– ગુજરાત સરકારનો દેર આયે દુરસ્ત આયે સમાન નિર્ણય,
– કોરોનાના વધી રહેલા કેસ સામે તકેદારી રૂપ પગલુ
– 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હાલ પૂરતી મોકૂફ
રાજ્યની સ્થિતિની સર્વગ્રાહી સમિક્ષા બાદ મુખ્યપ્રધાન ભુપૂન્દ્ર પટેલ સરકારનો નિર્ણય
રાજ્યમાં ઝડપથી વધી રહેલા કોરોનાના કેસના જોતા હવે ગુજરાત સરકારે તારીખ 10 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. કોરોના અને એમિક્રોનના વાયરસના સંક્રમણનો વ્યાપ રાજ્યમાં વધુ ન ફેલાય તેની સંપૂર્ણ તકેદારી રાખીને અને આ મહામારીનું સંક્રમણ વધે નહીં તેવા હેતુસર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ સંપૂર્ણ બાબતોને ધ્યાનમાં લેતાં રાજ્યના નાગરિકોના વિશાળ હિતમાં આગામી તારીખ 10થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન યોજાનારી 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન થવાનું હતુ
ઉલ્લેખનીય છે કે 10 મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના હતા. આ સમિટમાં રશિયા, સ્લોવેનિયા, નેપાળ સહિતના પાંચ દેશોના વડાપ્રધાન, 15 દેશોના વિદેશ મંત્રીઓ ઉપસ્થિત રહેવાના હતા. આ ઉપરાંત 26 પાર્ટનર દેશના પ્રતિનિધિઓ પણ હાજરી આપવાના હતા તથા 4 દેશોના ગર્વનર પણ તેમાં હાજરી આપવાના હતા.