– દર્દનાક દુર્ઘટના તમિલનાડુના કન્નૂર નજીક બપોરે ઘટી
– ભારતીય વાયુસેનાનુ Mi-17V5 હેલિકોપ્ટર તૂટી પડયું
– CDS જનરલ બિપિન રાવત સહિત 13 લોકોના મૃત્યુ
રાષ્ટ્રના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર તૂટી પડતાં નિધન
ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું આજે તમિલનાડુના કન્નૂર નજીક હેલિકોપ્ટર તૂટી પડતાં CDS બિપિન રાવતનુ નિધન થઈ ગયુ છે, હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હતા. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના પત્ની મધુલિકા રાવત પણ હેલિકોપ્ટરમાં સવાર હતા તેમનું પણ નિધન થયું છે. ઘટના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણમંત્રી રાજનાથસિંહ સહિત બધા નેતાઓએ દુ:ખ વ્યક્ત કર્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી આપી શ્રદ્ધાંજલિ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કરતા કહ્યુ કે હુ તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનાથી ઘણો દુ:ખી છુ, જેમાં આપણે જનરલ બિપિન રાવત, તેમના પત્ની અને સશસ્ત્ર દળના અન્ય કર્મીઓને ગુમાવ્યા છે. તેમણે પૂરી લગનથી ભારતની સેવા કરી. મારી સંવેદના શોક સંતપ્ત પરિવારની સાથે છે.
ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે શ્રદ્ધાંજલિ આપી
આજે બનેલી દુર્ઘટના પર ગૃહમંત્રી અમિત શાહે દુ:ખ વ્યક્ત કરતા કહ્યુ કે દેશ માટે એક ખૂબ જ દુ:ખદ દિવસ છે… કારણકે આપણે આપણા CDS જનરલ બિપિન રાવતજીને એક અત્યંત દુ:ખદ દુર્ઘટનામાં ગુમાવ્યા છે. તેઓ સૌથી બહાદુર સૈનિકોમાંના એક હતા, જેમણે અત્યંત ભક્તિની સાથે માતૃભૂમિની સેવા કરી છે. તેમના અનુકરણીય યોગદાન અને પ્રતિબદ્ધતાને શબ્દોમાં વ્યક્ત કરી શકાય નહીં. મને ખૂબ દુ:ખ થયુ છે.
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ટ્વિટ કર્યું ઉપરાંત જનરલ બિપિન રાવતના પરિવારની મુલાકાત લીધી
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જનરલ બિપિન રાવતના પરિવારને મળ્યા હતા તેમણે ટ્વીટ કરતા લખ્યુ કે તમિલનાડુમાં આજ એક અત્યંત દુર્ભાગ્યપૂર્ણ હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત તેમના પત્ની અને 11 અન્ય સશસ્ત્ર દળના જવાનોના આકસ્મિક નિધનથી ઊંડુ દુ:ખ થયુ. તેમનુ અસામયિક નિધન આપણા સશસ્ત્ર દળ અને દેશ માટે એક અપૂરણીય ક્ષતિ છે.