– કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરીયંટ સામે કેન્દ્ર સરકાર એક્શનમાં
– રાજ્યોને ટેસ્ટ વધારવા કહેવામાં આવ્યું
– 9 પોઇન્ટની ગાઇડ લાઇન આપી
સતર્ક કેન્દ્ર સરકાર કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરીયંટ સામે એક્શનમાં
કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને કારણે સમગ્ર વિશ્વભરમાં સર્જાયેલી ચિંતાનું મોજુ ફેલાયું છે ત્યારે ભારત સરકાર એક્શનમાં જોવા મળી રહી છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે આજે તમામ રાજ્ય સરકારો તથા કેન્દ્ર શાસિત સરકારોને કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન સામે કડક રહેવા નિર્દેશ આપતા આઈસોલેશન અને કવોરંટીનનો કડકાઇથી અમલ કરવાના નિર્દેશો આપ્યા હતા. આજે કેન્દ્ર સરકારે રાજ્યોને ઓમિક્રોન વેરિયન્ટની અસરો સામે સતર્કતા દાખવી તૈયારી શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ માટે પૂરતી કડકાઈ દાખવવામાં આવી રહી છે. સાથે સાથે દરેક રાજ્યને એક્ટિવ સર્વેલન્સ શરૂ કરવાના તથા RT-PCR ટેસ્ટ વધારવાના નિર્દેશો આપવામાં આવ્યા છે.
બચાવ એ જ શ્રેષ્ઠ સુરક્ષા
કેન્દ્રએ કહ્યું છે કે ઓમિક્રોન વેરિયન્ટ ઓફ કંસર્ન છે. કેન્દ્રએ આજે ફરી કહ્યું છે કે બચાવ એ જ વાસ્તવિક સુરક્ષા છે તે ધ્યાનમાં રાખીને રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશો એ કોવિડ-એપ્રોપ્રિએટ બિહેવિયરનું સખતપણે પાલન કરવું જોઈએ. નિયંત્રણમાં વધારો કરો, સક્રિય દેખરેખ રાખો, વેક્સિનેશન કવરેજનો અવકાશ અને ઝડપ વધારો જેથી વેરિયન્ટ ઓફ કંસર્નનો અસરકારક રીતે સામનો કરી શકાય. ઓમિક્રોન વેરિયન્ટ ઓફ કંસર્ન છે ત્યારે તેને દેશમાં ફેલાતો અટકાવવો આવશ્યક છે જેને માટે ટેસ્ટીંગ વધારવા અને હોટસ્પોટની સક્રિય દેખરેખ વધારવામાં આવે.
RT-PCR ટેસ્ટની સંખ્યા સંક્રમણ ફેલાવાના સ્તર