Earthquake in Delhi-NCR: દિલ્હી-એનસીઆરમાં આજે વહેલી સવારે જોરદાર ભૂકંપના (Earthquake) ઝટકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકાથી લોકો ગભરાઈ ગયા હતા. આ ભૂકંપની (Earthquake) તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.4 માપવામાં આવી હતી. આ ભૂકંપ સવારે 9:04 વાગ્યે આવ્યો હતો. હાલમાં કોઈ નુકસાનના સમાચાર નથી.
દિલ્હી-એનસીઆરમાં ભૂકંપનો (Earthquake) જોરદાર આંચકો
આજે દિલ્હી-એનસીઆરમાં (Delhi-NCR) ભૂકંપનો (Earthquake) જોરદાર આંચકો આવ્યો હતો. ગુરુવારે સવારે આવેલા ભૂકંપના (Earthquake) જોરદાર આંચકાથી લોકો ડરી ગયા હતા. ઓફિસોમાં તેમજ ઘરોમાં બેઠેલા લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. દિલ્હી (Delhi), નોઈડા (Noida), ગાઝિયાબાદ (Ghaziabad), ગુરુગ્રામ (Gurugram), ફરીદાબાદ (Faridabad) અને ગ્રેટર નોઈડામાં (Greater Noida) ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપ આજે એટલે કે ગુરુવારે સવારે 9:04 વાગ્યે આવ્યો હતો. ભૂકંપને કારણે મેટ્રો (Metro) પણ થોડા સમય માટે બંધ કરી દેવામાં આવી હતી. હાલમાં કોઈ નુકસાનના સમાચાર નથી.

10 સેકન્ડ સુધી ધ્રુજી ધરતી
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (National Center for Seismology) અનુસાર, દિલ્હી-એનસીઆરમાં (Delhi-NCR) આવેલા આ ભૂકંપનું કેન્દ્ર હરિયાણાના (Haryana) ઝજ્જરમાં (Jajjar) હતું. ભૂકંપની તીવ્રતા 4.4 હતી. ભૂકંપને કારણે, પૃથ્વી લગભગ 10 સેકન્ડ સુધી ધ્રુજતી રહી હતી. આ ભૂકંપની ઊંડાઈ પૃથ્વીની અંદર 4 કિલોમીટર હતી.
गुरुग्राम, फरीदाबाद, मेरठ में भूकंप के झटके.. हरियाणा के झज्जर में था भूकंप का केंद्र#Delhi #earthquake #Haryan #UP | @theanupamajha @Chandans_live @SumantJourno pic.twitter.com/0a12q750fj
— Zee News (@ZeeNews) July 10, 2025
આ ભૂકંપને કારણે લોકોમાં ગભરાટનો માહોલ ફેલાઈ ગયો હતો. મોટી અને ઊંચી ઈમારતોમાં રહેતા લોકો સૌથી વધુ ડરી ગયા હતા. ભૂકંપના કારણે દિલ્હી-એનસીઆરની (Delhi-NCR) સોસાયટીઓમાં ગભરાટ ફેલાયો હતો અને લોકો બહાર દોડતા જોવા મળ્યા હતા.

દિલ્હી (Delhi), નોઈડા Noida), ગુરુગ્રામ (Gurugram), ફરીદાબાદ (Faridabad), ગાઝિયાબાદ (Ghaziabad)અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) કેટલાક ભાગોમાં ભૂકંપના આંચકા સ્પષ્ટપણે અનુભવાયા હતા. NCRમાં લોકોએ ભૂકંપની સાથે ગડગડાટનો અવાજ પણ સાંભળ્યો હતો જેનાથી લોકો ડરી ગયા હતા. ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીથી ચાર કિલોમીટર અંદર હોવાને કારણે ગડગડાટનો અવાજ આવ્યો હોવાનું તારણ છે. ઘણા લોકો સોશિયલ મીડિયા પર પોતાના અનુભવો શેર કરી રહ્યા છે.

ભૂકંપથી ભયભીત થયા લોકો
ભૂકંપના કારણે અચાનક પલંગ, ફર્નિચર તથા ઘરમાં રાખેલી અન્ય ચીજ-વસ્તુઓ પણ ધ્રુજવા લાગી હતી. આ ભૂકંપ એવા સમયે આવ્યો છે જ્યારે દિલ્હી-એનસીઆરમાં Delhi-NCR) વરસાદી વાતાવરણ છે. બુધવારથી દિલ્હી-એનસીઆરમાં (Delhi-NCR) સમયાંતરે વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે રસ્તાઓ પર પહેલાથી જ પાણી ભરાઈ ગયા હતા અને ટ્રાફિક જામ થઈ ગયો હતો, જેના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો. હવે ભૂકંપથી લોકો વધુ ડરી ગયા છે.
[…] રશિયામાં (Russia) એક પ્રચંડ ભૂકંપ (Earthquake) આવ્યો છે. આ ભૂકંપ રશિયાના (Russia) કામચાટકા […]