક્ષાઆપી હતી. કોન્ગ્રેસના નેતાઓ હિન્દુઓને શાંત રહેવાની શિખામણ આપતા હતા.
11 ઑગસ્ટ 1947ના દિવસે હિંસાનો ચોથો ભાગ શરૂ થઇ ગયો. પશ્ચિમ પંજાબ અને સરહદ પ્રાંતમાંથી આવનારા શરણાર્થીઓનાં ધાડેધાડાં પાસેથી અત્યાચારો, કત્લેઆમ, રાક્ષસી લીલાનાં હૃદય વલોવી નાખે તેવી ઘટનાઓને સાંભળી-સાંભળીને ચારે બાજુ ક્રોધનું વાતાવરણ છવાઇ ગયું. પૂર્વ પંજાબમાં પણ વળતો જવાબ આપવાનું શરૂ થઇ ગયું. મુસલમાન શરણાર્થીઓના કાફલા પણ પાકિસ્તાન તરફ રવાના થવા લાગ્યા. જો કે તેમની સંખ્યા ખંડિત ભારતમાં આવનાર શરણાર્થીઓની વિશાળ સંખ્યાની તુલનામાં સાવ નગણ્ય હતી; પરંતુ આ વળતા જવાબથી સ્તબ્ધ થઇ ગયેલું પાકિસ્તાની પ્રચારતંત્ર ચીસો પાડવા લાગ્યું. આ શીખોનું ષડયંત્ર છે એવો પ્રચાર શરૂ કરી દીધો. પશ્ચિમ પાકિસ્તાન સરકારે 1948માં બે પુસ્તિકા પ્રગટ કરી. તેમાંથી એકનું શીર્ષક છે : ‘શીખ ઇન એકશન’ (શીખોની કાર્યવાહી) આવી નાનકડી પુસ્તિકાઓ અને અન્ય પ્રચાર માધ્યમો વડે પાકિસ્તાની પ્રચારતંત્રે દુનિયામાં હોબાળો મચાવ્યો કે હિન્દુસ્થાનની સરકારના ઇશારે હિન્દુ અને શીખ લોકો નિર્દોષ મુસલમાનો પર એક તરફી હુમલો કરી તેમને પાકિસ્તાન ખદેડી રહ્યા છે.
ભાગલા સમયે શીખ નેતૃત્વની માનસિકતા તથા આંતરદ્વંદ્વ પર પ્રકાશ ફેંકતા આ પુસ્તકમાં જણાવ્યું છે કે ભાગલાનો નિર્ણય લેવાઇ ગયા પછી પણ હિન્દુઓ અને શીખોએ પાકિસ્તાનમાં રહેવાનું જ મન મનાવી લીધું હતું. અલગ અલગ અખબારોમાં એપ્રિલ 1947 થી લઇને 8 ઑગસ્ટ 1947 સુધી પ્રગટ થયેલા નિવેદનોમાં અનેક હિન્દુ અને શીખ લોકો જણાવ્યું હતું કે ભાગલા પછી પણ તેઓ પોતાનાં ઘર છોડશે નહીં. આ નિવેદનો પણ પુસ્તકમાં પાના ક્રમાંક 235 થી 239 પર આપેલાં છે.
પરંતુ 11 ઑગસ્ટ 1947ના દિવસે લાહોર અને અમૃતસરમાં હિન્દુઓ અને શીખો પર ભયાનક મુસ્લિમ આક્રમણ થયું. 24 ઑગસ્ટના રોજ શેખપુરા જિલ્લામાં સ્વયં પંડિત નહેરુના કહેવા મુજબ 22 હજાર હિન્દુ-શીખોનો ભયંકર નરસંહાર થયો. ઠેર-ઠેર ગુરુદ્વારાઓને બાળવામાં આવ્યા તેમજ ગુરુ ગ્રંથ સાહિબના અપમાનનું અપમાન કરવામાં આવ્યું. આ બધી ઘટનાઓએ શીખ નેતૃત્વને વિચારવા મજબૂર કરી દીધું કે પાકિસ્તાનના મુસલમાનો એમને સુખેથી જીવવા નહીં દે. પાકિસ્તાનમાં રહેવું હશે તો ઇસ્લામ કબૂલ કરવો પડશે અથવા અપમાનજનક જીવન જીવતા પડ્યા રહેવું પડશે. આ અસહ્ય પરિસ્થિતિઓએ તેમને પાકિસ્તાની વિસ્તારોમાંથી બહાર નીકળવા માટે મજબૂર કરી દીધા.
શીખો તરફ પાકિસ્તાની શાસકોનું વલણ કેવું હતું તેની ઝલક પશ્ચિમ પંજાબના પ્રથમ ગવર્નર સર ફ્રાંસિસ મુડીએ મહંમદ અલી ઝીણાને 2 સપ્ટેમ્બર 1947 રોજ લખેલા એક પત્રમાં મળે છે. આ પત્ર શીખો વિરુદ્ધ બ્રિટિશ-મુસ્લિમ ગઠબંધનનો પુરાવો પણ રજૂ કરે છે. ઝીણાના 26 ઑગસ્ટના પત્રનો જવાબ આપતાં પાકિસ્તાની પંજાબના અંગ્રેજ ગવર્નર લખે છે :
‘શરણાર્થી સમસ્યા બહુ વિશાળ બની રહી છે. પ્રાપ્ત સૂચનાઓ મુજબ સરહદ પસાર કરનારા લોકોની સંખ્યા પ્રતિદિન એક લાખથી ઉપર જઇ રહી છે. શેખપુરા જિલ્લાના ચુહડખાના નામના સ્થળ પર મેં એક-દોઢ લાખ શીખોને કસબામાં અને તેની આસપાસ નાનાં-નાનાં મકાનોમાં, છતો પર અને બધી જગ્યાએ એકઠા થયેલા જોયા. બિલકુલ મેળા જેવું દ્રશ્ય હતું. 4 હજાર વ્યક્તિ પ્રત્યેક ટ્રેનના હિસાબે તેમને બહાર મોકલવા માટે 45 રેલગાડીઓ મૂકવામાં આવશે. તેઓ ત્યાં અડીંગો જમાવીને રહેશે તો તેમના માટે દરરોજ 50 ટન લોટની વ્યવસ્થા કરવી પડશે. આ જ જિલ્લાના ગોવિંદગઢ નામના સ્થળે 30-40 હજાર હથિયારબંધ શીખ એકઠા થયા છે. તેમણે શાંતિનો ઝંડો લઇને આવેલા એંગ્લો-ઇન્ડિયન કમિશનર સાથે વાત કરવાની પણ ના પાડી દીધી. તેમણે ગોળી ચલાવી પરંતુ નિશાન ખાલી ગયું. આથી આ બધા જ લોકોએ ત્યાંથી બહાર જવું જ પડશે.’
આગળ મુડી લખે છે : ‘હું દરેકને કહી રહ્યો છું કે તમે શીખોને અહીંથી કેવી રીતે ભગાડો છો તેની મને જરાય પરવા નથી. તેમને અહીંથી જેમ બને તેમ જલ્દી ભગાડી છુટકારો કેવી રીતે મેળવો એ જ મારા માટે સૌથી મહત્ત્વની વાત છે. હજુ પણ લાયનપુરમાં 3 લાખ શીખો હટવાનાં લક્ષણ દેખાતાં નથી, પરંતુ અંતે તેમણે પણ જવું જ પડશે.’ (પૃષ્ઠ 308)
અંતે એ જ થયું. લગભગ તમામ શીખો અને હિન્દુઓએ મુસલમાન આક્રમકોના અત્યાચાર આગળ ઝૂકવું પડ્યું. પાકિસ્તાનમાં તેમણે તેમની અઢળક માલ-મિલકત, સંપત્તિ, શિક્ષણ, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ, પૂજા સ્થળો, ઐતિહાસિક સ્મારકોને મુસ્લિમ આક્રાંતાઓના હવાલે છોડી ખંડિત ભારતમાં આશ્રય લેવો પડ્યો. પ્રાણ પ્યારી માતૃભૂમિ અત્યાચારીઓના ભરોસે છોડી ખંડિત માતૃભૂમિના ખોળામાં આવવું પડ્યું. આ પુસ્તકમાં આંકડા આપીને બતાવ્યું છે કે અખંડ ભારતની (પાકિસ્તાન) ધરતીને શીખો અને હિન્દુઓએ કઈ રીતે પોતાના રક્ત અને પસીનાથી સીંચી હતી. તેની સમૃદ્ધિમાં તેમનું યોગદાન કેટલું પ્રચંડ માત્રામાં હતું.
|: ક્રમશ:|
©️kishormakwana
