દિલ્હી વિધાનસભા ચૂંટણીની આજે જાહેર થશે તારીખ,
ચુંટણી પંચ આજે કરશે પ્રેસ કોન્ફરન્સ
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષોએ મોટા પાયે પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે ચૂંટણીની તારીખ પણ જાહેર થવા જઈ રહી છે. ચૂંટણીની તારીખ આજે મંગળવારે જાહેર કરવામાં આવશે.
આજે તારીખની જાહેરાત
ચૂંટણી પંચ દ્વારા મંગળવારે બપોરે 2 કલાકે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રેસ કોન્ફરન્સમાં પંચ દ્વારા દિલ્હી વિધાનસભાની સામાન્ય ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે. કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવા માટે ચૂંટણી પંચ દ્વારા વિજ્ઞાન ભવન ખાતે પત્રકાર પરિષદ બોલાવવામાં આવી છે.
Stage set for Delhi Assembly polls, ECI to announce election schedule today
— ANI Digital (@ani_digital) January 7, 2025
Read @ANI story | https://t.co/YaPfuBYhEZ#DelhiElection2025 #ECI #electionschedule pic.twitter.com/2TeBnKnJUP
ક્યારે યોજાઈ શકે છે ચૂંટણી?
ચૂંટણી પંચ ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાનની તારીખ જાહેર થવાની સંભાવનાઓ દર્શાવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીમાં કુલ 70 વિધાનસભા સીટો છે. એવું માનવામાં આવે છે કે ચૂંટણી એક જ તબક્કામાં યોજવામાં આવી શકે છે.
ક્યારે સમાપ્ત થાય છે વિધાનસભા કાર્યકાળ?
દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ 15 ફેબ્રુઆરી 2025 ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો વર્ષ 2020માં પણ દિલ્હીમાં ફેબ્રુઆરી મહિનામાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. આ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જબરદસ્ત વિજય મેળવ્યો હતો.
દિલ્હીમાં કેટલા મતદારો છે?
સૂત્રોના જણાવ્યા અનુસાર રાજધાની દિલ્હીમાં કુલ 1 કરોડ 55 લાખ 24 હજાર 858 મતદારો છે. જેમાં પુરૂષ મતદારોની સંખ્યા 84 લાખ 49 હજાર 645 છે. તે જ સમયે, મહિલા મતદારોની સંખ્યા 71 લાખ 73 હજાર 952 છે.
[…] વચ્ચે સીધો મુકાબલો હોવાનું કહેવાય છે. દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ મતદાન થશે જ્યારે ચૂંટણી પરિણામ 8 […]