Bihar
Spread the love

બિહારના (Bihar) મુઝફ્ફરપુરના (Muzaffarnagar) રહેવાસી અવનીશ કુમારે (Avanish Kumar)એવું અદ્ભુત કામ કર્યું છે કે આજે સોશ્યલ મીડિયા (Social Media) પર તેની પ્રશંસા થઈ રહી છે. અવનીશે ફક્ત 7 હજાર રૂપિયાના ખર્ચે ભંગારનો ઉપયોગ કરીને એક વિમાન (Plane) બનાવ્યું અને તેમાં ઉડાન પણ ભરી હતી.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

પ્રતિભા ક્યારેય સુવિધાઓ પર નિર્ભર હોતી નથી. બિહારના (Bihar) આ કિશોરનું પરાક્રમ જોઈને ઓછામાં ઓછું આવું જ લાગે છે. મુઝફ્ફરપુરના (Muzaffarnagar) રહેવાસી અવનીશ કુમારે (Avanish Kumar) ભંગાર વડે એવો ચમત્કાર કર્યો કે લોકો દંગ રહી ગયા. સોશ્યલ મીડિયા (Social Media) પર તેના આ પરાક્રમનો વિડીયો (Video) જોયા પછી, લોકોએ તેના વખાણ કરતા થાકતા નથી. અવનીશે કોઈપણ લેબ કે ટેકનિકલ જ્ઞાન વિના કેટલીક ભંગારની વસ્તુઓ જોડીને બનાવેલા વિમાનને (Plane) જોવા માટે હજારો લોકો એકઠા થયા હતા.

બિહારના (Bihar) અવનીશ કુમારે ભંગારની ચીજોથી કર્યો ચમત્કાર

બિહારના (Bihar) અવનીશ કુમારના (Avanish Kumar) આ પરાક્રમનો વીડિયો (Video) સોશ્યલ મીડિયા (Social Media) પર ખૂબ જ વાયરલ (Viral) થઈ રહ્યો છે. જ વ્યક્તિએ આ વાયરલ વિડીયો (Viral Video) જોયો તે કહી રહ્યા છે કે કોઈપણ ટેકનિકલ જ્ઞાન અને તાલીમ વિના આવું વિમાન (Plane) બનાવવું એ કોઈ ચમત્કારથી ઓછું નથી. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે અવનીશ કુમારે (Avanish Kumar) આ ચમત્કાર ફક્ત 7 દિવસમાં કરી બતાવ્યો છે. આ માટે તેણે ફક્ત કેટલીક ભંગારમાં મળતી વસ્તુઓનો ઉપયોગ કર્યો છે અને તેની મદદથી અવનીશે સિંગલ સીટર એરક્રાફ્ટ (Single Seater Aircraft) બનાવ્યું અને તેના પર બેસીને ઉડાન ભરી.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

અવનીશ કુમારે બનાવેલું વિમાન કેટલી ઊંચાઈ સુધી ઉડ્યું?

બિહારના (Bihar) અવનીશ કુમારે (Avanish Kumar) ભંગારમાં મળતી કેટલીક વસ્તુઓમાંથી વિમાન બનાવવા માટે ફક્ત 7 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો અને આ પ્રોજેક્ટ ફક્ત 7 દિવસમાં પૂર્ણ કર્યો. આ વિમાનમાં એક જ સીટ છે જેના પર બેસીને તેને ઉડાડી શકાય છે. અવનીશે ન માત્ર પોતાના વિમાનની અદ્ભુત ડિઝાઈન તૈયાર કરી, પણ તેમાં બેસીને ઉડાડી પણ બતાવ્યું હતું. બિહારના (Bihar) અવનીશ કુમારે (Avanish Kumar) બનાવેલું વિમાન લગભગ 300 ફૂટની ઊંચાઈએ પહોંચ્યું અને થોડીવાર હવામાં ઉડ્યા બાદ સુરક્ષિત રીતે જમીન પર ઉતર્યું હતું.

ભારતીય જુગાડથી થયા સૌ પ્રભાવિત

જ્યારે દુનિયાભરના વૈજ્ઞાનિકો અને ટેકનિકલ નિષ્ણાતો ઉડતી કાર બનાવવામાં વ્યસ્ત છે, ત્યારે બિહારના (Bihar) આ કિશોરનું પરાક્રમ ખરેખર પ્રશંસનીય છે. અવનીશના આ જુગાડની સોશ્યલ મીડિયા સહિત સમગ્ર બિહારમાં (Bihar) પ્રશંસા થઈ રહી છે. જેઓ એન્જિનિયરિંગ અને ટેકનિકલ સાયન્સના ક્ષેત્રમાં કંઈક નવું કરવા માંગે છે તેમને માટે બિહારના (Bihar) અવનીશ કુમારના (Avanish Kumar) પ્રયાસો પ્રેરણાદાયક છે . અવનીશ કહે છે કે તેનું બાળપણથી જ વિમાન બનાવવાનું સ્વપ્ન હતું અને આખરે તેણે આ સ્વપ્ન સાકાર કર્યું છે.

આ પહેલા પણ એક યુવકે કર્યો હતો ચમત્કાર

2 વર્ષ પહેલા મુઝફ્ફરપુરના એક યુવકે આવું જ પરાક્રમ કર્યું હતું. બીએના વિદ્યાર્થી રિક્કી શર્માએ માછલી સંગ્રહ કરવાના કન્ટેનર અને થર્મોકોલનો ઉપયોગ કરીને ફાઈટર પ્લેન બનાવ્યું હતું. આ ફાઈટર પ્લેન 300 ફૂટની ઊંચાઈ સુધી ઉડવા સક્ષમ છે. રિકીએ પણ આ ચમત્કાર કોઈપણ ટેકનિકલ તાલીમ અને સાધનો વિના કર્યું હતું. હવે તેના જિલ્લાના અવનીશ કુમારે એક ડગલું આગળ વધીને એક વિમાન બનાવ્યું અને તેમાં ઉડાન પણ ભરી બતાવી છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *