- અમદાવાદમાં આવતીકાલ રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી અમદાવાદમાં કરફ્યુ લદાયો
- દૂધ, દવાઓની દુકાનો જ ખુલ્લી રહેશે
- અમદાવાદમાં લગભગ 60 કલાકનો સંપૂર્ણ કરફ્યુ લદાયો
અમદાવાદમાં લગભગ 60 કલાકનો સંપૂર્ણ કરફ્યુ લદાયો
અમદાવાદમાં વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણના કેસોને ધ્યાનમાં રાખીને આજે મોડી સાંજે રિવ્યુ કરવામાં આવ્યો હતો અને આવતીકાલે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી અમદાવાદમાં સંપૂર્ણ કરફ્યુ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોરોના સંક્રમણના નિયંત્રણ માટે સ્પેશિયલ ડ્યુટી પર મુકવામાં આવેલા એડિશનલ ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તાએ ટ્વીટર ઉપર આ જાણકારી આપી હતી. આમ આવતીકાલે રાત્રે 9 વાગ્યાથી લગભગ 60 કલાક સુધી અમદાવાદમાં સંપૂર્ણ કરફ્યુ લાદવાનો નિર્ણય લેવાયો છે. કરફ્યુ દરમિયાન માત્ર દૂધ અને દવાઓની દુકાનો જ ખુલ્લી રહી શકશે.